વાયરસથી ફેલાતા રોગો ઘણા ખતરનાક અને જીવલેણ સાબિત થતા હોય છે. હાલમાં જ ચીનથી ફેલાયેલા કોરોના વાયરસનો (Corona virus, COVID- 19) આતંક ચારે તરફ જોવા મળે છે. આ એક સાર્સ કેટેગરીનો વાયરસ છે જે સી ફૂડ સાથે જોડાયેલો છે. થોડી ઘણી સાવચેતી અને કાળજી રાખવાથી આવા કોઈ પણ વાયરસના ચેપથી બચી શકાય છે.
સામાન્ય શરદી શરૂ થયેલા આ વાયરસના ચેપની જો તેની પ્રાથમિક અવસ્થામાં જાણ થાય તો યોગ્ય સારવાર કરી વ્યક્તિના જીવનને બચાવી શકાય છે. પણ જો આ વાયરસ ફેફસાં સુધી પહોંચી જાય ત્યારે માનવીનું બચવું મુશ્કેલ બની જાય છે. આ વાયરસમાં શ્વાસ લેવામાં મુશ્કેલી. ગળામાં દુખાવો, શરદી, ખાંસી તાવ આવે છે. ન્યૂમોનિયા થવાની શક્યતા રહે છે અને કિડની પર પણ અસર થઈ શકે છે.
આ પણ વાંચો : શું તમે શરદીથી પરેશાન છો ? અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપચારો
આવી થોડી નાની નાની સાવચેતી રાખવાથી આ વાયરસના આક્રમણ સામે બચી શકાય છે. આમ છતાં જો કદાચ તમને એ વાયરસનો ચેપ લાગે તો ગભરાયા એટલે કે પેનિક થયા વગર તાત્કાલિક ડૉક્ટર પાસે જાવ અને તેમની સલાહ-સૂચન અને માર્ગદર્શન પ્રમાણે આગળ વધો.
સ્વસ્થ રહો, મસ્ત રહો.
આ પણ વાંચો : જમો મસ્ત, જીવો અલમસ્ત
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.