પૈસાદારનાં છોકરાં ઘૂઘરે રમે

Proverb Meaning
પૈસાદારનાં છોકરાં ઘૂઘરે રમે ધનવાનનાં છોકરાંનાં રમકડાં પણ સોનાનાં.
પૈસાદારની છાશ પોટલે વેચાય પૈસાદારની નાની વસ્તુ પણ મોંઘા મૂલની.
પૈસાદારની માંદગી ને ગરીબનું છિનાળું બંને તરત બહાર આવે છે.
પૈસાદારને શરમ નહિ, ને ગરીબને અક્કલ નહિ પૈસો હોય તે બેશરમ બનીને પણ વર્તી શકે જ્યારે ગરીબ હોય તે ગમે તેવો શાણો હોય તોયે ગમારમાં જ ખપે.
પૈસાના કાંઈ વેશ આવતા નથી પૈસાના વેશ નથી મળતા.
પૈસાના ગુલામ સૌ પૈસો સૌને ગુલામ બનાવે.
પૈસાના ચાળા શ્રીમંતાઈનાં નખરાં.
પૈસાના સૌ સાથી છે પૈસાનો સાથ સૌ શોધે છે.
પૈસાનાં કંઈ ઝાડ નથી ઊગતાં પૈસો ઝાડ ઉપર નથી પેદા થતો.
પૈસાની ધૂળ કરવી પૈસાને બરબાદ કરવો.
પૈસાની વહેલ, ને ઉલાળી મેલ પૈસાની ગાડી અંતે બહાર ફેંકી દેતી હોય છે.
પૈસાની સોલવાલી તે ઊભરાઈ જાય, ને ચારવાલી હોય તો સમાસ થાય પૈસાની સોળ વાળી કુલડી ભરાઈ જાય અને પૈસાની ચાર વાળી કુલડી આપણું કામ કરી આપે.
પૈસાનું તૂપ, ને તૂપનો પૈસો (તૂપ ઘી) પૈસાનું ઘી અને ઘીનો પૈસો.
પૈસાનું પાંચશેર કોળું, ને નાનાંમોટાંનું ટોળું સસ્તું એટલું સૌનું ધ્યાન ખેંચનારું.
પૈસાને માન છે વ્યક્તિને નહિ વ્યક્તિના પૈસાને લઈ જેતે વ્યક્તિ પૂજાય છે.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects