पुं.
કણબીની એક જાત. કણબી શબ્દ કૂર્મીનો અપભ્રંશ મનાય છે. કૂર્મ ઋષિના વંશજો કૂર્મી કહેવાયા. કૂર્મ એટલે કણબીમાં પાટીદારોનો સમાવેશ થાય છે. કણબીનો મુખ્ય ધંધો જમીન એટલે પાટી ધારણ કરવી અથવા ખેતી કરવી એ હોવાથી કણબી પાટીદાર પણ કહેવાયા. આ કૂર્મીઓ પંજાબના કરડ વિભાગમાં રહેતા હતાં. તેઓના વંશજો આજ સુધી કરડ વિશેષણ ધારણ કરી રહ્યા છે. પંજાબ ઉપર વિદેશીઓનાં આક્રમણો થવાથી ત્યાંના કૂર્મીઓને પંજાબ છોડવું પડ્યું, પરંતુ પોતાની અસલ ભૂમિ અને જાત ભુલાઈ ન જાય તેટલા માટે કરડ વિભાગના અસલ વતનીઓ કરડવા કૂર્મી અને લેયા વિભાગના કૂર્મીઓએ લેયાકૂર્મી વિશેષણો ધારણ કર્યાં. ગુજરાતમાં હાલ સિદ્ધપુર તાલકામાં જ્યાં ઉંઝા ગામ છે તે ભાગમાં કૂર્મીઓની કેટલીક ટોળીઓ આવીને વસવા લાગી. ત્યાં પણ પંજાબ અને ત્યારપછી ઉત્તર હિંદુસ્તાનના જે જે ભાગોમાંથી તે અવેલા તે અસલ વતનના નામથી તેઓ સાખો હજુ જાળવી રહ્યા છે. કડવા પોતાની ઉત્પત્તિ વિષે કહે છે કે ઉમાએ માટીનાં પૂતળાં બનાવ્યાં, શિવે તેમને સજીવન કરી એક ગામમાં વાસ આપ્યો. એ લોકે તે ગામનું નામ ઉમિયા આપ્યું ને ત્યાં દહેરૂં બંધાવ્યું. બીજી જ્ઞાતિઓ માફક એમનામાં દર વર્ષે લગ્ન થતાં નથી, પણ બાર બાર વર્ષને અંતરે થાય છે. એક વખત નવ કે પંદર વર્ષને અંતરે પણ થાય છે. એક વખત લગ્નગાળો જાય પછી નવ વર્ષ સુધી લગ્ન થતાં નથી. દશમા વર્ષની શરૂઆતમાં જ્ઞાતિનો પટેલ ઉંઝામાં આવેલ કડવાની કુળદેવી ઉમિયાના મંદિરમાં જાય. ત્યાં જઈ ચાલુ સાલ તથા લગ્નગાળા પછી બારમી અને પંદરમી સાલના આંકડા જુદી જુદી ચિઠ્ઠીઓ ઉપર લખી તે ચિઠ્ઠીઓ બંધ કરી માતા આગળ મૂકે છે. માતાનો પૂજારી એમાંથી એક ચિઠ્ઠી ઉપાડે છે. જે સાલ નીકળે તે વર્ષમાં લગ્નો કરવાની માતાની ઈચ્છા છે. અને દેવી બોલ્યાં એમ ગણાય છે. પછી જોષી એ વર્ષના વૈશાખ મહિનામાં એક મૂહુર્ત જોઈ આપે, કારણ કે કણબીનો ખેડૂત હોઈને એમને વૈશાખ મહિનામાં ફુરસદ હોય છે. એ એક જ મુહુર્તે આખી જ્ઞાતિનાં સમસ્ત કુંવારાં છોકરાં છોકરીઓનાં લગ્ન કરી દેવામાં આવે છે. જો કન્યાને વર ન મળે તો ફૂલના દડા સાથે પરણાવી એ દડાને લગ્નવિધિ પછી કૂવામાં નાખી દેવામાં આવે છે, અથવા તો કોઈ પરણેલા પુરુષ સાથે કન્યાનું લગ્ન કરવામાં આવે છે. અને વિધિ થઈ રહેતાં જ એ પુરુષ છેડો ફાડી આપે છે. પછી એ કન્યા વિધવા જેવી ગણાય છે અને નાતરાના વિધિથી એને મોટી થતાં ગમે ત્યારે પરણાવી શકાય છે. નાતરા માટે દેવીની સંમતિની જરૂર રહેતી નથી. દેવી બોલે તે પછી જો બાળક કુંવારૂં રહી જાય તો એના ઉપર માતાનો કોપ ઊતરે એમ મનાય છે. કેટલીક વાર વગર જન્મેલા બાળકોનાં લગ્ન પણ કરવામાં આવે છે. એટલે બે ગર્ભવતી સ્ત્રીઓ લગ્નવિધિ કરે છે અને જો એકને છોકરો અને બીજીને છોકરી થાય તો એ સાચું જ લગ્ન ગણાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.