સ્વામી રામતીર્થ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામના એક પરમહંસ. લાહોરના એક ગામડામાં ઈ. સ. ૧૮૭૩માં એમનો જન્મ થયો હતો. સંત તુલસીદાસજીના એ વંશજ હતા. એમ. એ. માં પહેલે નંબરે પાસ થાઈને તેઓ કોલેજમાં ગણિત વગેરે શીખવવા લાગ્યા હતા અને વિદ્યાર્થીના માનીતા અધ્યાપક થયા. પણ થોડાં વખતમાં બધું છોડી દઈને તેમણે સંન્યાસ લીધો. પચ્ચીશ વર્ષની ઉંમરે ભગવાનની શોધ પાછળ લાગી ગયા. એ વિદ્યાર્થી હતા ત્યારે એમનું શરીર બહુ નબળું હતું. કસરત કરીને તે એવું મજબૂત બનાવ્યું કે અમેરિકામાં એ દોડવાની અને તરવાની હરીફાઈમાં પહેલાં આવ્યા. એ સંગાથ વિના એકલા અમેરિકા ગયા હતા. એમની પાસે તે વખતે એકેય પૈસો ન હતો છતાં ત્યાં એમના અનેક મિત્રો થયા અને હજારો શિષ્યો થયા. અમેરિકાના પ્રમુખ એમને મળવા આવ્યા. અનેક પદવીઓ એમને આપી. ત્યાં તેઓ હિંદુ ધર્મના પ્રચાર માટે ગયા હતા. હિંદનું ભાવિ એમને બહુ જ ઊજળું લાગતું હતું. પણ દેશમાં આવીને તેત્રીશ જ વર્ષની ઉમરે ઈ. સ. ૧૯૦૬ માં એમણે દેહ છોડી દીધો.

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects