પતંગ અને ફીરકી યુદ્ધ
January 13 2020
Written By
Rahul Viramgamiya
ભોલુ આજે બહુ ખુશ હતો, કારણ કે તેના પપ્પા તેના માટે નવા-નવા પતંગો અને ફીરકી લાવ્યા હતા.એવામાંં ભોલુની મમ્મીએ, ‘બેટ, હજુ ઉત્તરાયણને બે દિવસની વાર છે. પતંગો અને ફીરકી લાવ મૂકી દઉં.’ કહીને પતંગો અને ફીરકી ખૂણામાંં મૂક્યાંં, કે તરત જ પતંગોમાંંથી એક લાલ આંંખોવાળો પૂંછડિયો પતંગ બોલ્યો, અરે, સામે જુઓ
તો સુરતી ફીરકી છે, જે આપણી બાજુની દુકાનમાંં હતી. બધા પતંગોએ હા ભરી. ત્યાંં ચમકતા પતંગે કહ્યું, ફીરકી બહેન, આ વખતે પીળા કલરમાંં જ પાછાંં! આગળ કહે છે- અરે…રે…રે…ઓફીસ્કીબેન તમારી ઉપર બહુદયા આવે છે, તમારાંં તો ગણતરીના ચાર-પાંંચ જ કલર આવે છે. અમને તો કોણ જાણે લોકો કેવા રંગ સાથે ચગાવે છે,
અરે ઓ…ઓ…ફીસ્કીબેન તમારી ઉપર બહુ દયા આવે છે. સુરતી ફીરકી પોતાનો પક્ષ લેતા બોલી, અરે, ઓ ઢાલ, પૂંછડિયા અને ઓ ચમકીલા પતંગ, તમે લોકો શાંંત થાવ. તમારે મારા વિના ચાલે જ નહીં. જાવ… જાવ… છોકરાઓ ફક્ત અમારા કલરો અને સુંદરતાને પસંદ કરે છે. ઢાલે કહ્યું. સામે સુરતી ફીરકી વટમાંં બોલી, ‘એવું હોય તો બોલ કે તને ચગવા કિન્ના કોની બાંંધવી પડે છે ? હાથ જોડું છું પતંગ મહારાજ, મારી ઉપર દયા જરાય ના ખાશો. આગળ કહે છે-‘હાથ જોડું છું પતંગ મહારાજ, મારી ઉપર દયા જરાય ના રાખો. અમને ખોટું બોલ્યાંં છો તો ઇજ્જતીથી કહું છું માફી માગો. હાથ જોડું છું પતંગ મહારાજ, મારી ઉપર દયા જરાય ના ખાશો ત્યાંં ચમકતો પતંગ ગુસ્સે થયો, તમને આકાશ સુધી પહોંચવા મદદ કોણ કરે છે ? અમે જ તો. એટલામાંં પૂંછડિયા પતંગે આ ઝાઘડાને મોટું રૂપ ન મળે એથી કહ્યું, અરે તમે ઝઘડો ના. હું કહું એટલું કરો, હમણાંં શાંંત બેસો. ઉત્તરાયણના દિવસે જોઈશું કે કોને કોની વગર ચાલે છે! ઉત્તરાયણ આવી પહોંચી. ભોલુ પતંગો અને ફીરકી
લઈને ધાબા પર ગયો. એકલો પતંગ કંઈ ઉડતો હશે! અને એકલો દોરો પણ શું કામનો! આખરે ભોલુના પપ્પા આવ્યા અને પછી પતંગ ઉપર ફીરકીના દોરાથી કિન્ના
બાંંધી. ત્યારબાદ તેને ઉડાવ્યો. આ જોઈને પૂંછડિયો બોલ્યો, ‘બોલો, કોઈને કોઈની વગર ચાલે છે? બધાને આગળ વધવા માટે કોઈની મદદ તો લેવી જ પડે છે.
આ જોઈ ફીરકી અને પતંગોને ભૂલ સમજાઈ કે ઉત્તરાયણ એકલો પતંગો કે દોરાનો નહીં, પણ બંનેનો એટલો કે પતંગ-દોરાનો તહેવાર છે.
More from Rahul Viramgamiya
More Article
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.