ભાષા મૂળે તો ધ્વન્યાત્મક, એટલે કે બોલવાની અને સાંભળવાની. બોલનાર પોતાના મનમાંના વિચાર કે ભાવનો અનુવાદ ભાષામાં કરે. બોલનારના શબ્દો સાંભળી તે ભાષા જાણતો શ્રોતા તેનો ફરી વિચાર કે ભાવમાં અનુવાદ કરે. આ બેવડા અનુવાદનું બીજું નામ તે 'અર્થ.' કોઈ પણ ભાષામાં શબ્દ અને અર્થ બંને સાથે સાથે ચાલે. પણ બોલાતા શબ્દનું આયુષ્ય સાવ ટૂંકુ, ક્ષણજીવી. ભાષાને લાંબું આયુષ્ય આપવા માટેની એક તરકીબ શોધાઈ તે લિપિ. પણ લિપિ આવી તેની સાથે ભાષા કાનની ભાષા ઉપરાંત આંખની ભાષા બની. સાંભળવા ઉપરાંત વાંચવા માટેની ભાષા બની. તો બીજી બાજુ સ્થળ અને કાળના બંધનોથી કેટલેક અંશે ભાષા મુક્ત બની. લિપિની શોધ એ ભાષાની વિકાસ યાત્રામાં પહેલો હનુમાન કૂદકો હતો, તો મુદ્રણની શોધ એ બીજો હનુમાન કૂદકો હતો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.