Gujaratilexicon

સાચા શબ્દો : ખોટા શબ્દો ભાગ-4

July 12 2010
Gujaratilexiconbozivbfloal bozivbfloal

  • ‘પ્રસંગોપાત્ત’ અને ‘પ્રાયશ્ચિત્ત’ આ બંને શબ્દોને છેડે ‘ત્ત’ લખાશે. કેટલાક ‘ત’ લખે છે તે ખોટું છે.

એ જ રીતે ‘પશ્ચાત્તાપ’ શબ્દમાં ‘ત્તા’ લખવો.

  • તમારી ‘નિગાહ’ કઈ તરફ છે? જરા આ બાજુ ‘નિઘા’ કરશો?

‘નિગાહ’ અને ‘નિઘા’ આ બંને સમાનાર્થી શબ્દો છે, પણ બંનેની લખાવટમાં ફેર છે.

નિગાહ-નિઘા (સ્ત્રી.) નજર; દૃષ્ટિ;  (લા.) ધ્યાન; સંભાળ; મહેરબાની.

  • પૃથક + કરણ = પૃથક્કરણ

કેટલાક ‘પૃથકરણ’ લખે છે તે ખોટું છે.

પૃથક્કરણ = (ન.) છૂટું પાડવું તે

  • ‘અકસ્માત’ જ સ્ટેશને જવાનું થયું, અને જાણવા મળ્યું કે ‘અકસ્માત’ થવાથી રેલવેવહેવાર ખોરવાઈ ગયો છે.

અકસ્માત = (પું.) અણધાર્યો બનાવ અણધારી ઘટના હોનારત (અકસ્માતમાં ‘ત’ આખો લખાશે.)

અકસ્માત્ = (અ.) અચાનક એકાએક (અકસ્માતમાં ‘ત્’ ખોડો આવશે.)

‘ત’ અને ‘ત્’ લખવામાં ભૂલ ન કરશો.

  • આ બંને શબ્દોના અર્થ જાણી લો.

માલૂમ = (વિ.) જાણેલું જાણવા મળેલું ખબર પડેલું

માલમ = (પું.) વહાણનો ચાલક

કેટલાક ‘માલૂમ’ ને બદલે ‘માલમ’ લખે છે તે ખોટું છે.

  • શી બિના હતી ? ‘વિગત’ શબ્દમાં ‘વિ’ કે ‘વી’ની ચર્ચા ચાલતી હતી?  એ લોકો ટેબલ પર એક શબ્દકોશ રાખતા હોય તો?

‘બિના’-‘બીના’ બંને સમાનાર્થી શબ્દો છે અને બંને ખરા છે. (‘બિ’ પણ લખાય, ‘બી’ પણ લખાય .)

બિના-બીના (સ્ત્રી.) હકીકત બનાવ

‘વિગત’ – ‘વીગત’ બંને સમાનાર્થી શબ્દો છે, અને બંને ખરા છે. ( ‘વિ’ લખો કે ‘વી’ લખો-બંને ચાલે.)

વિગત-વીગત = બીના; બાબત

(‘વિગત’ના બીજા અર્થ પણ થાય છે – ‘વિગત’ એટલે અતીત; મૃત)

  • બધા ‘દી’ કંઈ સરખા જતા નથી. એક લડ્ડુ તો……………એક દિન ફક્કંફક્કા.

‘દી’ એકાક્ષરી શબ્દ છે. ‘દી’ એટલે દિવસ; દિન; દહાડો

‘દિવસ’ અને ‘દિન’માં ‘દિ’ લખાય છે તે તો તમને ખબર છે જ.

  • આપને હર સાલ દિવાળી મુબારક !

દિવાળી ને બદલે દીવાળી લખનારા ઓછા નથી ! તમે આવી ભૂલ ના કરશો.

દિવાળી ના સમાનાર્થી શબ્દો નીચે મુજબ છે

(૧) દીપોચ્છવ (૨) દીપોત્સવ (૩) દીપોત્સવી (૪) દીપાવલિ (૫) દીપાવલિ

જુઓ દરેક શબ્દનો પ્રથમ અક્ષર ‘દી’ છે.

માત્ર દિવાળીમાં ‘દિ’આવશે.

  • ‘સૃજન’ પદ્યમાં વપરાતો શબ્દ છે. ગદ્યમાં એ શબ્દને બદલે ‘સર્જન’નો ઉપયોગ કરવો જોઈએ.
  • મંગળ પ્રસંગે ગ્રહોની શાંતિ માટે જે વિધિ થાય છે. તેને ‘ગ્રહશાંતિ’ (કે ‘ગ્રહશાંતેક’) કહેવામાં આવે છે ‘ગૃહશાંતિ’ નહિ.
  • ‘સૂર’ એટલે અવાજ;  સ્વર; કંઠ.

એ શબ્દ પરથી ‘સુરીલું’ વિશેષણ બને છે, ત્યારે ‘સૂ’નું ‘સુ’ થઈ જાય છે.

  • ‘બસૂરું’ અને ‘બેસૂરું’ બંને સમાનાર્થી શબ્દો છે, પણ બસૂરું ખોટો શબ્દપ્રયોગ ગણાયો છે.

તમે ‘બેસૂરું’ શબ્દનો જ ઉપયોગ કરજો.

બેસૂરું = (વિ.) ખોટા કે ખરાબ સૂરનું

  • આ બંને શબ્દોની જોડણી યાદ રાખવી.

વિદુષી = (વિ.); (સ્ત્રી.) વિદ્વાન સ્ત્રી; પંડિતા

વિદૂષક = (પું.) મશ્કરો; રંગલો; મજાકિયો

Source : Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૨૯, ૩૦, ૩૧)

Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)

Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત

વાંચો : સાચા શબ્દો – ખોટા શબ્દો (ભાગ -1)

વાંચો : સાચા શબ્દો – ખોટા શબ્દો (ભાગ – 2)

વાંચો : સાચા શબ્દો – ખોટા શબ્દો (ભાગ -3)

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects