Proverb | Meaning |
જે આવે તે રસ્તે જાય | So got, so gone |
જે ડાળી પર ઊભા ત્યાં કુહાડો ના મારો | Cast no dirt in the well that gives you water |
જે દોડે તે પડે | He stumbles that runs fast |
જે મોતથી ન ડરે તે ચાહે તે કરે | A desperate man may do anything |
જેટલું સાંભળો તેટલું સાચું ન માનો અને જેટલું સાચું માનો તેટલું બીજાને ન કહેશો | Believe not all you hear, and tell not all you believe |
જેણે જાત જીતી તેણે જગ જીત્યું | Command yourself and you will command others |
જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ | He that has no shame, has no conscience |
જેની આંખે કમળો, તેને બધું પીળું જ દેખાય | Do not measure other people’s corn by your own bushel |
જેની ઘંટીએ બેસીએ તેનાં ગીત ગાઈએ | Set your sails as the wind blows |
જેનું ખાઓ તેનું ના ખોદો | Cast no dirt in the well that gives you water |
જેને રામ રાખે તેને કોણ મારી શકે? | Whom God will help, none can hinder |
જેવા સાથે તેવા | Do as you would be done by (2) Tit for tat |
જેવાં ભાઈનાં મોસાળાં, તેવાં બહેનનાં ગીત | Like for like |
જેવી કરણી તેવી ભરણી | As we think, so we speak (2) As you sow, so you will reap |
જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ | Every thing has its beauty but not every one sees it (2) The world appears as one is predisposed to look at it |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.