હાથીચોક

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

એક જાતની લીલોતરી; હાથીચુક. તે દિલ્હી પ્રાંતમાં ખૂબ થાય છે. તેને મેદાનમાં એક એક ફૂટને છેટે કરેલા ક્યારામાં સારી રીતે ઊંચા થરમાં ઓગસ્ટથી ઓક્ટોબર સુધી વાવવામાં આવે છે. પણ જો વહેલાં વાવવામાં આવે તો વરસાદથી તેને જાળવવી જોઈએ ઊંડી, રેતીવાળી અને ભેજવાળી જમીન તેને માટે બહુ સારી છે. જો કે ભોર જમીનમાં તે સારી થાય છે છતાં પણ સારી રીતે તેને પાણી પાવું જરૂરનું છે. છોડવાઓને પાંચ કે છ પાન આવે ત્યારે તેમને ચાર ફૂટ છેટેની હારમાં ફરી વાર વાવવા. આ છોડવાઓને ઊંડી, સારી રીતે ખાતર નાખેલી અને હમેશ પાણી પૂરતું મળે તેવી જમીન જોઇએ. વખતે વખતે પ્રવાહી ખાતર પણ નાખવું જોઇએ. આ ઘણા સુંદર ને સ્વાદિષ્ટ શાક ઉપર હાલમાં ઘણાનું ધ્યાન ગયું છે અને પરિણામે તેની જુદી જુદી જાતનો બની છે. આમાં સૌથી સારી જાત હાથીચોક છે. તે અસલ જાતની છે. તેમાં મોટા મોટા ગોટા થાય છે. બીજી જાત હાથીચોક દેરાનવાની છે. તે સૌથી જૂનામાં જૂની જાત છે. તેમાં ઘણા મોટા, ભારે ઘેરા લીલા રંગના ગોટા થાય છે. તેમાં નસ હોતી નથી આ જાતમાં વરસમાં બે વખત ફૂલ આવે છે. ત્રીજી જાણીતી જાત જેરુસલેમ હાથીચોક છે. આ જાત બારતના ઘણા ભાગમાં વાવવામાં આવે છે. જ્યારે બટેટાંની અછત હોય છે. ત્યારે તેને ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. માર્ચની શરૂઆતથી મેની આખર સુધીમાં ગમે ત્યારે તેને વાવવામાં આવે છે. તેને ટેકરીઓ ઉપર માર્ચ મહિનામાં વાવવામાં આવે છે. આ જાતને ગમે તેવી જમીનમાં વાવી શકાય છે. તેને બિલકુલ નહિ અથવા સાધારણ ખાતર નાખવું પડે છે. વધારે ખાતર નાખવાથી થડિયાનો ભાગ મોટો થાય છે અને ગાંઠો નાની થાય છે. મેદાનમાં નવેંબર સુધીમાં ખાવા લાયક પાક તૈયાર થઈ જાય છે. જ્યારે ટેકરીઓ ઉપર તે ઓગસ્ટમાં થાય છે, ત્યારે જમીનમાં તેની આદું જેવી ગાંઠો થાય છે અને ઉપર ત્રણ ચાર ફૂટના છોડ થાય છે તેમાં ગોળ પાંખડીવાળાં ફૂલ થાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects