Home » Gujarati to Gujarati Translation » પાણી
ન○
(પ્રાણીઓને પીવાનું) કુદરતી પ્રવાહી, જલ. (૨) (લા.) નૂર, તેજ. (૩) શૌર્ય. (૪) ટેક
ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
1 | ન○ | (પ્રાણીઓને પીવાનું) કુદરતી પ્રવાહી, જલ. (૨) (લા.) નૂર, તેજ. (૩) શૌર્ય. (૪) ટેક |
ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
1 | નo | પીવાનું કુદરતી પ્રવાહી; જળ (2) જળ જેવું કોઈ પ્રવાહી (3) ધાર; વાઢ (લા.) (4) નૂર; તેજ (5) શૂરાતન; પોરસ (6) ટેક; વટ; આબરૂ (7) ઢોળ; સોનારૂપાનો રસ |
ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
1 | पुं. |
( પિંગળ ) એ નામનો એક અક્ષરમેળ છંદ. તે અષ્ઠિછંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં નગણ, રગણ, ભગણ, જગણ, રગણ અને ગુરુ મળી સોળ અક્ષરો હોય છે. ઉપયોગન ર ભ જા ર ગા થી કવિ ! રચાય વૃત્ત પાણી. – રણપિંગળ |
|
2 | पुं. |
સોળ માંહેનો એ નામનો એક વિકાર. |
|
3 | [ હિં. ] | पुं. |
હાથ; પાણિ. |
4 | स्त्री. |
હથિયારના પાનાને તેજ કરવાની ક્રિયા. તરવારને પાણી નીચે જણાવ્યા પ્રમાણે ચડાવવામાં આવે છેઃ (૧) ઘા નરમ રાખવો હોય તો તલનું તેલ અથવા મીઠું પાણી. (૨) ઘા ગરમ રાખવો હોય તો ટોપરાનું તેલ. (૩) ઘા રુઝાય નહિ એવી ઇચ્છા હોય તો સોમલનું પાણી. (૪) ઘા ઠંડો પાડવો હોય તો સીસાનું પાણી અને (૫) ઝેરી પાણી ચડાવવું હોય તો ભિલામાનો અર્ક કાઢી તેમાં પોલાદને ટીપવું, અથવા સોમલ અને વછનાગના અર્કમાં પોલાદ તૈયાર કરવું, અથવા નેપાળાનાં બીમાંથી પાન કાઢી તેનો અર્ક બનાવી તેમાં પોલાદ તૈયાર કરવું. |
|
5 | न. |
અવસર; મોકો. |
|
6 | न. |
આબરૂ; યશ; માન; પ્રતિષ્ઠા. |
|
7 | न. |
આબોહવા; જલવાયુ. |
|
8 | न. |
કુસ્તી કે લડાઈ આદિ; દ્વંદ્વયુદ્ધ. |
|
9 | [ હિં. ] | न. |
કોઈ વસ્તુ નિચોવવાથી અથવા તેના નીતરવાથી નીકળતો પ્રવાહી પદાર્થ; રસ; અર્ક. |
10 | न. |
ચંચળતા; બુદ્ધિ. |
|
11 | न. |
ઘોડા વગેરે પશુની વંશગત કુલીનતા. |
|
12 | [ સં. પાનીય; પ્રા. પાણિઅ-પાણિઉ-પાણી ] | न. |
જળ; પીવાના ઉપયોગમાં આવતો જીવના આધારરૂપ સ્વાદ, ગંધ અને રંગ રહિત એક પ્રવાહી તથા પારદર્શક પદાર્થ; પીવાનું કુદરતી પ્રવાહી; ઉદક; નીર; સલિલ. જાણકારો કહે છે. કે પાણી પીતાં આવડે તો એ અમૃત છે. પણ પીતાં ન આવડે તો એ ઝેર છે. પાણી એ જીવનનું અણમૂલું દ્રવ્ય છે. શરીરના બાંધામાં ઉપયોગી ગણાતાં મુખ્ય પાંચ માંહેનું એ એક દ્રવ્ય છે. જેમ શરીરને જીવંત રાખવા માટેનું પાણી એક મુખ્ય અંગ છે, તેમ જ શરીરમાં અનેક દર્દો ફેલાઈ મૃત્યુને આરે પહોંચાડનાર પણ પાણી જ છે, જો તે શુદ્ધ ન હોય. તો વિદેશી વિજ્ઞાન પ્રમાણે પાણીની બે જાતો માનવામાં આવી છેઃ (૧) ભારે અથવા અશુદ્ધ પાણી અને (૨) શુદ્ધ અથવા વરાળનું હલકું પાણી. આપણા શાસ્ત્રમાં પણ પાણીના મુખ્ય બે પ્રકાર માનવામા આવ્યા છે અને તેમાંથી નીકળતા બીજા પેટા પ્રકારો અને તેના જુદા જુદા ગુણદોષો શાસ્ત્રકારોએ વર્ણવ્યા છેઃ (૧) આંતરિક્ષ જળ એટલે આકાશમાંથી વરસાદનું પડેલું પાણી જેને ડિસ્ટલ્ડ અથવા વરાળનું પાણી કહે છે. (૨) ઔદ્દભિક એટલે ખડકો અને પહાડોમાં રહેલું પાણી, જને હાર્ડ વોટર કહે છે. આંતરિક્ષ પાણી મુખ્ય બે પ્રકારમાં વહેંચવામાં આવ્યું છે. તેના ચાર મુખ્ય પેટા પ્રકાર થાય છે. અને આઠ બીજા પેટા પ્રકારો છે. મુખ્ય પ્રકારમાં (૧) ગાંગજળ અને (૨) સામુદ્રિક જળ છે. તદૃન સાફ એવા ગળણા મારફત વરસાદનું પાણી સીધું વાસણમાં ઝીલી લેવામાં આવે તેને ગાંગજળ કહેવામાં આવે છે અને તે પીવા માટે અતિ ઉત્તમ મનાય છે. સામુદ્રિક જળ એટલે વરસાદનું ગાળ્યા વગરનું અને આડેઅવળેથી ઝીલેલું પાણી, જે પીવાથી ખસ અને વાળા નામનાં દર્દોં થાય છે. આંતરિક્ષ જળના ચાર પ્રકાર છેઃ (૧) દિવાવૃષ્ટિ એટલે દિવસે વરસેલ વરસાદનું પાણી. આ પાણી પીવાથી કફનો નાશ થાય છે. તૃષા છિપાવી અનાજ પાચન કરવામાં તે અતિ ઉત્તમ મનાયેલ છે. આ પાણીને વાયુકર્તા તરીકે ઓળખવામાં આવ્યું છે. (૨) રાત્રિવૃષ્ટિ એટલે રાત્રે વરસેલું પાણી. તે અતિ કફકારક, પચવામાં ભારે અને વાયુકારક મનાય છે. (૩) દુર્દિનવૃષ્ટિ એટલે રાત અને દહાડો હેલીના રૂપે વરસનાર પાણી. આ પાણીને શરીરના તમામ દોષોને કોપાવનાર તરીકે ઓળખાવવામાં આવ્યું છે. (૪) ચોમાસામાં ગમે તે વખતે વરસાદ પડે તેને ક્ષણવૃષ્ટિ તરીકે સંબોધવામાં આવે છે, અથવા શ્રાવણનાં સરવડાંને ક્ષણવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આ પાણી પીવાથી જ્વરાદિ દોષો ઉત્પન્ન થઈ માણસો તાવમાં પટકાય છે અને ઘણી વખત ત્રિદોષ થઈ આવવાનાં દષ્ટાંતો પણ મળી આવે છે. આંતરિક્ષ જલ પૃથ્વી ઉપર પડ્યા પછી આઠ પ્રકારનું બને છેઃ (૧) સારસ જલ, (૨) ઔદ્દભિક, (૩) વાયવ્યનું પાણી, (૪) કૂવાનું પાણી, (૫) નદીનું પાણી, (૬) તળાવનું પાણી, (૭) ઝરણાંનું પાણી, (૮) વીળાઓનું પાણી, સારસ જલ એટલે સરોવરનું પાણી મુખ્યત્વે ક્ષારવાળું વાયુ અને કફ ઉપજાવનારૂં માનવામાં આવ્યું છે. આ પાણીથી ચામડીના રોગો ફાટી નીકળે છે અને પાચન થયા પછી ભ્રમ અને શોષ જેવા ઉપદ્રવો પેદા થાય છે. નાના ખડકોમાંથી વહેતા જળને ઔદ્દભિક જળ તરીકે સંબોધવામાં આવે છે. આ પાણી હલકું અને જ્વરમાં આપવાલાયક માનવામાં આવ્યું છે. વાયવ્ય દિશામાંથી જે પાણી વહેવાની શરૂઆત થાય છે તેને વાયવ્ય પાણી તરીકે સંબોધવામાં આવે છે. આ પાણી ક્ષારવાળું અને ગરમ છે. કફ અને વાયુના રોગીઓ માટે આ પાણી હિતકર માનવામાં આવ્યું છે. કુવાનું પાણી શરદ ઋતુમાં કદી યે ન પીવું એમ આયુવેદનો મત છે. આ પાણી જઠર પ્રદીપ્ત કરનાર અને હલકું મનાય છે. નદીના પાણીમાં રેતી હોવાથી, તેમ જ તે વહેતું હોવાથી અને તેના ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોવાથી તે સ્વચ્છ બને છે. જંતુઓ સ્થગિત થઈ ચેપી બની શકતાં નથી અને સૂર્યના તાપથી નાશ પામે છે; તેથી એ પાણી હલકું, મધુર અને જઠર પ્રદીપ્ત કરનાર હોઈ પીવા માટે ઉત્તમ માનવામાં આવ્યું છે. તળાવનું પાણી ભારે છે. તે હ્રદયનાં રોગીઓ માટે ઉત્તમ મનાય છે. શદર ઋતુમાં આ પાણી પીવાથી ભલામણ કરવામાં આવી છે. ઝરણાનું પાણી કફના દર્દીઓ માટે હિતકર છે અને ગુલ્મ તથા હ્રદયના રોગીઓને પીવા માટે ઉત્તમ માનવામાં આવ્યું છે. આ પાણીથી ખસ, રતવા અને ધણી વખત ક્ષય જેવા રોગો થવાનાં ઉદાહરણો મળી આવે છે. વીળાઓનું પાણી ઘણું જ ખરાબ છે, તેથી હેડકી, લોહીબગાડ અને ચામડીના રોગો ઉત્પન્ન કરનાર મનાય છે. બધી જાતની જીવનસૃષ્ટિ માટે આ પદાર્થની પૂરી આવશ્યક્તા છે. હવાની માફક પાણી વિના પણ કોઈ જીવધારી જીવતું રહી શકતું નથી. તેથી આ શબ્દનો એક પર્યાય જીવન છે. પાણી એક મિશ્ર પદાર્થ છે. અમ્લજ અને ઉદ્દજન એટલે કે ઓક્સિજન અને હાઈડ્રોજન એ બે ગેસથી તે ઉત્પન્ન થયેલ છે. વિસ્તારના વિચારથી જોતાં તેમાં બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓક્સિજન હોય છે અને ગુરુત્વના વિચારથી જોતાં ૧૬ ભાગ ઓક્સિજન અને એક ભાગ હાઈડ્રોજન હોય છે, કેમકે ઓક્સિજનના પરમાણુ હાઈડ્રોજનના પરમાણું કરતાં સોળગણા અધિક ભારે હોય છે. ગરમી વધતાં વરાળ થઈને ઊડી જવાનો અને ઠંડીથી પથ્થર જેવું કઠણ થવાનો પ્રવાહી પદાર્થનો જે ધર્મ છે તે જેવો પાણીમાં જોવામાં આવે છે તેવો કોઈ બીજા પ્રવાહી પદાર્થમાં જોવામાં આવતો નથી. ૩૨ અંશની ગરમીએ તેનો બરફ થાય છે અને ૨૧૨ અંશની ગરમીએ વરાળ થાય છે. તેમની વચ્ચેની ગરમીએ તે પોતાના સ્વભાવિકરૂપમાં એટલે કે પ્રવાહીરૂપમાં રહે છે. પાણીને રંગ નથી, પણ બહુ ઊંડું પાણી કાળું દેખાય છે. મુખ્યત્વે કરીને વરસાદથી આપણને પાણી મળે છે. શુદ્ધ રૂપમાં પાણી બહુ જૂજ મળે છે. તેમાં કોઈ ને કોઈ ખનિજ પદાર્થ, વાયુ વગેરે મળેલ હોય છે, વરસાદનું પાણી ઊંચેથી અને વાયુમંડળ સ્વચ્છ થાય ત્યારે કોઈ વાસણમાં એકત્ર કરવામાં આવે તો શુદ્ધ હોય છે, અન્યથા તેમાં પણ ઉપર્યુક્ત દ્રવ્ય મળી જાય છે. પ્રાકૃતિક બરફનું પાણી પણ પ્રાયઃ શુદ્ધ હોય છે. ઊકળતું હોય તેમાંથી ખેંચેલ પાણી પણ બધા પ્રકારનાં મિશ્રણોથી શુદ્ધ હોય છે. આ પાણી દવામાં વપરાય છે. જે નદીઓ ઉજ્જડ સ્થાનો અને કાંકરીવાળા પ્રદેશમાંથી વહે છે તેનું પાણી પણ પ્રાયઃ શુદ્ધ હોય છે; પરંતું જેનો રસ્તો નરમ ચીકણી ભૂમિ અને ઘાટી વસતીની વચ્ચે થઈને જતો હોય છે, તેના પાણીમાં કોઈ ને કોઈ અન્ય દ્રવ્ય મિશ્રણ થયેલાં હોય છે. સમુદ્રના પાણીમાં ક્ષાર અને મીઠાનો અંશ અન્ય પ્રકારના પાણી કરતાં ઘણો વિશેષ હોય છે જેથી તે પાણી એટલું ખારૂં હોય છે કે પી શકાતું નથી. બધા પ્રકારનું પાણી વરાળ કરીને ઠારવાથી શુદ્ધ થાય છે. વૈઘકમાં પાણીને શીતલ, હલકું, રસના કારણરૂપ, થાક મટાડનાર, ગ્લાનિ દૂર કરનાર, બળ આપનાર, તૃપ્તિ આપનાર હ્રદયને પ્રિય, અમૃત સમાન જીવનદાયક, તેમ જ મૂર્ચ્છા, તરસ, તંદ્રા, વમન, નિદ્રા અને અજીર્ણનો નાશ કરનાર કહેલ છે. ખારૂં પાણી પિત્ત કરનાર અને વાયુ તથા કફ મટાડનાર છે, મીઠું પાણી કફ કરનાર અને વાયુ તથા પિત્ત ઘટાડનાર છે. ભાદરવા અને આસો માંસમાં વિધિપૂર્વક વરસાદનું ભેગું કરેલું પાણી અમૃતના જેવું ગુણકારી, ત્રિદોષ મટાડનાર, રસાયન, બળ આપનાર, જીવનરૂપ, પાચનશક્તિ વધારનાર તથા બુદ્ધિવર્ધક છે. વેગથી વહેતી અને હિમાલયમાંથી નીકળતી નદીઓનું પાણી ઉત્તમ અને ધીમે વહેતી અને સહ્યાદિ્માંથી નીકળતી નદીઓનું પાણી કોઢ, કફ, વાત વગેરે વિકારો ઉત્પન્ન કરનારૂં મનાય છે. ઝરણાનું તેમ જ પ્રાકૃતિક બરફનું ઓગળેલું પાણી ઉત્તમ કહેવાય છે. કૂવાનું પાણી બહુ ઊંડેથી તેમ જ કઠણ પથ્થરના થર ઉપરથી આવતું હોય તો ઉત્તમ, નહિતર દોષકારક કહેવાય છે. જે પાણીમાં કોઈ જાતની ગંધ કે સ્વાદ ન હોય તે ઉત્તમ અને હોય ને સદોષ ગણાય છે. પાણીને ગરમ કરવાથી તેમાનાં બધા દોષ જતા રહે છે. પ્રાચીન આર્ય તત્ત્વજ્ઞાનીઓએ જે પાંચ મહાભૂતોમાંથી જગતની તથા બધા પદાર્થોની ઉત્પત્તિ થઈ છે. તેમાં પાણીને ચોથું મહાભૂત માનેલું છે. રસતન્માત્રમાંથી ઉત્પન્ન થવાના કારણે રસ તેનો પ્રધાન ગુણ છે એને તેની અગાઉના ત્રણ તત્ત્વોના શબ્દ, સ્પર્શ અને રૂપના ગુણ ગૌણ કહેલ છે. પાચમાં મહાભૂતમાં પૃથ્વીના ગંધ નામના ગુણનો અભાવ છે. તેનું રૂપ એટલે વર્ણ સફેદ, રસ એટલે સ્વાદ મધુર અને સ્પર્શ શીતલ માનેલ છે. પરમાણુમાં તેને નિત્ય અને સવાયવ અર્થાત્ સ્થૂલ રૂપમાં અનિત્ય કહેલ છે. પાશ્ચાત્ય દેશોના દ્રવ્યશાસ્ત્રવિદો પણ વર્તમાન વિજ્ઞાનયુગના આરંભ પહેલાં હજારો વર્ષ સુધી પાણીને પોતે માનેલ ચાર મૂલતત્ત્વો એટલે અગ્નિ, વાયુ, પાણી અને માટીમાંથી એક માનતા રહ્યા છે. પુખ્ત ઉમરના માણસે આખા દિવસમાં ૬ થી ૮ પ્યાલા પાણી પીવું. એક પ્યાલો એટલે આશરે ૬ ઓંસ અથવા ૧૫ તોલા થાય. જમતી વખતે બહુ જ ઓછું પાણી પીવું અને જમ્યા પછી એક કલાક સુધી વધારે પાણી પીવું નહિ. દેખીતી રીતે શિયાળા કરતાં ઉનાળામાં વધારે પાણી પીવાની જરૂર પડશે. નાના બાળકોને ઓછું પાણી જોઈશે, પણ તેઓને તૃષા લાગે ત્યારે જ પાણી આપવામાં આવે તો ઘણું કરીને તેઓ જરૂર જેટલું જ પાણી પીએ છે. રૂઢિપ્રયોગ૧. ઊના પાણીએ ઘર ન બળે = જેનામાં જે જાતની શક્તિ ન હોય તેનાથી તેવું કામ ન થઈ શકે. |
13 | न. |
ટેક; વટ; શાખ; આબરૂ. |
|
14 | न. |
ઠંડો પદાર્થ. |
|
15 | न. |
તેલ ફૂલ અથવા ફળને કચરી તેમાં પાણી મેળવીને તેમાંથી યંત્ર વડે ખેંચીને તૈયાર કરેલું ઔષધનું પાણી. |
|
16 | न. |
દારૂ; શરાબ. |
|
17 | न. |
ધાર; વાઢ. |
|
18 | न. |
નરમ કે મુલાયમ વસ્તુ. |
|
19 | न. |
ન્યાય કચેરીનો આઠ માંહેનો એક ભાગ. |
|
20 | न. |
પરિસ્થિતિ; સામાજિક દશા. આ શબ્દ કેવળ ખરાબ પરિસ્થિતિ, ખરાબ ચાલચલગત કે ચારિત્ર બગડવાની સામાજિક દશામાં વપરાય છે, સારી સામાજિક સ્થિતિમાં નહિ. |
|
21 | न. |
પાણી જેવી કોઈ પાતળી વસ્તું; જળ જેવું કોઈ પ્રવાહી; ઘી, તેલ, ચરબી વગેરે સિવાય કોઈ પ્રવાહી પદાર્થ. |
|
22 | न. |
ફિક્કો અને સ્વાદ વગરનો પદાર્થ. જેમકે, દાળમાં શું દમ છે ? બિલકુલ પાણી છે. |
|
23 | न. |
બળ; જોર; શક્તિ; સત્તા; માલ; શૌર્ય શૂરાતન; જુસ્સો; પોરસ; તેજી; હિંમત; દમ; દૈવત; બહાદુરી; સ્વાભિમાન; મરદાનગી. |
|
24 | न. |
બળ, બંધારણ ને સ્વભાવનું વલણ. જેમકે, કાઠિયાવાડનું પાણી એનામાં નથી. |
|
25 | न. |
મધુ. |
|
26 | न. |
રૂપ; સ્વરૂપ. |
|
27 | न. |
લાવણ્ય; લખલખાટ; તેજ; નૂર; ચમક; ઓપ; કાંતિ. જેમકે, મોતી કે હીરાનું પાણી. |
|
28 | न. |
વખત; તક. |
|
29 | न. |
વરસાદ; મેહ; વૃષ્ટિ. |
|
30 | न. |
વર્ષ; સાલ. જેમકે, પાંચ પાણીનું સુઅર એટલે જેણે પાંચ વરસાદ દીઠા હોય એવું સૂઅર અર્થાત્ પાંચ વર્ષ પૂરાં થયાં હોય એવું સૂઅર. |
|
31 | न. |
વાર; દાણ. |
|
32 | न. |
વીર્ય; ધાતુ; રેત; શુક્ર. |
|
33 | न. |
શરમ. |
|
34 | न. |
સંકલ્પ; પણ; હથેળીમાં પાણી લઈ કોઈ કામ કરવાનું નક્કી કરવું તે. |
|
35 | न. |
સૂક્ષ્મદર્શક યંત્રથી પાણીમાં દેખાતો એક જાતનો ગોળાકાર પદાર્થ. તે હમેશા ફરતો રહે છે. |
|
36 | न. |
સોનારૂપાનો રસ; ઢોળ. |
|
37 | वि. |
ઠંડું. |
|
38 | वि. |
પાણી જેવું; પાતળું પ્રવાહી. |
|
39 | वि. |
પોચું; મોળું. |
|
40 | वि. |
બેસ્વાદ; ફિક્કું. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.