स्त्री.
એ નામની એક દેશી રમત. તે શાળાના ઓરડામાં અગર મેદાન રમાય છે. રમનારની સંખ્યા ૧૦થી ૨૦ અથવા વધારે હોય તો પણ ચાલે. વીશ ફૂટ વ્યાસનું એક કૂંડાળું જમીન ઉપર કાઢવું. રમનારની સંખ્યા ૨૦ થી વઘારે હોય તો વધુ મોટું કૂંડાળું કાઢવું. એક છોકરા ઉપર દાવ ઠરાવવો અને બીજા બધા છોકરાઓએ તે કૂંડાળાની અંદર ઊભા રહે. જેના ઉપર દાવ હોય તેણે કૂંડાળના મધ્ય ભાગમાં એક પગ ઊંચો રાખીને બે હાથ તથા એક પગને આધારે ઊભા રહેવું. પછી ખેલ શરૂ કરવાની સિસોટી થતાં જ દાવવાળા છોકરાએ તે જ સ્થિતિમાં રહીને દોડતાં દોડતાં બીજા છોકરાઓને પગ વડે મારવા પ્રયત્ન કરવો. બીજા છોકરાઓએ કૂંડાળાની હદમાં જ રહીને દોડીને દોડીને હાથીના મારથી બચવા પ્રયત્ન કરવો. જે છોકરાને હાથી પગ મારે તે બાદ થાય. એ રીતે બધા છોકરાઓ મરાય એટલે ખેલ પૂરો થાય. દાવ આપનાર છોકરો થાકી જાય તો જે પ્રથમ બાદ થયો હોય તેના ઉપર દાવ ઠરાવાય. કૂંડાળાથી બહાર જો કોઈ પણ રમનારના બંને પગ જાય તો તે પણ બાદ થાય. આ રમત મહેનત બહુ પડે છે, માટે દશ મિનિટ કરતાં વધારે વખત દાવ ચલાવવો નહિ. દાવ દેનારે પગ મારવામાં પગ વધારે ઊંચો ન લેતાં સામાના પગના આગલા ભાગને માત્ર સ્પર્શ થાય તેમ થવું જોઇએ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.