મહાનગર મુંબઈ અને કોલકત્તા કરતાં પણ ઉંમરમાં વરિષ્ઠ અમદાવાદ ૬૦૦ વર્ષ પૂરાા કરી ચૂક્યું છે. અહમદશાહના કૂતરાઓને સાબરમતીના કિનારે વસતા સસલાઓએ ભગાડ્યા ત્યારથી માંડીને આજ સુધી આ શહેરની ભૂમિ અનેક અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. પ્રત્યેક વર્ષે વધુને વધુ યુવાન થતા આ શહેરનો રહેવાસીઓમાં અનેરો તરવરાટ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના સ્થાપના દિન વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતીને કિનારે સવારથી અનોખો ઉત્સવ ઊજવાયો હતો તો બીજી તરફ અનેક સંસ્થાઓ અને શાળાઓમાં પણ કાર્યક્રમો યોજાયા હતાં. સૈકાઓ જૂની પરંપરા અને પાશ્ચાત્ય આધુનિકતાનો સંગમ આ શહેરમાં ભારોભાર છે. શ્રેષ્ઠ આર્કિટેકટો પોળોના પ્રાચીન કાષ્ટકામને અને સીદી સૈયદની જાળીને જોઈને દંગ થઈ જાય છે તો લકાર્બુઝિયેરના સંસ્કાર કેન્દ્ર અને લૂઈ કહાનના આઈ.આઈ.એમ.ને જોઈને નતમસ્તક બને છે.
સ્થાપના દિવસ અમદાવાદ માટે અનેરું પર્વ બન્યો છે. આ ‘પર્વ’ની ઉજવણી અંતર્ગત રન ફોર અમદાવાદ , વિવિધતાઓને આવરી લેતું ચિત્ર પ્રદર્શન, ક્વિઝ વગેરેનું આયોજન થાય છે. પોળ, જૂની સોસાયટીઓમાં સુશોભન અને રોશની કરવામાં આવે છે.
ચાલો આજે આપણે એક વાર ફરી યાદ કરી લઈએ કે “જબ કુત્તે પે સસ્સા આયા તો અહમદશાહને યે શહેર બસાયા”
આ અમદાવાદ વિશેની વધુ વિગતો તમે એક્સ્પ્લોર ગુજરાતમાંથી મેળવી શકો છો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.