વિશ્વાસભંગ

Head Word Concept Meaning
પક્ષપલટો આલોક-22 નામ : પક્ષપલટો, વફાદારીનો પલટો, ધર્મમાં પલટો, રાજ્યધર્મમાં પલટો, સિદ્ધાંતત્યાગ, વિશ્વાસભંગ, ''અભી બોલા, અભી ફોક'' જેવી વૃત્તિ, ફેરવી બોલવું તે, ઊંધા ફરી જવું તે, ફેરબદલો, મનનું પરિવર્તન, બીજા વિચારો, વધારે સારા વિચારો, પશ્ચિમ બુદ્ધિ, ('પશ્ચિમ બુદ્ધિ બ્રહ્મ'), પરિપકવ નિર્ણય, સ્વયતખંડત, પોતાના અભિપ્રાયનું ખંડન, ખંડન, સંન્યાસ, કહ્યું હોય તેનાથી જુદુંજ કહેવું તે, સ્વધર્મ ત્યાગ, પક્ષપરિવર્તન, ધર્માંતર.

Other Results

Head Word Concept Meaning
પક્ષપલટો આલોક-22 સમય પ્રમાણે ચાલનાર, પવન પ્રમાણે ચાલનાર, પાઘડી ફેરવી નાખનાર, સમયાનુસારી, વાતાવરણ જેમ ચાલનાર, કાકીડો, કાકીડાની જેમ રંગ બદલનાર, પ્રવાહ જોઇને તરનાર, સ્વધર્મત્યાગી, ચલાયમાન, પક્ષપલટું, ધર્મપરિવર્તન કરનાર, કાવત્રામાં ભળનાર, પાંચમી કતારિયા, ક્વિસ્લીંગ, અમીચંદ, વિભીષણ, ''આયા રામ, ગયા રામ.''
પક્ષપલટો આલોક-22 વિશે. : સમય પ્રમાણે ચાલનાર, જાખજી ફેરવનાર, પવન પ્રમાણે દિશા બદલનાર, રાજધર્મત્યાગી, ફારગતી આપનાર.
પક્ષપલટો આલોક-22 ક્રિયા : પોતાનું મન બદલવું, નોખા પડી જવું, 'આયા રામ ગયા રામ' કરવું, ઘડી ઘડી પથ બદલવો, ફેરવી તોળવું, પ્રવાહ જોઇને તરવું, સમય પ્રમાણે બદલાવું, દાવો પાછો ખેંચી લેવો, કહ્યું હોય તેમાંથી ઊંધુંજ કહેવું.
પક્ષપલટો આલોક-22 ઉક્તિ : જિસકે તડમેં લડુ, ઇસકે તડમેં હમ.
પક્ષપલટો આલોક-22 વાણિયા ને વરમદે કોઇના નહીં.
પક્ષપલટો આલોક-22 વાણિયા લોક, રાતે બોલે, દિવસે ફોક.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા નામ : તથ્યવિહીનતા, ખોટાપણું, અસત્ય, જૂઠાપણું, અસત્યવાદિતા, સત્યવિહીનતા, બહાનું, ઢોંગ, ખોટો દંભ, તરકટ, બનાવટી શોભા, મહો, ઓપ, સોનેરી વરખ, નખરાં, હાવભાવ, ઠાઠ, દેખાડો, ખોટાં વેશ, ખોટાં રંગરોગાન, મિથ્યાભાસ, બાહ્ય દેખાવ.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા જૂઠાણું, અનૃત. જૂઠ, દ્વિઅર્થી વાત, સફેદ જૂઠ, અર્ધસત્ય; બેશરમ જૂઠાણું, ઉઘાડે છોગ જૂઠાણું, વ્હાઇટ - વૉશ.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા બનાવટીપણું, નકલીપણું, કપટીપણું, અવાસ્તવિકતા, કૃતઘ્નતા, પાખંડ, આડંબરી વ્યક્તિ, પોકળ વાણી, દાંભિક ભાષણ, ચિબાવલાપણું, વાક્છલ, સહ્રદયતાનો દેખાવ, બેઇમાની, વિશ્વાસભંગ, કૌટિલ્ય, મેકિયાવેલી, સવ્યસાચિતા, બંને બાજુ ઢોલકી બજાવવી એ, પક્કાઈ, કરામત, ધૂર્તતા, ખંધાપણું, ખટપટ, ફસામણી, છેતરપિંડી.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા ખોટું ઊભું કરવું એ, બનાવટ કરવી એ, વિકૃતિ, વિચલન, અતિશયોક્તિ, દ્વિઅર્થીવાણી, ખોટા સોગંદ, કપોલકલ્પિત કથા.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા વિશે. : ખોટું, જૂઠું, અસત્ય, સત્યવિહીન, ભ્રામક, આભાસી, તથ્યવિહીન, નકલી, બનાવટી, કૃત્રિમ, અસલી નહિ, ખોટો ઠાઠ કરેલો, આડંબરવાળું, અવાસ્તવિક, માનવકૃત, સ્વયંનિયુક્ત, શોધી કાઢેલું, ઘડી કાઢેલું, ભેળસેળવાળું, કપોલકલ્પિત, તરંગમય, રંગીન, આભાસી, વિકૃત કરેલું.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા અપ્રામણિક, અવાસ્તવિક, અસત્યભાષી, દ્રોહી, ખોટા સોગંદ આપનાર, ખોટા શપથ લેનાર, દ્વિઅર્થી બોલનાર, સંદિગ્ધ બોલનાર, દંભી, દંભવાળું, પોપ કરતાં વધારે ધાર્મિક હોવાના દંભવાળું, શંકરાચાર્ય કરતાં વધારે ધાર્મિક હોવાના દંભવાળું, સ્નિગ્ધ, મીઠી વાણીવાળું, વિશ્વાસભંગ કરનારું, શ્રદ્ધારહિત, વિશ્વાસરહિત, દ્વિમુખી, જેનસ - ચહેરાવાળું, મેકિયાવેલી જેવું. ખોટા સિદ્ધાંતવાળું.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા ક્રિયા : ખોટું રૂપ આપવું, ખોટી રજૂઆત કરવી, ખોટો રંગ લગાડવો, બુરખો પહેરવો, મહોરું પહેરવું, વિકૃત કરવું, ખોટો વળ આપવો, ખોટું ચલણ કાઢવું, ખોટા સોગંદ લેવા, ખોટી જુબાની આપવી, રમત રમવી, બંને બાજુએ વાત કરવી, વિકૃત કરવું, ચાલાકીથી કામ કઢાવી લેવું, મીઠુંમરચું ભભરાવવું.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા જૂઠું બોલવું, જૂઠાણું ફેલાવવું, અસત્યભાષી થવું, સત્ય સાથે ચેડાં કરવાં, ચોખ્ખું જૂઠું બોલવું, ખોટાં વચન આપવાં, લાંબી કસે ધવરાવવું, દંભ કરવો, દંભી તરીકે વર્તવું, પોપ કરતાં વધારે પવિત્ર હોવાનો દેખાવ કરવો, શંકરાચાર્ય કરતાં વધારે પવિત્ર હોવાનો દેખાવ કરવો, ખોટો આડંબર કરીને છેતરવું, બહારનો ખોટો મોહ રાખવો, ખોટી માન્યતા રજૂ કરવી, ખોટા જણાઈ આવવું, ખોટા દેખાઈ આવવું.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા ક્રિ.વિ. : ભ્રમપૂર્વક, અસત્યપૂર્વક.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા ઉક્તિ : મધુ તિષ્ઠતિ જિહ્વાગ્રે, હ્રદયે તુ હલાહલમ્
તથ્યવિહીનતા આલોક-15, ભાષા ચામડાની જીભ છે, આમેય વળે ને એમેય વળે.
તથ્યવિહીનતા આલોક-15, ભાષા નાસતો વિદ્યતે ભાવો, નાભાવો વિદ્યતે સત:.
ઘટસ્ફોટ આલોક-16 નામ : ઘટસ્ફોટ, ગુપ્ત વાત પ્રકટ કરવી એ, પ્રકટીકરણ, બાતમી ખુલ્લી કરવી એ, ખુલ્લું બનાવી દેવું એ, નગ્ન કરવું તે, નિરાવરણ, નિર્વસ્ત્રીકરણ, ખુલ્લું કરવું એ, બાતમી જાહેર કરવી એ, ગુહ્યબાબત જાહેર કરવી એ, જાંધ ઉઘાડી કરવી એ, રહસ્યોદ્ઘાટન, ગુપ્ત વાત ખુલ્લી કરવી એ, ગપસપ, બકબકાટ, બફાટ, ભરડી નાખવું એ, દેખીતું પગેરું, ચુગલી, ખરાબ વાત ફેલાવવી એ, છાતી હળવી કરવી એ, કબૂલ મંજૂર કરવું એ.
ઘટસ્ફોટ આલોક-16 વિશે. : પ્રકટ, પ્રકાશિત, સ્કુટ, નિરાવૃત્ત, પ્રકાશમાન, ઉદ્દઘાટિત, ઉઘાડું, આંખ ઉઘાડનારું, પ્રદર્શનીય, કબૂલાતવાળું, એકરારરૂપ, અગમ્ય નિવેદનરૂપ.
ઘટસ્ફોટ આલોક-16 ક્રિયા. : ઘટસ્ફોટ કરવો, ખાનગી વાત પ્રગટ કરવી, આવિર્ભાવ થવો- કરવો, પડદો ઊંચો કરવો, પોતાનાં પાનાં મેજ પર મૂકવા, મ્યાનમાંથી બહાર કાઢવું, ઉખેળવું, ખુલ્લું કરવું, પ્રકાશમાં લાવવું, દ્રષ્ટિક્ષેપમાં લાવવું, અરીસો ધરવો, છતું થવું,પોતાની જાતે આવિર્ભાવ પામવો, પોતાના કાને પડવું.
ઘટસ્ફોટ આલોક-16 કબૂલ કરવું, ભાંગી પડવું અને કબૂલ કરવું,સ્વીકાર કરવો, છાતીમાંથી ભરાવો દૂર કરવો, પોતાનો કોઠો ખાલી કરવો, વિવેકરહિત થવું, વિશ્વાસભંગ કરવો, રહસ્યો ખુલ્લાં કરવાં, ઉદ્દગાર કાઢવો, ફરિયાદો દ્વારા મનનો રોષ બહાર કાઢવો,ગુપ્ત બાબત પ્રકટ થવા દેવી, પ્રસિદ્ધ કરવું, હો - હા કરીને કરેલું.
ઘટસ્ફોટ આલોક-16 ઉક્તિ : ખોદ્યો ડુંગર, ને નીક્ળ્યો ઉંદર.
ઘટસ્ફોટ આલોક-16 કાનને દોષ છે, ભાઈ!

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects