ટાઢી સાતમ

July 28 2017
Written By Gujaratilexiconmegha gokani

ટાઢી સાતમ

હમણાં તો તહેવારો ની સીઝન ચાલે છે , એક પછી એક એમ તહેવારો વારી જ છે , નાગપાંચમી , નાનીસાતમ ,રક્ષાબંધન, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ ,જન્માષ્ટમી, નોમ , ગણ્યા ગણાય નઈ એટલા તહેવારો …..

આમ તો દ્વારકા માં રહું છું એટલે મને જન્માષ્ટમી વધુ ગમે પણ …. મારા મને મને નાની સાતમ અને મોટી એટલે કે શીતળા સાતમ પણ આટલી જ ગમે …. એનું મહત્વ કેટલું છે તેની વાર્તા મેં વાંચી છે ….. પણ મને તે સાતમ ગમવા નું કારણ કાંઈક બીજું જ છે ,

ખાસ કરી ને તે દિવસે આપણે બધા ટાઢું ખાઈએ છીએ ને એ …..
હવે ઘણા ને આ પર થી વિચાર આવશે કે શું ટાઢું ખાવા માટે મને એ તહેવાર ગમે છે?

તો એનો જવાબ પણ હું હા માં આપીશ …..

એની પાછળ કાઈ ખાસુ એવું કારણ નથી …. ટાઢું એટલે આગલે દિવસે રાત્રે બનાવેલું ભોજન જે બીજે દિવસે આપણે બપોરે જમીએ …. કારણકે તે દિવસે આપણે ગેસસ્ટોવ કે ચૂલો ચાલુ કરતા નથી……

હવે આ બધા માંથી મારી ગમતી વાત એ છે કે આગલા દિવસે તૈયાર કરેલ જે બીજે દિવસે ઉપયોગ માં લેવાઈ છે …. આજ કાલ ના ભાગદોડ ભર્યા જીવન માં કોઈ ને આજ પણ સરખી રીતે જીવવા સમય મળતો નથી ….. તો ગયા દિવસ ને યાદ કરી ને તેની ખુશી માણીએ એ તો બહુ દૂર ની વાત થઈ ……

અને આ સાતમ કે પછી નગપંચમી જે કયો …. તે દિવસે આપણે આપણા ઘર માં રહેલા આપણા વડીલો ની વાત રાખવા ફરજિયાત પણે આગલા દિવસ ને એટલે કે વીતેલા દિવસ ને યાદ કરી ને હાલ નો દિવસ વિતાવો પડે જ છે …….

આ બધા પર થી મને તો બસ આટલું જ શીખવા મળ્યું કે વીતેલા સમય ને યાદ હંમેશા કરવો જ પડે છે ….. સમય જરૂર વીતે છે ,પણે તે સમય ની યાદો કેદ થઈ ને આપણી પાસે પડી હોય છે.પણ આપણે આગળ નું વિચારવા માં એટલા મશગુલ હોઈ કે વીતેલું આપણે ભૂલી જ જઈએ છીએ …..

હા ,આગળ નું વિચારવું એ કાંઈ ખોટી વાત નથી રાંધણ છઠ્ઠ ના પણ આપણે બીજા દિવસે આવતા દિવસ નું વિચારી ને આગળ વધીએ છીએ

તો ના તો ગઈકાલ ,કે ના તો આજ કે ના પછી આવતીકાલ …. આ બધા માંથી કોઈ વિશે વિચારવુ એ ખોટું નથી
પણ આજ ને આવતી કાલ માં આપણે જે ગઈ કાલ વિશે વિચારતા ભૂલી જઈએ છીએ ને …. એ બહુ ખોટુ છે …….

જો વીતેલી કાલ કાળી હોઈ તો ભૂલવી સારી છે પણ એ જ વીતેલી કાલ માં કાંઈ પણ સારું છે તો તેને ભૂલવી એ બહુ ખરાબ બાબત છે……

અને વધુ પડતો આવતી કાલ નો વિચાર કરવો એ પણ ખરાબ છે ….. વિચાર બરાબર પણ વધુ પડતો વિચાર ….. આવતી કાલ માટે આજ માટે કે ગઈ કાલ માટે એ આપણા માટે જ હાનિકારક નીવડી શકે છે……

તો આ પાંચમી માં અને સાતમ માં ટાઢું જરૂરી થી ખાજો અને રાંધણ છઠ્ઠ ના બે દિવસ ની રસોઈ કરવા નું ભૂલશો નઈ ને ..?

-મેઘા ગોકાણી Megha gokani
દ્વારકા

(તમે તમારા વિચારો gokanimegha19@gmail.com પર શરે કરી શકો છો )

More from megha gokani

More Article

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

જૂન , 2024

શુક્રવાર

21

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects