વિશ્વાસપાત્ર

Head Word Concept Meaning
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : નિશ્ચિત, ચોક્કસ, બંધાયેલું, ભાવાત્મક, મુકરર, સંપૂર્ણ નક્કી, સંપૂર્ણ રીતે પાકું, નિર્ણયાત્મક, અચૂક, અસંદિગ્ધ, પૂર્વનિયત, પૂર્વનિર્ધારિત, દ્ધિધારહિત, પ્રશ્નથી પર, સંશયથી પર, યથાર્થ, પ્રત્યક્ષ, જડબેસલાક, હું જીવું છું એટલું ખાતરીબંધ, તર્ક જેટલું ખાતરીબંધ, વિવાદાતીત, પ્રશ્નરહિત, આધારરૂપ, અવલંબનીય, વિશ્વાસપાત્ર, શ્રદ્ધાપાત્ર, ભવિષ્ય ભાખી શકાય તેવું, અધિકૃત ધોરણરૂપ, સાબિત થયેલું, માન્ય, સ્વીકૃત, ગૃહીન, ધ્રુવ, ધ્રુવતારક જેવું.

Other Results

Head Word Concept Meaning
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ નામ : નિશ્ચિતતા, ચોક્કસતા, મુકરરપણું, નિશ્ચયાત્મકતા, ખાતરીપૂર્ણતા, આધારભૂતતા, નક્કીપણું, નિર્વિવાદતા, પૂર્વનિર્ધારણ, પૂર્વનિયતિ, ઋત, વિશ્વાસ, ખાતરીબંધ પડવું, ચોક્કસ જ્ઞાન, હોલ્સનની પસંદગી, લાકડા જેવું કરવું-હોવું, આધેયતા, આધારક્ષમતા, આગાહીની ક્ષમતા, અધિકૃતતા, સ્થિતિશીલતા, પ્રશ્નપરતા, અનિષેધ્યતા, અવિર્નિવાદિતા, અપ્રતીકાર્યતા, સંશયરહિતતા, પ્રશ્નહીનતા, ચકાસણી કરી શકાય તેવી સ્થિતિ, નિદર્શન કરી શકાય તેવી સ્થિતિ.
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ, ખાતરી, ખાતરીબંધપણું, ધૈર્ય, આત્મગૌરવ, સ્વ-મહત્ત્વ, અંધશ્રદ્ધા, ભરોસો, ધર્મશ્રદ્ધા, સ્વાયત્તતા, અંધવિશ્વાસ, માન્યતા (બાંધી લીધેલી), અભિપ્રાય (માની લીધેલ), સ્વમતહઠાગ્રહ, ધર્માંધતા, મતાંધતા, સિદ્ધાન્તવાદી, હઠાગ્રહી, ધર્મયુક્ત સિદ્ધાન્ત ઘડી કાઢનાર, દ્રઢીકરણ, ચકાસી જોવું, સંકલિત કરવું તે.
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ખાતરી કરલું, નિર્ધારિત, નિર્ણીત, નિશ્ચિત, પ્રસ્થાપિત, પ્રમાણિત કરેલું, આત્મશ્રદ્ધાવાન, સ્વયં ખાતરીવાળું, અલ્પમહત્તાવાળું, દંભી, ડોળી, પ્રગલ્ભ, ઉદ્ધત, ગર્વિષ્ઠ, ધર્મસૂત્રાત્મક, પયગંબરી, ઉપદેશાત્મક ધર્મોપદેશાત્મક અભિપ્રાય ધરાવનારું, ક્ષમતાગ્રહી.
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : નિશ્ચિત હોવું, ચોક્કસ હોવું-થવું, શ્રદ્ધા રાખવી, શ્રદ્ધા હોવી, વિશ્વાસ હોવો, ચોક્કસ લાગવું, ખાતરીબંધ હોવું, સ્વયંપ્રમાણ: મળવું, સંશયથી પર હોવું, ચોક્કસ જાણવું, માત્ર જાણવું, ખાતરી કરવી, અંકે કરવું, ખાતરીબંધ હોવું, પ્રસ્થાપિત કરવું, નિવેડો લાવવો, અંત લાવવો, પતાવટ કરવી, દ્રઢ કરવું, બેવડાબંધા થવું, ઉપર-નીચે ચકાસણી કરવી, ત્રણગણી ચકાસણી કરવી, સિદ્ધાન્ત બતાવવો, ધર્મસૂત્ર બતાવવું, કાયદો ઘડવો, નિયમ કરવા, ઉપદેશવચનો કહેવાં, શ્રુતિવચન કહેવાં, પયગંબરની જેમ કહેવું, આર્ષદ્રષ્ટાની જેમ કહેવું.
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : ચોક્કસ, ખાતરીપૂર્વક.
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : સોળ વાલ ને એક રતી.
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ સો ટકા - એક સો ટકા - એક સો એક ટકા.
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ભરોસાની ભેંસે પાડો જણ્યો.
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ પ્રશ્નસ્ય અનૌચિત્યમ્.
નિશ્ચિતતા આલોક-14, બુદ્ધિશક્તિ આ દુનિયામાં એટલું નિશ્ચિત છે કે કશું નિશ્ચિત નથી.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects