ભારતમાં હાલમાં કોરોના વાયરસનો (Corona, Covid-19) ભય મંડરાઈ રહ્યો છે. તે સંદર્ભે સાવચેતીના પગલા સ્વરૂપે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં 21 દિવસ માટે તા. 24 માર્ચની મધ્યરાત્રીથી લોકડાઉન (Stay at home) જાહેર કરવામાં આવ્યું છે. આવશ્યક ચીજવસ્તુની તેમજ મેડિકલ સહાયતા આ લોકડાઉન દરમ્યાન ઉપલબ્ધ રહેશે તેવું માનનીય વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી આ સિવાય કોઈ પણ કાર્ય સર બહાર ન નીકળવું અને ઘરની અંદર રહેવું તેની ખાસ ભલામણ કરવામાં આવી રહી છે.
ભારતમાં ઘણી જગ્યાએ કોઈ આવશ્યક કારણસર બહાર નીકળતાં લોકોને પોલીસ દ્વારા અટકાવી પૂછપરછ કરવામાં આવી રહી છે, તેઓની સમજાવી પાછા મોકલાવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ પોલીસ દ્વારા આવા લોકોને એક બોર્ડ પકડાવામાં આવી રહ્યું છે જેમાં લખેલ હોય છે કે હું દેશ અને સમાજનો દુશ્મન છું વગેરે…. આ બોર્ડ જોતાં તેના અનુસંધાનમાં શ્રીમદ ભગવદ્ગીતા(Bhagwadgita)નો એક શ્લોક યાદ આવ્યો છે જે આ મુજબ છે :
અહો બત મહત્પાપં કર્તું વ્યવસ્તિઆ વયમ્ ।
યદ્રાજયસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતા : ॥
અર્થાત : અરેરે ! ઘણા દુ:ખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. (શ્લોક નંબર 45, પ્રથમ અધ્યાય)
માટે મિત્રો, સમજો તમારા માટે, તમારા સ્વજનો માટે, મિત્રો માટે, આડોશી-પાડોશી માટે, સહકર્મચારીઓ માટે, તમારા રાજ્યના લોકો માટે અને દેશ માટે આ કપરા સંજોગોમાં આવશ્યક સૂચનોનું પાલન કરો અને સ્વસ્થ રહો અને તમારી આસપાસના વાતાવરણને પણ સ્વસ્થ રાખો.
Read this : https://www.gujaratilexicon.com/gujarati-blogs/health-and-fitness/things-to-do-to-prevent-corona-virus/
અને ખાસ યાદ રાખો, ઉધરસ ખાતી વખતે કે છીંક આવે ત્યારે રૂમાલનો ઉપયોગ કરો, માસ્ક પહેરો, હાથ સાબુથી બરાબર ધુઓ, આલ્કોહલ ધરાવતા સેનિટાઇઝરનો ઉપયોગ કરો, કોઈની સાથે હસ્તધૂનન ન કરો અને સરકાર દ્વારા સૂચવવામાં આવેલ ગાઇડલાઇનનું પાલન કરો. આવો સાથે મળી આ કોરોના નામની મહામારીને જડમૂળથી દૂર કરીએ.
બ્લોગ લખનાર : મૈત્રી શાહ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.