| Head Word | Concept | Meaning |
| નૌકા | આલોક-07 ગતિ | વહાણ: માલસામાનનું વહાણ, કૅબિન-વહાણ, કેબલ-વહાણ, સ્ટીમર, ટૅંકર, તેલવાહક જહાજ, ગાળ કાઢવા માટેનું વહાણ ('ડ્રેજર'), ƒિગેટ, યુદ્ધનૌકા, ક્રીડાનૌકા (લાર્જ), નૌકાસૈન્યની હોડી ('કૂઝર'), ગોંડોલા (નિવાસનૌકા). |
| Head Word | Concept | Meaning | નૌકા | આલોક-07 ગતિ | નામ: નૌકા, વહાણ, નાવ, નાવડી, હોડી, હોડકું, જહાજ, બેડો, તરણિ, જલયાન, ઊડપ, સ્ટીમર, સ્ટીમબોટ, આગબોટ, સઢવાળી ક્રીડાનૌકા, મુસાફરો માટેની સ્ટીમર, તરતી હોટલ, મોટર-બોટ, યાંત્રિક શક્તિથી ચાલતી નૌકા, લૉંચ, મોટર લૉંચ, સ્ટીમ-લૉંચ, વિનાશક નૌકા. | નૌકા | આલોક-07 ગતિ | વિમાનવાહક જહાજ, સમુદ્રવિમાનવાહક જહાજ, વેપારી જહાજ, નૌકાસૈન્ય, મછવો, વહાણની ડોલકાઠી, ડોલકૂવો, કૂવાથંભ, વહાણનો થાંભલો, સઢ, કૅન્વાસ. | નૌકા | આલોક-07 ગતિ | બ્રિસ્ટોલ પદ્ધતિના આકારનું દરિયાઇ સફર માટે યોગ્ય, જલાભેદ્ય. | નૌકા | આલોક-07 ગતિ | જહાજ: વિમાનવાહક જહાજ, રક્ષિત કૂઝર, ટૅંકર-જહાજ, જાસૂસી જહાજ, સબમરીન, ગેલી, ગુલામો, દ્વારા હલેસાં મારીને ચલાવાતું મોટું વહાણ. | નૌકા | આલોક-07 ગતિ | વહાણના ભાગ: સુકાન, પાછળનો ભાગ, બોર્ડ, પાટિયાં, પઠાણ(વહાણનો તળેનો પાયાનો મુખ્ય મોભ, જેના પર આખું વહાણ બંધાય છે ('કીલ'), બૉઇલર-વિભાગ (ચર, ડેગ), વૉર્ડ-રૂમ, તૂતક: નૌકાનું તૂતક, લંગર-તૂતક, કૂવાથંભ, ડોલકાઠી, થંભ, લંગર, તરત લંગર, નૌકા-સૈન્યનાં લંગર, પેરેશૂટ (હવાઇ છત્રી)નાં લંગર, સુકાન, સ્વયંસંચાલિત સુકાન, ચક્ર, વિનાશક ચક્ર. | નૌકા | આલોક-07 ગતિ | સાધનસામગ્રી: કંપાસ-હોકાયંત્ર-દિશા જાણવાનું સાધન, થર્મોગ્રાફ, ઉષ્ણતાનો આલેખ, બેરોમીટ- (વાયુભારમાપક યંત્ર), બેરોગ્રાફ- હવાના દબાણનો આલેખ. | નૌકા | આલોક-07 ગતિ | નાવિક, ખારવો, ખલાસી, કેવટ, કૈવર્ત, ખેવટ, મલાહ, માંઝી, ધીવર, ધીમર, ઢીમર, મલ્લાહ, માછી, માછીમાર, વરુણ, જલદેવતા. | નૌકા | આલોક-07 ગતિ | કૅપ્ટન, કપ્તાન, માસ્ટર, કમાન્ડર, વહાણનો માલમ, સુકાની, વહાણનો ચોકીદાર, ફાયરમૅન, વહાણ પર મુસાફરોનાં સુખસગવડ જોનારી સ્ત્રી, ગોદી કામદાર, વહાણ પર માલ ચડાવનાર- ઉતારનાર હમાલ. | નૌકા | આલોક-07 ગતિ | ઉક્તિ: બંદરે બંદરે નાવિકની પ્રેમિકા. માછીડા હોડી હંકાર, મારે જાવું સામે પાર. અમે વહાણે ચડયા પ્રેમાનંદને રે. બંદર છો દૂર છે, જાવું જરૂર છે. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.