બાળકૃષ્ણ લીલાઓ
January 09 2020
Written By
Rahul Viramgamiya
એ પણ કૃષ્ણ કાલિયા નાગની ફેણ ઉપર નૃત્યની મુદ્રામાંં દેખાય છે. નાગ મૂછિત થઈ જાય છે. કાલિયા નાગનો પરિવાર અને પત્નીઓ વિચારે છે-
આ તો દેવતાઓથી પણ મોટા દેવ લાગે છે. અમારા નાગરાજાની ફેણ ઉપર કેવું નૃત્ય કરે છે! લાગે છે કે એમને હવે મારી જ નાખશે.
નીડર થઈને નૃત્ય કરે છે. એના કારણે અમારા નાગરાજ મૂછિત થઈ રહ્યા છે.
કાલિયા નાગનો પરિવાર ભયભીત થઈ જાય છે. તેઓ શ્રીકૃષ્ણના નૃત્યથી ડરી જાય છે. શ્રીકૃષ્ણ તેમના નૃત્યમાંં મસ્ત હતા.
ક્ષમા કરો ભગવન,ક્ષમા કરો હું તમને ઓળખી ગઈ. મારા પતિના જીવની રક્ષા કરો.
કાલિયા નાગ પણ હાથ જોડીને વિનંતી કરે છે. મને માફ કરી દો. મને જીવનદાન આપો. હા, પણ તારે સહપરિવાર યમુનાનો આ તટ ખાલી કરીને સમુદ્ર તરફ જવું પડશે હ, હું એવું જ કરીશ.
થોડી વારમાંં એ વિશાળ નાગ સાથે આખો પરિવાર યમુના નદીની બીજી તરફ જતા દેખાય છે. શ્રીકૃષ્ણ હેમખેમ નદીમાંંથી બહાર આવે છે અને બધાંં બાળકો ખુશ
થઈને બૂમો પાડે છે.બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય !
More from Rahul Viramgamiya
More Article
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ