શિયાળનું વૃક્ષારોપણ
January 09 2020
Written By
Rahul Viramgamiya
જંગલમાંં એક કપટી એવું કાલુ શિયાળ રહેતું હતું. તે ખૂબ જ ચપળ અને ચકોર હતું. બધાંં સાથે ઝઘડો પણ કરતું રહેતું હતું. તે જંગલનાંં લીલાંંછમ વૃક્ષો, ડાળી, પાંંદડાંંને
પણ નુકસાન પહોંચાડતું. કાલુ શિયાળનો ત્રાસ દિવસે ને દિવસે વધી ગયો હતો. વનનાંં પ્રાણીઓ પણ તેનાથી કંટાળી ગયાંં હતાંં.એક દિવસ સૌએ સાથે મળીને કાલુ
શિયાળના પિતાજીને ફરિયાદ કરી. એ પછી પિતાજીએ કાલુ શિયાળને ઠપકો આપ્યો, કાલુ, હવે તારી ક્યાંંયથી પણ ફરિયાદ આવી તો તને જંગલમાંંથી તડીપાર કરી દેશે.
થોડા દિવસ કાલુ શિયાળ બરાબર ચાલ્યું, પણ એક વાર તે શિકારની શોધમાંં જંગલમાંં ઘણું ફર્યું, પણ શિકાર ન મળ્યો. શિકાર તો સિંહ, દીપડા, વાઘ જ કરી જતા. બાકી
ખાતાંં વધેલું તેના ભાગે આવતું. આખરે તે શિકાર ની શોધમાંં જંગલની હદ વટાવી શહેરની હદમાંં માનવવસ્તીમાંં પહોંચી ગયું. અરે, પણ તેણે જોયું કે અહીં તો માનવો
પણ માંંસાહારી હતા. તે થાકી ગયું હોવાથી એક ખંડેર જગ્યાએ આરામ કરવા બેઠું. એને બહુ બીક લાગતી હતી. એ તો બીકના લીધે ઊભું થઈને આમ-તેમ દોડવા લાગ્યું.
ખૂબ તડકો લાગતા તે લીલુંછમ ઝાડ શોધવા લાગ્યું. પરંતુ અહીં માણસોએ ઝાડ કાપી નાખ્યાંં હતાંં. હવે તે મનોમન મૂંઝાયો અને તેને લીલાંં વૃક્ષોની કદર સમજાઈ.
અરે, શિકાર તો તેને મળ્યો નહીં, પણ ત્યાંં તૂટેલા માટલામાંંથી પાણી પીને એ તો સીધું ભાગ્યું પોતાના જંગલ તરફ. રસ્તામાંં દોડતાંં-દોડતાંં કાલુ શિયાળ વિચારવા
લાગ્યું, મારી જેમ માણસો પણ વૃક્ષો કાપવા માંંડ્યાંં છે. અત્યાર સુધી મેં કોઈની વાત માની નહીં, આજે મને મારી ભૂલ સમજાય. વળી તે મનોમન બોલ્યું, જો આમને
આમ ચાલશે તો આગામી દિવસોમાંં માનવો જંગલને સાફ કરી નાખશે. જો આમ થશે તો જીવો નાશ પામશે.ઘરે આવીને કાલુ શિયાળે તેના પિતાજીની માફી માંંગી.
કાલુ શિયાળે વૃક્ષો વાવવાની વાત સિંહ રાજાને કરી. સિંહ રાજાએ એક મિટિંગ રાખી અને તેમાંં એવો ઠરાવ પસાર કરાવ્યો કે દરેકે પોતાના ઘરની પાસે અને આખા
જંગલમાંં વૃક્ષારોપણ અભિયાનમાંં સાથ આપવો. બધાંં પ્રાણીઓ આ વાત સાથે સંમત થયાંં. સવારમાંં દરેક પ્રાણીઓ પોતપોતાના સ્થાનમાંં વૃક્ષારોપણ કરવા લાગ્યાંં.
આથી જંગલના રાજા સિંહ તથા હાથીભાઈએ કાલુની પીઠ થાબડીને અભિનંદન આપ્યા. ત્યારબાદ સવાર પડતાંં જ જંગલના તમામ વૃક્ષોને કાલુએ પાણી પિવડાવ્યું.
થોડા સમય બાદ વૃક્ષારોપણ કરેલાંં વૃક્ષોમાંં કૂંપળ ફૂટી. દૂર-દૂર લહેરાતાંં લીલાંં વૃક્ષોને જોઈને કાલુના અંતરમાંં આનંદ થયો.
More from Rahul Viramgamiya



More Article



Interactive Games

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.