पुं.
એ નામના એક યોગી. તેમનો જન્મ ઈ. સ. ૧૮૬૩ માં કલકત્તામાં થયો હતો. એના પિતા મોટા વકીલ હતા. એના દાદા ફારસી અને સંસ્કૃતના મોટા પંડિત હતા. ‘પુત્રનાં લક્ષણ પારણે’ એ કહેવત પ્રમાણે તે નાના હતા ત્યારે રામ અને શંકરની બહુ પૂજા કરતા હતા. એ બી. એ. થયા ને વકીલ થવાની તૈયારી કરવા લાગ્યા. એવામાં એક સાધુને મળ્યા. એમણે પૂછ્યું, “મને ભગવાનનાં દર્શન કરાવશો ?” તે સાધુ એ ખાત્રરી આપીને ભગવાનનાં દર્શન કરાવ્યાં. તેમના એ પરમ શિષ્ય થયા. એણે ધર્મ માટે બધું ત્યજી દીધું અને મોટાં સંન્યાસી થયા. એ વખતે અમેરિકામાં એક મોટી સભા મળવાની હતી. દેશ દેશના વિદ્વાનો અને જુદા જુદા ધર્મોના આચાર્યો ત્યાં ગયા હતા. એમણે ત્યાં જઈ એ સભામાં ભાષણ આપ્યું. પાંચ મિનિટમાં સભા જાણે ચિત્રમાં ચિતરી હોય એવી દેખાવા લાગી. એમનો જયજયકાર થયો. એમનું ભાષણ સૌથી સરસ ગણાયું. અમેરિકા અને ઇંગ્લંન્ડ માં હિંદુ ધર્મનો પ્રચાર એમણે કર્યો. ભારતની કીર્તિ દેશવિદેશમાં ફેલાવી. એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસનું નામ જગતભરમાં જાણીતું કર્યું. તેમણે રામકૃષ્ણ મઠની શાખાઓ સ્થાપી. કેટલાય મોટા માણસો એમને પગે પડતા હતાં.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.