શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા

શ્રી રતિલાલ ચંદરયા ચતુર્થ સ્મૃતિ સભાના એક ભાગ સ્વરૂપ આયોજિત બાળ વાર્તા લેખન સ્પર્ધામાં દેશવિદેશમાં વસતાં ભાષાપ્રેમીઓએ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે બદલ સૌ સ્પર્ધકોનો ખૂબ ખૂબ આભાર. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળ સાહિત્યને ઉત્તેજન આપવાનો હતો.

નિર્ણાયક સમિતિના સભ્યો શ્રી યશવંતભાઈ મહેતા, સુશ્રી લતાબહેન હિરાણી અને સુશ્રી ધીરુબહેન પટેલના અનુભવના નીચોડના આધારે નીચે મુજબનું પરિણામ જાહેર કરવામાં આવે છે અને કેટલાંક સૂચનો અહીં સૌ ભાષા પ્રેમીઓ માટે અમે જાહેર કરીએ છીએ.

• બાળ વાર્તા અને કિશોર કથાઓ સાહિત્યના અલગ અલગ રૂપ છે.

• કથામાં સાર, મૌલિકતા અને વિષય વસ્તુ અગત્યના તત્ત્વો છે.

• જોડણીના નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

• બાળકોના ભવિષ્ય ઘડતરમાં બાળ વાર્તા પાયારૂપ ભૂમિકા ભજવતી હોવાથી તેમાં કાલ્પનિકતા, વાસ્તવિકતા, રાજનીતિક, બૌદ્ધિક, તકનીકી, રાષ્ટ્રપ્રેમ વગેરે જેવા રંગો / પાસાઓ એક યા બીજા સ્વરૂપે આવરવા એ આજના યુગની આગવી જરૂરિયાત છે, જે આજના બાળકના ચારિત્ર્ય ઘડતરમાં ચાવીરૂપ સાબિત થશે.

ઉપરના સૂચનો ધ્યાનમાં રાખીને વધુને વધુ બાળવાર્તાઓ લખાવી જોઈએ અને વાચકો સુધી ઉપલબ્ધ કરાવી જોઈએ.

મળેલ બધી કૃતિઓને ચકાસતાં નિર્ણાયક સમિતિ દ્વારા સર્વાનુમતે નીચે મુજબના પરિણામની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ ઇનામ : આ સ્થાને કોઈ કૃતિની પસંદગી કરવામાં આવી નથી.

તા. 8 ઑક્ટોબર 2016ના રોજ આયોજિત તૃતીય રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા દરમ્યાન નિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર ઉપર ડૉ. ગણેશદેવીએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. આ વક્તવ્ય તથા સભા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ કલ્યાણીનું વક્તવ્ય અહીં આપેલી લિંક ઉપરથી વાંચી શકાશે.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects