| 1 |
|
अ. क्रि. |
અસ્ત થવું; આથમવું.
|
| 2 |
|
अ. क्रि. |
આધાર રહિત થઈ નીચે પડવું; બેસી જવું. જેમકે, સડક બેસી ગઈ.
|
| 3 |
|
अ. क्रि. |
આરંભાવું; શરૂ થવું; નવું ચાલુ થવું.
|
| 4 |
|
अ. क्रि. |
આળસુ પડી રહેવું; નિરુદ્યમી થવું; કામમાં નહિ હોવું; કામકાજ વિના બેસી રહેવું.
|
| 5 |
. |
अ. क्रि. |
ઊઘડવું; બેઠક થવી. જેમકે, કોર્ટ બેસે કે તરત જ અરજી આપો.
|
| 6 |
|
अ. क्रि. |
કપાવું; ઘા અંદર પેશી જવો; પેસી જવું; લાગવું; વાગવું. જેમકે, છરી બેસી ગઈ છે.
|
| 7 |
|
अ. क्रि. |
કસ કે તીક્ષ્ણતા દૂર થવાં.
|
| 8 |
|
अ. क्रि. |
કીમત પડવી; ભાવ થવો; મૂલ્ય આપવું. જેમકે, તેના પાંચ રૂપિયા બેસે છે.
|
| 9 |
|
अ. क्रि. |
કોઈ સ્ત્રીએ કોઈ પુરુષને ત્યાં પત્ની તરીકે રહેવું. જેમકે, તે તેના ઘરમાં બેસી ગઈ.
|
| 10 |
|
अ. क्रि. |
ખર્ચ થવો.
|
| 11 |
|
अ. क्रि. |
ખોખરૂં થઈ જવું; તરડાઈ જવું; અવાજ જાડો થવો.
રૂઢિપ્રયોગ
સાદ બેસી જવો = અવાજ ઘોઘરો થઈ જવો. શરદી વગેરેની અસરથી અવાજમાં ફેર પડતાં ઘોઘરું બોલાય છે.
|
| 12 |
|
अ. क्रि. |
ગળી જવું; પીગળી જવું.
|
| 13 |
|
अ. क्रि. |
ગૂંથાવું.
|
| 14 |
|
अ. क्रि. |
જામવું; નીચે બેસવું; નીચે ઠરવું. જેમક, ડોળ બેસી ગયો.
|
| 15 |
|
अ. क्रि. |
ટાઢા થઈ જવું; શાંત પડવું; થાકી જવું.
|
| 16 |
|
अ. क्रि. |
ઠરવું; વળવું. જેમકે, લખવામાં હવે હાથ ઠીક બેસી ગયો છે.
|
| 17 |
|
अ. क्रि. |
તંગ થવું; ભિડાઈને આવી રહેવું; લગોલગ આવી રહેવું.
|
| 18 |
|
अ. क्रि. |
તેજ વિનાનું થઈ જવું.
|
| 19 |
|
अ. क्रि. |
દેવાળું કાઢવું; શાખ ઘટી જવી; પાયમાલ થવું.
|
| 20 |
|
अ. क्रि. |
નમવું; ઝૂકવું.
|
| 21 |
|
अ. क्रि. |
પક્ષમાં મળવું.
|
| 22 |
|
अ. क्रि. |
પગ ટેકવી પાંક સંકોચી રહેવું.
|
| 23 |
|
अ. क्रि. |
પગને વાળી પેટના પાસા ઉપર આડા પડવું.
|
| 24 |
|
अ. क्रि. |
પાછલી ક્રિયાના સંબંધમાં આરંભ કરવો; બીજા ક્રિયાપદ સાથે આવતાં તે ક્રિયા શરૂ કરવી.
|
| 25 |
|
अ. क्रि. |
ફળફૂલનું આવવું.
|
| 26 |
|
अ. क्रि. |
ફૂટવું.
|
| 27 |
|
अ. क्रि. |
બળવું; દાઝવું; ગરમીને જોરે અનાજનું બળીને વાસણ ચોટવું.
|
| 28 |
|
अ. क्रि. |
બંધબેસતું આવવું; બરાબર જોઈએ તેમ આવી રહેવું; બેસતું આવવું.
|
| 29 |
|
अ. क्रि. |
બાઝી રહેવું; ચોટી રહેવું; વળગી રહેવું.
|
| 30 |
|
अ. क्रि. |
ભારથી નીચે નમવું; ભાંગી પડવું. જેમકે, બહુ ભારથી પાટિયું બેસી ગયું.
|
| 31 |
|
अ. क्रि. |
ભાવનું ઘટી કે ઊતરી જવું; ભાવનું નીચે આવવું.
રૂઢિપ્રયોગ
બેઠો ભાવ = જે કીમત પડેલી હોય તે જ વેચાણની કીમત રાખવી તે; ખરીદ કર્યું હોય તે ભાવ.
|
| 32 |
|
अ. क्रि. |
મન મળવું; રુચવું; એકરાગ કે એકમન થવું; સમભાવ આવવો.
રૂઢિપ્રયોગ
૧. બેસતી રાશ = મળતાવશેક; બનાવ.
૨. બેસતો પાટો = મેળ; બનાવ; બનતી રાશ.
|
| 33 |
|
अ. क्रि. |
રાહ જોવી; ખોટી થવું.
|
| 34 |
|
अ. क्रि. |
રીત પ્રમાણે ગોઠવાવું.
|
| 35 |
|
अ. क्रि. |
લાગવું; રંગ બેસવો.
રૂઢિપ્રયોગ
રંગ બેસવો = (૧) રંગ લાગવો. (૨) સોબતની અસર થવી.
|
| 36 |
|
अ. क्रि. |
વ્યાપવું; અસરવાળું થવું.
|
| 37 |
|
अ. क्रि. |
શરીરને આરામ મળે એવી રીતે ઠરી ઠામ રહેવું; આસન કરવું; પગ વાળી કે પ્રસારીને નિરાંતે સ્થિર થવું; ભોંય, આસન વગેરે ઉપર શરીર સ્થિર કરવું; આરામથી રહે એમ કરવું; જમીન ઉપર આસન માંડવું; કૂલાને ટેકવવો. નરસિંહરાવે બેસવું ક્રિયાપદ સંસ્કૃત ઉપવિશ્ ધાતુમાંથી આવેલ છે એમ તેનાં સંસ્કૃત પ્રાકૃત રૂપો ઉપરથી બતાવેલ છે. જેમકે, સં. ઉપવિશતિ તેનું પ્રાકૃત ઉવઇસઇ-વઇસઇ-બઇસઇ અને તે ઉપરથી ગુજરાતી બેસે. બેસવું જમવા કારણે, બેસવું રિસાઈને જેહ; બેસવું ઓડો બાંધીને, બેસવું બેસણે તેહ. બેસવું ખાવા ખાસડાં, બેસવું નિર્લજ્જ થઈ તેહ; બેસવું ગપ્પા મારવા, બેસવું પરાણે જેહ. બેસવું તે ઘર ઝાલીને, બેસવું જગ્યા જોઈ; બેસવું વેશ ધારણ કરી, બેસવું ન ઠેલે કોઈ. બેસવું જઈ વરામાં ગરી, બેસવું સાંકડ મલે; બેસવું સંફસ મારીને, બેસવું જ્યાં સરખાઈ. બેસવું તે જોઈ વાટડી, બેસવું ટાણું જોઈ; બેસવું જઈને એકલું, બેસવું રેઢું નહિ કોઈ.
રૂઢિપ્રયોગ
૧. અડંગા-લાંબા ટાંટિયા ઘાલીને-પગ પસારીને બેસવું = (૧) જરૂરની માગણી કરવી. (૨) લાંબા પગ કરી બેસવું.
૨. આવ્યાં મળવા ત્યારે બેસાડ્યાં દળવા = જે કામ માટે આવેલ હોય તેના કરતાં જુદું કામ સોંપવું; ઊલટું થવું.
૩. ખૂણે બેસવું = શોક પાળવો; રાંડવું; વિધવા થવું.
૪. ગાદીએ બેસવું = (૧) રાજાની આણ ફરવી; અમલ ચાલુ થવો. (૨) રાજ્યાભિષેક થવો.
૫. ગાંઠ વાળીને બેસવું = શાંતિથી બેસવું.
૬. ઘર બેસવું = નિઃસંતાન જવું.
૭. ઘેર બેસવું = (૧) ઉદ્યોગ જતો રહેવો; ધંધામાંથી રજા મળવી; બેકાર થવું. (૨) નોકરીમાંથી કાઢી મુકાવું.
૮. ટાંટિયા બેસવા = છેક નિરાશ થઈ જવું.
૯. દાણા બેસવા-બેસી જવા = લાંબા સમયને લીધે અનાજનું સડી જવું.
૧૦. દૂર-વેગળું બેસવું = સ્ત્રીએ રજસ્વલા થવું.
૧૧. નિશાળે બેસવું = ભણવા નિશાળે જવું.
૧૨. પલાંઠી મારીને-વાળીને બેસવું = શાંતિથી બેસવું.
૧૩. બારણે બેસવું = (૧) ઉઘરાણીને માટે તકાદો કરવો; ત્રાગું કરવું. (૨) નિરાધાર થવું; રહેવા ખાવાનો હક્ક કે સાધન જતું રહેવું.
૧૪. બેઠા થવું = (૧) ઊભા થવું; ખડા થવું. (૨) મંદવાડમાંથી સાજા થવું.
૧૫. બેઠાની-બેસવાની ડાળ કાપવી-તોડવી = જે વડે ગુજરાન ચાલતું હોય અથવા જેનો આધાર હોય તે જ મૂર્ખાઈથી હાથે કરીને ગુમાવવું; જીવનનો આધાર ભાંગવો. એક ગામડિયો ઝાડ ઉપર ચડીને જે ડાળીએ બેઠો હતો તે જ ડાળ કાપતો હતો, પણ એનામાં એટલી સમજ ન હતી કે, એમ કરવાથી હું જાતે જ પડી જઈશ અને મને વાગશે. એ ઉપરથી આ પ્રયોગ થયાનું જણાય છે.
૧૬. બેસ બેસ = રાખ રાખ; બંધ કર; જોયું તારૂં ડહાપણ.
૧૭. બેસતાં શીખવું = લપસી પડવું; ચીકણી ભોંય ઉપર પગ ન ઠરતાં સરકી જવો.
૧૮. બેસતો રાજા અને આવતી વહુ = છાપ પડે તો પહેલેથી પડે.
૧૯. બેસવા ઊઠવાની જગા = (૧) દીવાનખાનું. (૨) વાતચીત કરવાનું પાત્ર; મેળાપી માણસ.
૨૦. બેસવા જવું = (૧) ખરખરો કરવા જવું; ઉઠમણે જવું. (૨) નાત જમતી હોય ત્યારે પાટે બેસવા જવું. (૩) મળવા જવું. (૪) સંભોગ કરવો.
૨૧. બેસવાની ડાળ = આધારસ્થાન; આશ્રયનું સ્થાન.
૨૨. બેસવાનું જાણ્યું હતું, પણ ઊંચકવાનું થયું = ધારણા ફળીભૂત ન થવી; કમબખ્તી બેસવી; આબુ લેતાં જાંબુ ગયું; બકરૂં કાઢતાં ઊંટ પેઠું.
૨૩. બેસવાનું મટાડીને ઊભા રહેવાની કરવું = ઊંઘ વેચીને ઉજાગરો લેવો.
૨૪. બેસી પડવું = (૧) ચાલવામાંથી એકદમ થાકીને બેસી જવું. (૨) ધંધામાંથી કે માથે લીધેલ કામમાંથી અધવચ ખસી જવું.
૨૫. બેસી રહેવું = (૧) કાંઈ ઉદ્યમ કે પ્રવૃત્તિ ન કરવાં; નિષ્કર્મ થઈ રહેવું; ધંધાધાપા વગરના રહેવું; આળસુ પડી રહેવું. (૨) પ્રસંગની રાહ જોતા રહેવું; પ્રતીક્ષા કરવી. (૩) મૌન ધારણ કરવું.
૨૬. બેસીએ જોઈ, તો ઉઠાડે નહિ કોઈ = જો માણસ પોતાની જગ્યાએ બેસે, તો કોઈ તેને ખસવાનું કહે નહિ.
૨૭. બેસીને સૂઈ જવું-સૂવું = જોઈ વિચારીને ચાલવું; વિચારીને કરવું; વિચારીને કામ કરવું; સાહસ નહિ કરવું; એકદમ અવિચારે કામ નહિ કરવું.
૨૮. રોજે બેસવું = રોજની મજૂરીથી કામે લાગવું.
૨૯. સામી બાંખરી બાંધી બેસવું = દુશ્મનાવટ ઊભી કરવી; સામા થવું.
|
| 38 |
|
अ. क्रि. |
સત્ત્વ જતું રહ્યું હોય એવું થઈ જવું.
રૂઢિપ્રયોગ
બેસી જવું = (૧) ગાલ મળી જવા. (૨) દેવાળું કાઢવું.
|
| 39 |
|
अ. क्रि. |
સમજાવું; અર્થ બેસવો; જુગતી લાગુ પાડવી; અર્થ સમજાવો; યુક્તિ કે રીતની સમજ પડવી. જેમકે, અર્થ બરાબર બેસતો નથી.
|
| 40 |
|
अ. क्रि. |
સવારી કરવી. જેમકે, ઘોડે બેસવું.
|
| 41 |
|
अ. क्रि. |
સેવવું. ઈંડાં માટે વપરાય છે.
|
| 42 |
|
अ. क्रि. |
સ્થાપિત થવું; જારી થવું.
|
| 43 |
|
अ. क्रि. |
સ્થિર થવું; ગોઠવવું; ડગુમગુ થતું બંધ થવું.
|