દેશપ્રેમી, દીર્ઘદૃષ્ટા અને દિશાસૂચક સુકાની એવા મહાન રાજનીતિજ્ઞ ચાણક્ય સમાન કુશાગ્ર અને કુનેહપૂર્વકની બુદ્ધિપ્રતિભા ધરાવતા લોકલાડીલા વડાપ્રધાન (Honorable Prime minister Narendra Modi) અપાર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળનો મહાસાગર છે. તેનો ખ્યાલ આપણને આ કાવ્ય પરથી સહેજે આવી જાય છે.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.
ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે
ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં
હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
– નરેન્દ્ર મોદી
Honorable Prime Misnister Narendra Modi’s Gujarati poem
પ્રારબ્ધ – સારી રીતે આરંભેલું, અગાઉથી શરૂ કરેલું, નસીબ, ભાગ્ય, દૈવ, begun, commenced. n. fate, destiny.
વમળ – વહેતા પાણીમાં સપાટી ઉપર થતું તે તે કૂંડાળું, ભમરી, ઘૂમરી. (૨) (લા.) મુશ્કેલી. (૩) ગૂંચવણ, મૂંઝવણ, whirlpool, eddy; anxiety; complication
સોગઠાબાજી – સોકટાં વડે રમવાની એક રમત કે તેનું સાધન – સરંજામ, kind of game played with (bell-shaped pieces of wood, etc.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ