पुं.
( વૈદ્યક ) શ્લીપદ નામનો રોગ. તેમાં પગ સૂજીને થાંભલા જેવા થાય છે. એક જાતના મચ્છરથી આ રોગ ઉત્પન્ન થતો મનાય છે. હમેશ વરસાદવાળી ઋતુ કે ભીની ઋતુ રહેતી હોય તેવા દેશમાં આ દરદ ઘણે ભાગે થાય છે. શરૂઆતમાં તાવ આવી પેડુમાં સોજો થઇ તે સોજો પગમાં ઊતરે છે. જે હાથીપગ રાફડાના ટેકરાટેકરી જેવો હોય, કાંટાંકાંટાવાળો હોય, એક વર્ષનો જૂનો હોય, સ્ત્રાવ નીકળતો હોય, બહુ જાડો ઊંચો હોય અને ખજવાળ આવતી હોય તે અસાધ્ય કે કષ્ટસાધ્ય ગણાય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ