કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?
December 04 2019
Written By
Rahul Viramgamiya
કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?જવાબ માં મેં કહ્યું કે એવી હોય છે માં,
જે આપણે દુનિયા દેખાડે છે,ભૂખી રહી છે પોતે ને આપણે જમાડે છે,ઠંડી સહન કરીને આપણે આચળ ઓઢાડે છે,કંઈક વાગી જાય તો આપણી સાથે રડે છે જે ………..એવી હોય છે માં
બોલતા આપણે શીખવે છે,ચાલતા આપણે શીખવે છે,લખતા આપણે શીખવાડે છે,કંઈક ચૂક થાય તો આપણે મારીને પોતે દુઃખી થાય છે જે ………..એવી હોય છે માં,
આપણા મનને સમજે છે,ઈચ્છા પૂરી કરે છે,પપ્પાના માર થી બચાવે છે,અસીમ પ્યાર અને મમતા છલકાવે છે જે ……એવી હોય છે માં,
નિશાળે મુકવા-લેવા આવે છે,નાસ્તો ભરીને આપે છે,homework માં મદદ કરે છે,૧૦૦ શિક્ષકોની તોલે આવે છે જે …………એવી હોય છે માં
મિત્ર સમોવડી બને છે,સારા સંસ્કાર આપે છે,આપણું જતન કરે છે,ને માટીના ઢગ સમાન એવા આપણે ઇન્શાન બનાવે છે જે ………..એવી હોય છે માં,
કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?જવાબમાં મેં કહ્યું કે-”જાણે ધરતી પર સાક્ષાત ભગવાન હોય” એવી હોય છે માં”……………મુકતા મેઘા
More from Rahul Viramgamiya



More Others



Interactive Games

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.