વિશ્વાશાખા

Head Word Concept Meaning
અધ્યાપન આલોક-16 વિદ્યાશાખા, અભ્યાસવિષય, અભ્યાસશાખા, ઉપ-અભ્યાસશાખા, માનવવિદ્યા- કલાત્રયી (લેટિન વ્યાકરણ, પ્રમાણશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર), પંચકાવ્ય, (કાલીદાસનો 'રઘુવંશ'ને કુમારસંભવ, ભારવીનું 'કિરાતાર્જુનનીય', માઘનું 'શિશુપાલવધ' અને શ્રીહરિનું 'નૈષધીયચરિત') સામાન્ય શિક્ષણ,પરિસંવાદ (સેમિનાર), પ્રશિષ્ટ શિક્ષણ શિષ્ટ શિક્ષણ.

Other Results

Head Word Concept Meaning
અધ્યાપન આલોક-16 નામ : અધ્યાપન, શિક્ષણ, શાળાશિક્ષણ, શિક્ષાદાન, વિદ્યાદાન, વ્યાવસાયિક અધ્યાપન (ટ્યુશન), શિક્ષા, શાસ્ત્રશિક્ષણ, આત્મશિક્ષણ, સ્વયંશિક્ષણ,પુન: િશક્ષણ, ઘડતર, કેળવણી,ખાનગી શિક્ષણ, (કોચિંગ), દિગ્દર્શન, માર્ગદર્શન, મગજની સાફસૂફી, પુન: િસદ્ધાન્તીકરણ, શ્રુતલેખન, અંતરમાં ઠસાવવું એ, સૂચનાઓ, આદેશ.
અધ્યાપન આલોક-16 તાલીમ, તૈયારી, સજ્જતા, શિસ્ત, નિયમન, લશ્કરી તાલીમ, પાયાની તાલીમ, શ્રમની તાલીમ, વ્યાવસાયિક તાલીમ, કક્કો બારાખડી (એબીસી), ત્રણ 'આર': વાચન (રીડિંગ), લેખન, (રાઈટિંગ) અને ગણિત (એરિથમેટિક), આંક, બાળપોથી, પાઠ, પાઠશિક્ષણ, વ્યાખ્યાન, નિદર્શન, વાર્તાલાપ, વાતચીત, ઉદ્દઘાટન, સઘન શિક્ષણ, નિરંતર શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ.
અધ્યાપન આલોક-16 વિશે. : શૈક્ષણિક, શિક્ષણવિષયક, શિક્ષણાત્મક, બોધાત્મક, ઉપદેશાત્મક સાંસ્કૃતિક, ધર્મબોધાત્મક, પ્રવચનાત્મક, દીક્ષાર્થી, સહશિક્ષણાત્મક, પ્રાસ્તાવિક, વર્ગ શિક્ષણના સંગાથનું, વર્ગશિક્ષણથી ભિન્ન, અભ્યાસ-સહ.
અધ્યાપન આલોક-16 ક્રિયા : ભણાવવું, શિક્ષણ આપવું, કેળવણી આપવી, પાઠ શીખવવા, સંસ્કાર આપવા, નિદર્શન કરવું, બુદ્ધિ તીવ્ર બનાવવી, આંખો ઉઘાડવી, મગજની સાફસૂફી કરવી, માથામાં મસાલો ભરવો.
અધ્યાપન આલોક-16 વ્યાવસાયિક રીતે શિક્ષણ આપવું, જ્ઞાનથી મગજ તરબતર કરી દેવું, ટ્યુશન રાખવું, પૂર્વશિક્ષણ આપવું, પૂર્વબોધ કરવો, ધર્મબોધ કરવો, નીતિબોધ કરવો, ઉપદેશ આપવો, નૈતિક શિક્ષણ આપવું, ચર્ચા કરવી, વાર્તાલાપ આપવો, મુનિનાં વખાણ (વ્યાખ્યાન) સાંભળવાં.
અધ્યાપન આલોક-16 તાલીમ આપવી, કસરત કરાવવી, મહાવરો પાડવો, રિયાઝ કરવો કરાવવો, આગળથી પૂર્વપ્રયોગ કરવો, કેળવવું, ઉપજાવવું, હાથથી બહાર લાવવું, પુનરાવર્તન કરવું, સ્વાધ્યાય-લેખન આપવું, પાઠ આપવો, ઘરકામ આપવું, નિયત કાર્ય આપવું, અભ્યાસક્રમ ઘડી આપવો, અભ્યાસનું માળખું નિયત કરવું.
અધ્યાપન આલોક-16 ઉક્તિ : અનુભવ મોટો શિક્ષક છે, પણ એનું બિલ ગંજાવર હોય છે. ભણે તેની વિદ્યા, ભણ્યા પણ ગણ્યા નહિ.
અધ્યાપક આલોક-16 નામ : અધ્યાપક, શિક્ષક, શિક્ષણકાર, કેળવણીકાર, ગુરુ, વિદ્યાગુરુ, શિક્ષાગુરુ, દીક્ષાગુરુ, ગુરુણાંમ્ ગુરુ:, કલાગુરુ, પંડિત, પંતુજી, મુલ્લાહ, માસ્ટર, માસ્ટરજી, સ્વામી, માસ્ટર સાહેબ, શાસ્ત્રજ્ઞ, આચાર્ય, પ્રોફેસર, પ્રાધ્યાપક, કૉલેજ-શિક્ષક, યુનિવર્સિટી- અધ્યાપક, લેકચરર, વ્યાખ્યાતા, રીડર, ઉપાધ્યાય, ઉપાધ્યાપક, વિદ્યાપુરુષ, શાળેય કર્મચારી, સહાધ્યાપક (એસોસિયેટેડ પ્રોફેસર), મદદનીશ અધ્યાપક, (એસિસ્ટિંગ પ્રોફેસર), ઉપાધ્યાપક, (ટ્યુટર), નિદર્શક (ડેમોન્સ્ટ્રેટર), સહશિક્ષક, મદદનીશ શિક્ષક, હેડમાસ્ટર, મુખ્ય શિક્ષક, પાઠક (રીડર), મુલાકાતી અધ્યાપક, માનદ્ અધ્યાપક, શિક્ષિકા, અધ્યાપિકા, ઉચ્ચાધ્યાપિકા, શાળાશિક્ષિકા, કૉલેજ અધ્યાપિકા, યુનિવર્સિટી ઉચ્ચાધ્યાપિકા, ઉપાધ્યાપિકા.
અધ્યાપક આલોક-16 ખાનગી શિક્ષક, માર્ગદર્શક, અધ્યાપક, તાલીમ આપનાર, ઉસ્તાદ, તાલીમ શિક્ષક, શિક્ષક-સહાયક, વડો નિશાળિયો, સ્નાતક મદદનીશ, ફેલો, વ્યાયામ શિક્ષક, પ્રિન્સિપાલ, આચાર્ય, કુલાધિપતિ, કુલપતિ, વાઈસચાન્સેલર, ઉપકુલપતિ, કુલનાયક (રેક્ટર), મહામાત્ર (રજિસ્ટ્રાર), સંસ્થાના મુખ્ય અધિકારી (પ્રોવોસ્ટ), ડીન (વિદ્યાશાખાના અધ્યક્ષ), મહિલા ડીન (અધ્યક્ષ), પુરુષ ડીન (અધ્યક્ષ), શિક્ષણસંચાલક.
અધ્યાપક આલોક-16 વિદ્યાશાખા, વિદ્યાશાખાના સભ્યો, અધ્યાપકગણ, ઉચ્ચાધ્યાપકગણ, શૈક્ષણિક કર્મચારીઓ, પંતુજીવેડા, પંતુજીપણું, ઉચ્ચાધ્યાપક- આસન, ગુજરાતીનું ઉચ્ચાધ્યાપક આસન ('ચેર'), ટાગોર- આસન ('ચેર') સહાધ્યાપક (ફેલો)ની પદવી.
અધ્યાપક આલોક-16 વિશે. : પાંડિત્યવિષયક, ગુરુવિષયક, પાંડિત્યપૂર્ણ, વિદ્યાકીય, ઉચ્ચાધ્યાપકીય, શાળા-શિક્ષકીય.
અધ્યાપક આલોક-16 ઉક્તિ : ઢીલાં પોતિયાં વીલાં મોં, રખેને પંતુજી હો1 જેના આચારથીજ વિદ્યાર્થીઓને ખરું શિક્ષણ મળે તે આચાર્ય.
અધ્યાપક આલોક-16 ગુરુ કહે તેમ કરવું, પણ કરે તેમ નહિ કરવું,
અધ્યાપક આલોક-16 આજ્ઞા ગુરુણામ્ અવિચારણીયા (રઘુવંશ).
અધ્યાપક આલોક-16 ગુરુ અને ગોવિંદ સાથે ઊભા છે; આમાંથી કોને પ્રથમ વંદું ગુરુને, કારણ કે ગુરુએજ ગોવિંદનું દર્શન કરાવ્યું છે.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects