| Idiom | Meaning |
| પેચ ફેરવવો | આંટો ઢીલો કે સખત કરવો. |
| પેચ બાંધવો | કુસ્તી કરવી. |
| પેચ બાંધવો | કુસ્તી કરવી. |
| પેચ રમવા | દાવપેચ લગાવવો, કાવાદાવા કરવા. |
| પેચ રમવો | પતંગની દોરીઓનો કટાવ કરવો. (૨) છટકું માંડવું, કપટ કરવું. |
| પેચ લડાવવા | પતંગના પેચ નાખવા. (૨) મનની છાની વાત કહેવી, રહસ્ય જણાવી દેવું. |
| પેચ લડાવવો | પતંગની દોરીઓનો કટાવ કરવો. (૨) છટકું માંડવું, કપટ કરવું. |
| પેચ હાથમાં હોવો | સામાની પ્રવૃત્તિ વગેરે બદલાવવાનું બળ હોવું. |
| પેચ હાથમાં હોવો | કોઈના વિચાર બદલવાની શક્તિ હોવી; પ્રવૃત્તિ વગેરે બદલવાનું બળ હોવું. |
| પેચમાં આવવું | ફસાવું. |
| પેચમાં આવવું | દાવમાં ફસાવું. |
| પેચા નીકળવા | ફોદા નીકળી જવા; છૂંદાઈ જવું. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં