Gujaratilexicon

ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિલાલ ચંદરયાને કૃતજ્ઞતાપત્ર

March 03 2014
GujaratilexiconGL Team

પ્રિય મિત્ર,

સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી. આ દિવસ ગુજરાતીલેક્સિકોન માટે પણ એક યાદગાર દિવસ બન્યો. ભાષા પ્રત્યે રતિકાકાએ કરેલા અથાગ પ્રયત્નનોને આ દિવસે ‘માતૃભાષા અભિયાન’ દ્વારા ડૉ. રવીન્દ્ર દવેના હસ્તે કૃતજ્ઞતા પત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.

રતિકાકા હંમેશાં કહેતા, “આ તો પાશેરામાં પહેલી પૂણી છે.” તેઓ હંમેશાં અચૂક રીતે દરેક કાર્યને બિરદાવતી વિવિધ કહેવતોનો પ્રયોગ કરતા. કહેવાય છે કે કહેવત એટલે પ્રજાનો મધુકોશ અને જ્ઞાનકોશ. કહેવતોમાં પ્રજાનું શાણપણ, ડહાપણ અને ગાંડપણ વ્યક્ત થતું જોવા મળે છે. જગતની બધી ભાષાઓમાં એક યા બીજા પ્રકારે કહેવતનું ખેડાણ થયેલું જોવા મળે છે. સમાજશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ માને છે કે ભાષા વિના સંસ્કૃતિનું ખેડાણ શક્ય નથી. ભાષા માણસને ઘડે છે અને માણસ ભાષાને ઘડે છે. મનુષ્યના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવામાં કહેવતો અગત્યનો ભાગ ભજવે છે. એક અર્થમાં તે મનુષ્યજીવનનું ચાલકબળ છે. કહેવતોમાં પ્રજાનાં સૂઝસમજ અને કોઠાસૂઝ પડેલાં હોવાથી સમાજજીવનનાં પ્રશ્નો અને સમસ્યાઓ સમજવામાં તે મદદરૂપ થાય છે.

15000 કરતા વધારે ગુજરાતી કહેવત એક ક્લિકે!

ગુજરાતીલેક્સિકોનનો કહેવત વિભાગ આવી અવનવી કહેવતોના ખજાનાથી ભરપૂર છે. આ કહેવતો ગુજરાતી–ગુજરાતી, ગુજરાતી–અંગ્રેજી અને અંગ્રેજી-ગુજરાતી એમ ત્રણ રીતે ઉપલબ્ધ છે. તો ચાલો આજે જ આ કહેવત વિભાગની મુલાકાત
http://gujaratilexicon.com/proverbમારફતે લઈને અવનવી કહેવતો જાણીએ.

ગુજરાતીલેક્સિકોન ટીમને [email protected] ઉપર મેઈલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325ઉપર ફોન કરીને પણ સંપર્ક કરી શકો છો.

 

જય જય ગરવી ગુજરાત !

 

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

જૂન , 2023

શનિવાર

10

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects