સ્વાર્થદૃષ્ટાંત

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

એકલપેટાપણાનો દાખલો; પોતાના હિતનો દાખલો. ગાંધીજી લખે છે કે: સ્વાર્થ તો સહુમાં ઓછોવત્તો હોય પણ આપણામાં તે વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. કૌટુંબિક કામોમાં સ્વાર્થત્યાગ થોડો ઘણો રહેલો છે. પણ રાષ્ટ્રીય કામોમાં થોડામાં થોડા જ પ્રમાણમાં જોવામાં આવે છે. જુઓ આપણી શેરીઓ, આપણાં શહેરો, આપણી આગગાડીઓ ! આ બધામાં દેશની દશાનું દર્શન થઈ શકે છે. શેરીમાં, શહેરમાં કે ટ્રેનમાં બીજાની સગવડનો કેટલો ઓછો ખ્યાલ રહે છે. મારા ઘરના આંગણાંમાંથી હું શેરીમાં કચરો નાખતાં અચકાતો નથી, મારા કઠેરામાંથી રસ્તામાં જતાં માણસોને અગવડ થાય કે નહિ તેનો વિચાર કર્યા વિના હું કચરો ફેંકુ છું અને થુકું છુ. મારુ ઘર બાંધવામાં મારા પાડોશીની અગવડનો વિચાર ઓછો કરુ છું. શહેરનો નળ છોડી તેમાંથી પાણી વહ્યું જાય તે મારું નથી એમ માની બેદરકાર રહું છું રેલગાડીમાં એ જ દેખાવ નજરે પડે છે. મારી જગ્યા ગમેતેમ કરી મેળવી બીજાને બને તો અટકાવું. બીજાને અગવડ પડે કે નહિ પણ મારી બીડી હું શરુ કરુ છું. કેળાંની અને શેલડીની છાલ મારા પાડોશીની સામે નાંખતાં અચકાતો નથી. નળ ઉપર પાણી ભરવા જાઉ છું તો બીજાની દરકાર નથી રાખતો. આમ સ્વાર્થના દૃષ્ટાંત ઘણાં યે ટાંકી શકાય એમ છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects