ભેજાગેપ

Head Word Concept Meaning
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : બુદ્ધિવિહીન, મંદબુદ્ધિ, જડબુદ્ધિ, અબૌદ્ધિક, અતિયાત, તાર્કિક, ડહાપણ વિનાનો, દોઢડાહ્યો, શિથિલ મનનો, ઢીલા મનનો, મનોદૌર્બલ્યવાળો, મૂર્ખ, મહામૂર્ખ, વૈશાખનંદન, નિસ્તેજ બુદ્ધિવાળો, ચક્કર, ઘનચક્કર, ભેજાંગેપ, દ્રષ્ટિવિહીન, અક્કલહીણો, ઊંધી ખોપરીનો, અબૂઝ, માનસિક અંધતાવાળો, ઊંધા મગજનો, બે કાન વચ્ચે ભૂંસાવાળો, જડ, જડબુદ્ધિ, અસ્થિર, બુદ્ધિનો, કોયડારૂપ મગજવાળો, સમસ્યારૂપ બુદ્ધિવાળો.

Other Results

Head Word Concept Meaning
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ નામ : અબુદ્ધતા, બુદ્ધિરહિતતા, બૌદ્ધિકતા, ગેરડહાપણ, ઠોઠ ડહાપણ, બૌદ્ધિક નિબર્લતા, મનોદૌર્બલ્ય, મૂર્ખતા, નિમ્ન બુદ્ધિઆંક (…લો આઇક્યુÚ) ઘનચક્કર, ચક્કર, મૂઢ મતિ, અણસમજ, અસૂઝ, બેધ્યાનપણું, મગજનું વેદિયાપણું, તર્કવિહીનતા, બુદ્ધિ-અભાવ, શિથિલ બુદ્ધિમત્તા, વિવેકનો અભાવ, સારાસાર-વિવેકનો અભાવ, સમ્યક્ દર્શનનો અભાવ, અબુધત્વ, દીર્ઘદર્શતાનો અભાવ, નાદાનિયત, બુડથલપણું, કમઅક્કલ, બોચું, બોચિયાપણું, જડતા, મંદબુદ્ધિ, ઠોઠપણું, 'ઢ', જડભરતપણું, ગમારપણું, ગામડિયાપણું, હઠીલાપણું, ગર્દભત્વ, અક્કલહીનતા, ભોટપણું, મંદતા, દુર્મતિ, અલ્પ બુદ્ધિ, ઓછી બુદ્ધિ, જાડી બુદ્ધિ.
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ ખાલી મગજ, ઉપલો માળ ભાડે, માથામાં ભૂંસું, ઊંધી ખોપરી, અક્કલનો ઇસ્કોતરો, ગૂંચવાયેલી બુદ્ધિ, ગોત્રતાભરી સમજ, ભેજાગયેલપણું, ગૂંચવાયેલું મગજ, સડેલું મગજ, બુદ્ધિહીનતા, કોયડારૂપ ઝાંખી બુદ્ધિ, બુદ્ધિશૂન્યતા, માનસિક શૂન્યાવકાશ, માનસિક પોલાણ, ખાલીખમ મગજ, કોરું મગજ, ઉપલક્રિયા બુદ્ધિ, છીછરી બુદ્ધિ, ઉપરચોટિયાપણું, ઉપરચોટિયાબુદ્ધિ, અર્થહીનતા, ચાંચલ્ય, અસ્થિર બુદ્ધિ, ચંચળ મનોવૃત્તિ, ધૂનીપણું, તરંગશીલતા, અપ્તરંગીપણું, હળવાપણું, ગૂચવાયેલી બુદ્ધિ.
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ મનોદૌર્બલ્ય, નિર્બળ મન, માનસિક નિર્બળતા, વૃદ્ધાવસ્થાની અશક્તિ, માનસિક નબળાઈ, નરમ બુદ્ધિ, અપરિપકવ બુદ્ધિ, બાળકબુદ્ધિ, અપરિપકવ બુદ્ધિ, છોકરવાદ, મંદબુદ્ધિ, માનસિક અપંગતા, જડબુદ્ધિતા, બુદ્ધિ-અવરોધ, શિથિલ બુદ્ધિ, બૌદ્ધિક પછાતપણું, શૈશવગત ગ્રંથિન્યૂનતા, વિહત બુદ્ધિ, વૃદ્ધાવસ્થાની માનસિક નબળાઈ, વયોવૃદ્ધની નિર્બળતા, વૃદ્ધાવસ્થાની ભૂલચૂક, દ્ધિતીય બાલપણ, વૃદ્ધાવસ્થાની અલ્પગ્રહણશક્તિ.
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ ખાલી મગજનો, શૂન્યમયસ્ક, પોલાણવાળા મગજવાળો, મૂર્ખરાજ, મૂર્ખપંડિત, મૂર્ખ િશરોમણિ, મૂઢશ્રેષ્ઠ, મૂઢબુદ્ધિ, ભગવાને બુદ્ધિ વહેંચવા માડી ત્યારે ગેરહાજર રહેલો, કિંકર્તવ્યમૂઢ, મૂઢાત્મા, મૂઢપતિ, મૂઢગ્રાહ, મૂઢ, ચેતન, હતબુદ્ધિ, મૂઢચેતસ્, બાલકબુદ્ધિ, ઉપરચોટિયા બુદ્ધિવાળો, દુર્બલ મનનો, દૂબળા મગજનો, ઘડપણની શિથિલ બુદ્ધિવાળો, અર્ધબુદ્ધિ, ભોળોભટાક, મગજના ઢીલા સ્ક્રૂવાળો, અલ્પ બુદ્ધિવાળો, ધડપાણી અલ્પ બુદ્ધિવાળો, ધડપાણી જણી બુદ્ધિવાળો.
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : મૂર્ખથવું-હોવું, બેવકૂફ થવું-હોવું, અપરિપક્વ હોવું, મંદબુદ્ધિ હોવું, જડ હોવું-થવું, ખોટો બકવાટ કરવો, ખોટો કચવાટ કરવો, ગૂમરાહ થવું, બુદ્ધિનું પ્રદર્શન કરવું, અતાર્કિક થવું-હોવું, મૂર્ખતા કરવી.
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : મૂઢતાપૂર્વક, મૂર્ખતાપૂર્વક.
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : સાઠે બુદ્ધિ નાઠી.
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ મૂઢ, પરપ્રત્યમનેયબુદ્ધિ:
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ અધૂરો ઘડો વધુ છલકાય.
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર.
બુદ્ધિરહિત આલોક-14, બુદ્ધિશક્તિ ઠોઠ નિશાળિયાને વતરણાં ઘણાં.
મૂર્ખતા આલોક-14, બુદ્ધિશક્તિ નામ : મૂર્ખતા, મૂર્ખાઈ, બેદરકારી, ગર્દભસદશબુદ્ધિ, જડબુદ્ધિ, નાદાની, નાદાનિયત, બોઘાપણું, ભોટપણું, વિચિત્રતા, ધુનીપણું, શંખ, ડફોળ, બે પાંખડી ઓછી ભ્રમિત ચિત્ત, ગૂંચવાયેલું મન, ધૂંધવાયેલી બુદ્ધિ, અસ્થિરબુદ્ધિ, મૂઢતા, ગેરડહાપણ, અવિવેકશીલતા, અવિચારીપણું, બિન-અનુભવ, કમ-અક્કલપણું, અબૌદ્ધિકતા, અતાર્કિકતા, બેવકૂફી, વાહિયાતપણું, મૂર્ખબાબત, અવિવેક, ડહાપણ વિનાનું પગલું, ગોટાળો, ગોસમોટોળો, અગડંબગડં, હાસ્યાસ્પદતા, મશ્કરીપાત્રતા, અર્થહીનતા.
મૂર્ખતા આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : મૂર્ખાઈભર્યું, બેવકૂફીભર્યું, બુદ્ધિહીન, વિવેકહીન, કમ અક્કલ, મગજ બહેર મારી ગયું હોય તેવું, છાયામાં આવી ગયેલું, અંજાયેલું, મૂર્ખબની ગયેલ, ભોળું, વિવેકહીન, બોઘો, બાઘો, હાસ્યાસ્પદ, હાસ્યજનક, વિલક્ષણ, ચિત્ર-વિચિત્ર, ગામડાનું ભોથું, કલાવિહીન, કાચી બુદ્ધિનું.
મૂર્ખતા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : મૂર્ખહોવું-થવું, મૂર્ખની જેમ વર્તવું, બનાવટ કરવી, મૂર્ખબતાવવું, હળવાશથી લેવું, હાંસીપાત્ર થવું, ભેજાગેપ થવું-હોવું, ભેજું ગૂમ થઈ જવું, બુદ્ધિ સાથે આડવેર હોવું-થવું.
મૂર્ખતા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : મૂર્ખતાપૂર્વક, વિચારપૂર્વક.
મૂર્ખતા આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : મૂર્ખઅને એના ધન વચ્ચે વિચ્છેદ થતાં વાર લાગતી નથી.
મૂર્ખતા આલોક-14, બુદ્ધિશક્તિ મૂર્ખાઓ ઘર બાંધે છે અને ડાહ્યા માણસો એમાં રહે છે.
મૂર્ખતા આલોક-14, બુદ્ધિશક્તિ મૂર્ખાઓ જગતમાં જંગી બહુમતી ધરાવે છે.
મૂર્ખતા આલોક-14, બુદ્ધિશક્તિ જ્યાં દેવદૂતો જતાં ડરે છે ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે.
મૂર્ખતા આલોક-14, બુદ્ધિશક્તિ હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects