પૈસાને શું મધ મેલીને ચાટે?

Proverb Meaning
પૈસાને શું મધ મેલીને ચાટે? પૈસો કંઈ ખાવામાં કામ લાગે?
પૈસાનો કોઈ પૂરો નહિ, ને અક્કલનો કોઈ અધૂરો નહિ પૈસો લોભમાં ખેંચે છે ને અક્કલ ગમે તેટલી હોય એ વ્યક્તિ પૈસા પાછળ ખેંચાયા જ કરે છે.
પૈસાનો ખેલ પૈસા દ્વારા કરાતું જાદુ.
પૈસામાં ખાવું, અને મોટી વાત કરવી પૈસો મોટી મોટી બડાઈઓ કરાવડાવે.
પૈસાવાળાનાં સહુ સગાં થવા જાય ધનવાનનું સગું થવા સૌકોઈ તત્પર થાય.
પૈસાવાળાની બકરી મરી તે બધાં ગામે જાણ્યું, ગરીબની છોકરી મરી તે કોઈએ ન જાણ્યું ગરીબની કન્યા કરતાં તવંગરની બકરીને વધુ માન.
પૈસાવાળાને હાથ પિત્તળનું કડું સોનાનું લેખાય, ને ગરીબને હાથ સોનાનું કડું પિત્તળનું લેખાય શ્રીમંતનો પિત્તળનો દાગીનો પણ સોનાનો દેખાય.
પૈસે આઈ, પૈસે બાઈ, ને પૈસા વગરની નહિ સગાઈ પૈસાની જ ખરી સગાઈ હોય એમ સૌ એવાને જ માન આપે.
પૈસે ખોયો પાવલો, ને પાવલે ખોયા પાંચ, પાંચે ખોયા પંચાણું, ડોસી બેઠી બેઠી કાંત પૈસાના ખેલ બધી જિંદગી જોયા કર્યા તો હવે બેઠીબેઠી રેંટિયો કાંત.
પૈસે જિવાતું હોત તો તાલેવંત કોઈ મરત નહિ, ને ગરીબને ઓરિયો રહેત પૈસો જિવાડતો હોત તો ધનવાન કોઈ મરત નહિ ને ગરીબને ઓછું ન આવત કે પૈસો નથી માટે મરવું પડશે.
પૈસે પીટણી, ને દોકડે દડબડી પૈસામાં માર અને દોકડામાં ગુલાંટભરી દોડ.
પૈસે પૈસાદાર થવાય પૈસો હોય તો એ વધે ને શ્રીમંત થવાય.
પૈસે પૈસે ઢોલ વગડાવે પૈસો જેમ જેમ આવતો જાય તેમ તેમ માણસ ધામધૂમથી જાહેરાત કરતો રહે.
પૈસે હાલ ને પૈસે ચાલ પૈસાથી હાલહવાલ બદલાય અને પૈસાથી ચાલવાના ઢંગ પણ બદલાતા રહે.
પૈસો કોઈનો રહ્યો નથી પૈસો ટકતો નથી.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

,

એપ્રિલ , 2024

મંગળવાર

23

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects