એવું કહેવાય છે કે “જેનો જેવો ધંધો, તેવું તેને દેખાય”. જેમ કે કાપડનો વેપારી કોઈ વ્યક્તિને મળે તો તેની પ્રથમ નજર તેનાં કપડાં પર જતી હોય છે, જૂતાંનો વેપારી પહેલાં બીજાના ચંપલ પર નજર ફેરવતો હોય છે, તે જ રીતે કોઈ મહારાજ જ્યારે કોઈના ઘરે જાય ત્યારે વાસ્તુશાસ્ત્ર જોઈ જ લેતા હોય છે. લોકોને પોતાની સાથે સંલગ્ન હોય એ વસ્તુ સૌપ્રથમ દેખાય છે. એમાંથી અમે પણ બાકાત નથી જ. અમે પણ જ્યારે કોઈ ચીજ, નામ કે સ્થળ જોઈએ તો એ શબ્દનો અર્થ જાણવા અમને વધુ તાલાવેલી રહે છે. જેમ કે, સામાન્ય લોકો માટે ચાર્જર એ અમારા માટે ચાર્જર તો છે જ પરંતુ તે ચાર્જરમાં રહેલા ‘ચાર્જ’ શબ્દના અર્થમાં અમને વધુ રસ છે.
એટલે વીજળીનો પ્રવાહ એ તો બધાને ખબર જ છે પણ ગુજરાતી ભાષામાં પણ ‘ચાર્જ’ શબ્દ છે જેનો અર્થ થાય છે કામકાજનો હવાલો.’ છે ને જાણવાં જેવું અને રસપ્રદ?
ચાલો આજે વારંવાર ઉપયોગમાં લેવાતા કેટલાક એપ્સ/સોફ્ટવેરના નામમાંથી એવા શબ્દ અને તેના ગુજરાતી અર્થ શોધીએ કેમ કે નામ મળી જાય પછી અર્થ માટે તો ગુજરાતીલેક્સિકન મદદ માટે હંમેશા તૈયાર જ બેઠું હોય. જેમ કે,
ગૂગલ ક્રોમ –
એડોબ
જીમેલ
ઇન્સ્ટાગ્રામ
નેટફ્લિક્સ
પેટીએમ
ટીકટોક
ઉબર
આ તો ફકત થોડાં ઉદાહરણો છે, તમે પણ તમારી આજુબાજુ રહેલા આવા નામમાંથી ગુજરાતી શબ્દ શોધી શકો છો અને તે શબ્દના અર્થ માટે www.gujaratilexicon.com કે ગુજરાતીલેક્સિકનની એપ ડાઉનલોડ કરી તે શબ્દોના gujarati to gujarati (જો ગુજરાતી શબ્દ હોય તો) અને english to gujarati (જો અંગ્રેજી શબ્દ હોય તો) અર્થ શોધી શકો છો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ