Gujaratilexicon

નાની મોટી સ્વાસ્થય સંબંધિત સમસ્યાના ઘરગથ્થુ ઉપચારો (Home remedies)

February 11 2020
GujaratilexiconGL Team

દરેક માણસની પ્રકૃતિ અલગ અલગ હોય છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ અલગ અલગ હોય છે. પણ એવી કેટલીક સમસ્યાઓ હોય છે જેના ઘરગથ્થુ ઉપચારો મોટા ભાગની વ્યક્તિઓ માટે એકસરખા હોય છે. આવી જ કેટલીક સમસ્યાઓ અને તેના ઘરગથ્થુ ઉપચારની (Home remedies) યાદી ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલ વેદ આર્યુવેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર અને પંચદ્રવ્ય રિસર્ચ સેન્ટર તથા મેડિસિન રિસર્ચ સેન્ટર સાવરકુંડલાના વૈદ્ય બળભદ્ર મહેતા દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે વાચકોની જાણ માટે અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.

આ યાદીમાં જણાવેલ ઉપચારોની મદદથી સ્વસ્થ અને નિરોગી બનો અને શતાયુ થાઓ.

વિવિધ ઔષધિઓ :

તાવ શરદીમાં તુલસી (Basil),
કાકડામાં હળદર (Turmeric),
ઝાડામાં છાશ જીરું,
ધાધરમાં કુવાડિયો,
હરસ મસામાં સૂરણ (bulbous),

દાંતમાં મીઠું (Salt),
કૃમિમાં વાવડિંગ,
ચામડીમાં લીંબડો,
ગાંઠમાં કાંચનાર,
સફેદ ડાઘમાં બાવચી,
ખીલમાં શિમલકાંટા,
વાગ્યા ઉપર કે ઘા માં ઘા બાજરિયું,
દુબળાપણામાં અશ્વગંધા,
નબળા પાચનમાં આદુ (Ginger),
અનિંદ્રામાં ગંઠોડા,
ગેસમાં હિંગ (asafoetida),

અરુચિમાં લીંબુંં (lemon),
એસીડીટીમાં આંબળા (gooseberry),
અલ્સરમાં શતાવરી ( asparagus racemosus),
અળાઈમાં ગોટલી,
પેટના દુખાવામાં કાકચિયા,
ઉધરસમાં જેઠીમધ (liquorice),
પાચન વધારવા ફુદીનો (Mint),
સ્ત્રીરોગમાં એલોવીરા (Alovera) અને જાસૂદ (hibiscus),

આ પણ વાંચો : ફિટનેસની માસ્ટર કી – ભારતીય ગાયનું ઘી

શરદી ખાંસીમાં અરડૂસી (adhatoda Vasika),
શ્વાસ ખાંસીમાં ભોંય રીંગણી,
યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
મોટાપો ઘટાડવા જવ (barely),
કિડની સફાઈ કરવા વરિયાળી (anise or fennel seed),
તાવ દમમાં ગલકા,
વામાં નગોડ,
સોજા કે મૂત્રરોગમાં સાટોડી,
કબજિયાત અને ચર્મ રોગમાં ગરમાળો (purging cassia cassia fistula),
હદયરોગમાં દૂધી (bottle gourd),
વાળનું સૌંદર્ય વધારવા જાસૂદ,
દાંત અને ચામડી માટે કરંજ (pomgania tree),
મગજ અને વાઈ માટે વજ,
તાવ અને અરુચિ માટે નાગર મોથ (cyperus rotundus),
શરીર પુષ્ટિ માટે અડદ (black beans),
સાંધા વાયુ માટે લસણ (garlic),
આંખ માટે ગુલાબ (Rose),
વાળ વૃૃૃૃૃૃદ્ધિ માટે ભાંગરો (verbesina),
અનિંદ્રા માટે જાયફળ (nutmeg),

લોહી સુધારવા હળદર,
ગરમી ઘટાડવા જીરું (cumin seed),
ત્રિદોષ માટે મૂળા પાન (radish leaves),
પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
કફ અને દમ માટે લિંડી પીપર,

આ પણ વાંચો : શું તમે શરદીથી પરેશાન છો ?

હિમોગ્લોબીન માટે બીટ (beet root) અને ફિંડલા
કંપ-વા માટે કૌચા બી,
આધાશીશી માટે શિરીષ બી,
ખરાબ સ્વપ્ન માટે ખેર,
ફેક્ચર માટે બાવળ પડીયા,
માથાના દુખાવા માટે સહદેવી,
આંખ કાન માટે ડોડી ખરખોડી,
ડાયાબીટીસ માટે ગળો અને આંબળાનો ઉપયોગ કરવો…!!

આ બ્લોગમાં વપરાયેલ શબ્દોના અર્થ (Gujarati to Gujarati, Gujarati to English)

કુવાડિયો – ચોમાસામાં ઊગનારો એક જાતનો જંગલી છોડ (જેનાં બી શેકીને ‘કૉફી’ કરવા ઉપયોગમાં લેવામાં આવે છે.), પુવાડિયો

વાવડિંગ – kind of plant and its seed or berries, embelia ribes.

બાજરિયું – બાજરીનું ડૂંડું, બાજરીનું કણસલું. (૨) એ નામનું એક ઝીણું ઘાસ. (૩) (લા.) બાજરીના દાણાની ભાતનું હાથનું એક ઘરેણું. (૪) એક પ્રકારની આતશબાજી

અશ્વગંધા – name of a plant, physalis flexuosa lin or withania somnifara.

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

માર્ચ , 2023

બુધવાર

29

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects