મા તારો પાલવ યાદ આવે…
February 05 2020
Written By
Rahul Viramgamiya
સાંજ પડે ને માં તારો પાલવ યાદ આવે,આ મોટપ ની મજા પણ આજે મને ફિક્કી લાગે.બસ આજે મને મારુ બાળપણ યાદ આવે,દુખી થાતા જ્યારે ત્યારે માં તારો પાલવ યાદ આવે.આજે ભલે મોટા થયા અમે પણ માં તુ યાદ આવે.બાળપણ ના દુ:ખ મા તો માં ના પાલવ માં રોતા,દુ:ખ તો આજે પણ છે પણ કેમ એને નથી કહેતા.
શાયદ બઉ નડે છે આ મોટપ એને કહેતા.પણ એક દિવસ મા તને ભેટીને બધુ કહેવુ છે મારે.રોતા હતા મા ના પાલવમા નાના હતા ત્યારે .પણ આજે શરમાઇ છે લોકો કો રોતા મા ના પાલવમા.સમય જતો રેહશે ને આ પાલવ પણ જતો રેહશે .
રોઇ લેજો મા ના પાલવમા દુ:ખ આવે તો.કારણ કે આજ એક દરવાજો છે દુખ દુર કરવાનો.દુનીયા માં બધુજ મળશે તમારા પૈસા થી.પણ મા નો પાલવ નઈમળે તમારા પૈસા થી.સમય તો વિતિ જશે ને આ જીંદગી પણ .જો મા મળી હોય ને તો પામી લેજો એને.કામ તો આવતા રેહશે આ દુનીયામા.પણ એ કામમા પણ પુછતા રહેજો મા ને,
કે મા મારાથી કોઈ તકલીફ તો નથી ને,કે મા તારી તબીયત તો સારી છે ને,
ત્યારે જોજો ખાલી એની આંખોમાં ,શાયદ તમારા બધા જ સવાલો ના જવાબ હશે,
પણ એ એક આંસુ ના રૂપ મા હશે. આજે છુ હું મા એ પણ તારી બદોલત છુ,
પણ અસર્મથ છુ તારા પ્રેમ ને વર્ણવા મા.
More from Rahul Viramgamiya
More Others
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ