| Proverb | Meaning |
| પૈસાને શું મધ મેલીને ચાટે? | પૈસો કંઈ ખાવામાં કામ લાગે? |
| પૈસાનો કોઈ પૂરો નહિ, ને અક્કલનો કોઈ અધૂરો નહિ | પૈસો લોભમાં ખેંચે છે ને અક્કલ ગમે તેટલી હોય એ વ્યક્તિ પૈસા પાછળ ખેંચાયા જ કરે છે. |
| પૈસાનો ખેલ | પૈસા દ્વારા કરાતું જાદુ. |
| પૈસામાં ખાવું, અને મોટી વાત કરવી | પૈસો મોટી મોટી બડાઈઓ કરાવડાવે. |
| પૈસાવાળાનાં સહુ સગાં થવા જાય | ધનવાનનું સગું થવા સૌકોઈ તત્પર થાય. |
| પૈસાવાળાની બકરી મરી તે બધાં ગામે જાણ્યું, ગરીબની છોકરી મરી તે કોઈએ ન જાણ્યું | ગરીબની કન્યા કરતાં તવંગરની બકરીને વધુ માન. |
| પૈસાવાળાને હાથ પિત્તળનું કડું સોનાનું લેખાય, ને ગરીબને હાથ સોનાનું કડું પિત્તળનું લેખાય | શ્રીમંતનો પિત્તળનો દાગીનો પણ સોનાનો દેખાય. |
| પૈસે આઈ, પૈસે બાઈ, ને પૈસા વગરની નહિ સગાઈ | પૈસાની જ ખરી સગાઈ હોય એમ સૌ એવાને જ માન આપે. |
| પૈસે ખોયો પાવલો, ને પાવલે ખોયા પાંચ, પાંચે ખોયા પંચાણું, ડોસી બેઠી બેઠી કાંત | પૈસાના ખેલ બધી જિંદગી જોયા કર્યા તો હવે બેઠીબેઠી રેંટિયો કાંત. |
| પૈસે જિવાતું હોત તો તાલેવંત કોઈ મરત નહિ, ને ગરીબને ઓરિયો રહેત | પૈસો જિવાડતો હોત તો ધનવાન કોઈ મરત નહિ ને ગરીબને ઓછું ન આવત કે પૈસો નથી માટે મરવું પડશે. |
| પૈસે પીટણી, ને દોકડે દડબડી | પૈસામાં માર અને દોકડામાં ગુલાંટભરી દોડ. |
| પૈસે પૈસાદાર થવાય | પૈસો હોય તો એ વધે ને શ્રીમંત થવાય. |
| પૈસે પૈસે ઢોલ વગડાવે | પૈસો જેમ જેમ આવતો જાય તેમ તેમ માણસ ધામધૂમથી જાહેરાત કરતો રહે. |
| પૈસે હાલ ને પૈસે ચાલ | પૈસાથી હાલહવાલ બદલાય અને પૈસાથી ચાલવાના ઢંગ પણ બદલાતા રહે. |
| પૈસો કોઈનો રહ્યો નથી | પૈસો ટકતો નથી. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.