હાલમાં જ અમદાવાદથી મુંબઈ વચ્ચે ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. આ અમદાવાદ રેલવે સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે દોડનારી પ્રથમ ખાનગી ટ્રેન છે. આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને બોરીવલી સ્ટેશન ઊભી રહેશે. પણ શું તમે જાણો છો શા માટે રેલવે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ (Terminal), સેન્ટ્રલ (Central) અને જંકશન (Junction) કેમ લખવામાં આવે છે ? (what is the difference between terminal, central and junction in railway station?)
દા.ત. બાંદ્રા ટર્મિનલ, મુંબઈ સેન્ટ્રલ, મથુરા જંકશન વગેરે..આમ કરવા પાછળ ચોક્કસ કારણ છે. તો ચાલો આજે જાણીએ કે જે-તે શહેરનાં રેલવે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન લખવા પાછળનું રહસ્ય શું છે?
ટર્મિનલ એટલે એવું સ્ટેશન કે ત્યાંથી આગળ કોઈ રેલવે ટ્રેક ન હોય. મતલબ ટ્રેન જે દિશામાંથી આવી છે, એ જ દિશામાં પાછી જવાની છે. અત્યારે ભારતમાં કુલ 27 ટર્મિનલ સ્ટેશન આવેલા છે. જેમાં છત્રપતિ શિવાજી અને લોકમાન્ય તિલક ટર્મિનસ એ જાણીતા ટર્મિનલ સ્ટેશનો છે.
સેન્ટ્રલનો મતલબ એવો છે કે જે-તે શહેરમાં એકથી વધુ રેલવે સ્ટેશન આવેલા છે. બીજો મતલબ એવો છે કે તે સ્ટેશન શહેરનું સૌથી વધુ વ્યસ્ત અને મુખ્ય રેલવે સ્ટેશન છે. ભારતમાં મુંબઈ, ચેન્નઈ, કાનપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એમ કુલ 5 જાણીતા સેન્ટ્રલ સ્ટેશનો છે.
જંકશનનો મતલબ એવો છે કે અહીંયા ટ્રેનનાં આવવા-જવાના 3 કે તેથી વધુ રસ્તા છે. એટલે કે ટ્રેન એક રસ્તેથી આવી શકે અને બીજા બે રસ્તેથી જઈ શકે છે.
ભારતમાં કુલ 315 જંકશન આવેલા છે. જેમાં
3 રૂટવાળા : 181
4 રૂટવાળા : 109
5 રૂટવાળા : 20 (દા.ત. વિજયવાડા જંકશન)
6 રૂટવાળા : 04 (દા.ત. સેલમ જંકશન)
7 રૂટવાળા : 01 (મથુરા જંકશન)
આ પણ જુઓ : શબ્દકોશમાં રેલવેથી શરૂ થતાં શબ્દોની યાદી
ભારતીય રેલવે વિશે જાણવા જેવું :
● ભારતમાં સૌ પ્રથમ પેસેન્જર ટ્રેન 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈથી થાના વચ્ચે દોડી હતી
● ભારતીય રેલવે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટુંં રેલવે નેટવર્ક છે.
● ભારતીય રેલવે કુલ 1,19,630 કિ.મી.નો રેલવે ટ્રેક ધરાવે છે.
● ભારતીય રેલવે દરરોજ 66,687 કિ.મી જેટલું અંતર કાપે છે.
● ભારતીય રેલવે વિશ્વનું 8માં નંબરનું સૌથી વધુ કર્મચારી ધરાવતું ડિપાર્ટમેન્ટ છે.
● ભારતીય રેલવેમાં લગભગ 14,00,143 જેટલા કર્મચારીઓ કામ કરે છે.
● દુનિયાનું સૌથી લાંબુંં રેલવે પ્લેટફોર્મ પશ્ચિમ બંગાળનું ખડગપુર રેલવે સ્ટેશન છે જેની લંબાઈ 3519 ફૂટ છે.
● આખા ભારતમાં ભાવનગર રેલવે સ્ટેશન જ એક એવું છે કે, જ્યાં કુલી તરીકે મહિલાઓ કામ કરે છે.
● દુનિયામાં સૌથી લાંબુ નામ ધરાવતું રેલવે સ્ટેશન આંધ્ર પ્રદેશનું છે તેનું નામ છે : વેન્કટનરસિંહરાજુવારીપેટા
જાણો આ બ્લોગમાં રહેલા શબ્દોના અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ (English to Gujarati) અને ગુજરાતી શબ્દોના ગુજરાતી અર્થ (Gujarati to Gujarati)
Terminal : અંત કે છેડાનું, અંતિમ, (વૈદક) કોઈ જીવલેણ રોગના છેવટને તબક્કે આવેલું, દરેક સત્રમાં થતું, સત્રાંત, છેડો, અંત, છેવટનો ભાગ, વીજળીના પ્રવાહના તારનો છૂટો છેડો, ટ્રામ, રેલવે, ઇ.નું છેવટનું મથક કે સ્ટેશન, કમ્પ્યૂટરમાં કે કમ્પ્યૂટર ઇ.માંથી સંદેશા લઈ જવાનું યાંત્રિક સાધન
Central : કેન્દ્રીય, મધ્યસ્થ, કેન્દ્રવર્તી, અગ્રગણ્ય, નિયમન કરનારું, સૌથી વધુ મહત્ત્વનું, મુખ્ય, પ્રધાન, પ્રમુખ
Junction : સાંધો, જોડાવાની જગ્યા, જ્યાં રેલવેની શાખાઓ અથવા રસ્તાઓ મળે છે તે સ્થળ, રેલવે સ્ટેશન, રેલવે સ્થાનક, મિલનસ્થાન
રેલવેજંકશન : બે કે વધુ દિશાઓમાંથી જ્યાં આગગાડીઓ એકબીજીને વટાવે તેવું મથક
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ