હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો (festival) સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જોવા મળે છે અને તે કારણે તહેવારનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે.
For example, હાલમાં જ પ્રકાશનો તહેવાર દિવાળી(diwali)ની ઉજવણી થઈ. પરંતુ અષાઢ મહિનામાં આવતી દેવપોઢી અગિયારસથી લઈને કારતિક સુદ અગિયારસના રોજ આવતી દેવ ઊઠી અગિયારસ વચ્ચે મોટેભાગે યજ્ઞોપવીત સંસ્કાર, લગ્ન, દીક્ષાગ્રહણ, યજ્ઞ, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યોનું આયોજન કરવામાં આવતું નથી.
પુરાણોના મતે આ ચાર માસ દરમ્યાન વિષ્ણુ ભગવાન યોગ નિદ્રામાં રહે છે અને દેવ ઊઠી અગિયારસના દિવસે તે યોગ નિદ્રા પૂર્ણ થાય છે અને કારતક સુદી અગિયારસના દિવસે તુલસી વિવાહનું (tulsivivah) આયોજન થાય છે એટલે કે તુલસીને વિષ્ણુ સાથે પરણાવવાની ક્રિયા.
Firstly, તુલસી વિવાહ બાદ બધા જ શુભ પ્રસંગો માટેના મૂર્હુત શરુ થઈ જાય છે. આ પહેલાં કારતુક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ કે જ્ઞાન પાંચમના દિવસથી વ્યાવસાયિકો પોતાના ધંધામાં મૂર્હુત કરી નવા વર્ષના ચોપડાની શરુઆત કરે છે. આ દિવસને જૈન ધર્મમાં જ્ઞાન પાંચમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જૈનો જ્ઞાનની આરાધના કરે છે અને જ્ઞાનની પૂજા કરે છે. ઘણા વ્યાવસાયિકો કારતુક સુદ સાતમથી પણ મૂર્હુત કરે છે.
ત્યારબાદ કારતુક સુદ પૂનમ એટલે કે દેવદિવાળી (devdiwali) ઉજવવામાં આવે છે. જેમ આપણી દિવાળી પાંચ દિવસની હોય છે તેમ કારતુક સુદ અગિયારસથી કારતુક સુદ પૂનમ સુધીના દિવસો દેવ દિવાળીના દિવસો તરીકે ઉજવવામાં આવે છે. તેને દિવાળી પર્વના પૂર્ણાહુતિ પર્વ તરીકે પણ માનવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે.
આ દિવસ બાદ ચાતુર્માસ પૂર્ણ થાય છે અને ખાસ કરીને જૈનોમાટે કોબીજ, ફલાવર, કોથમીર, મેથી જેવા શાકભાજી ખાવાની છૂટ થાય છે.
આ બ્લોગમાં આવતાં કેટલાક શબ્દોના અર્થ (ગુજરાતી – ગુજરાતી / ગુજરાતી – અંગ્રેજી)
યોગનિદ્રા : લગભગ તંદ્રાની સ્થિતિની જ્ઞાનીની માનસિક દશા, સમાધિ. (૨) પ્રલય વખતની પરમાત્માની એક પ્રકારની પ્રવૃત્તિ. (૩) ‘હિપ્નોટિઝમ’ વગેરેના પ્રયોગ સમયની પ્રેક્ષકની મનોદશા. (કે○હ○)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.