| 1 |
|
पुं. |
અગ્નિના અગિયાર માંહેનો એ નામનો એક પ્રકાર.
|
| 2 |
|
पुं. |
આંબો.
|
| 3 |
|
पुं. |
ઇચ્છા; મનોરથ; વાસના; સ્પૃહા.
|
| 4 |
|
पुं. |
ઇંદ્રિયસુખની ઇચ્છા; વિષયવાસના.
|
| 5 |
|
पुं. |
( જ્યોતિષ ) એ નામનો એક ગ્રહ.
|
| 6 |
|
पुं. |
( પિંગળ ) એક અર્ધ સમજાતિ માત્રામેળ છંદ. તે સોરઠા છંદનો એક ભેદ છે. તેમાં સોળ ગુરુ અને સોળ લઘુ મળી બત્રીસ વર્ણ આવે છે.
|
| 7 |
|
पुं. |
( પિંગળ ) એક જાતનો છંદ. તે પંચા છંદનો એક ભેદ છે. તેમાં પાંચ ગુરુ અને છત્રીસ લઘુ મળી ૪૧ વર્ણ અને ૪૬ માત્રા હોય છે.
|
| 8 |
|
पुं. |
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ર઼ાયવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં આઠ ગુરુ અને અડસઠ લઘુ મળી ૭૬ વર્ણ અને ૮૪ માત્રા હોય છે.
|
| 9 |
|
पुं. |
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ષટ્પદી છપ્પય છંદનો એક ભેદ છે.
|
| 10 |
|
पुं. |
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અત્યુક્તા છંદનો એક ભેદ છે. તેને કામા છંદ પણ કહે છે.
|
| 11 |
|
पुं. |
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે આષ્ટિ છંદનો એક ભેદ છે. તેમાં તગણ, જગણ, ભગણ, બે જગણ અને ગુરુ મળી સોળ વર્ણ હોય છે.
|
| 12 |
|
पुं. |
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે જગતી છંદનો એક ભેદ છે. તેને સારંગ છંદ પણ કહે છે.
|
| 13 |
|
पुं. |
કામદેવ. તૈત્તિરીય બ્રાહ્મણમાં કામને ન્યાયના અધિષ્ઠાતા દેવ ધર્મ અને આસ્થાની અધિષ્ઠાત્રી દેવી શ્રદ્ધાનો પુત્ર કહ્યો છે. હરિવંશમાં તેને લક્ષ્મીને પુત્ર કહ્યો છે. પુરાણોમાં એને વિષે અનેક વાત છે અને જુદા જુદા સંયોગો પ્રમાણે એનાં નામ પણ અનેક છે. જેમકે, અનંગ, મન્મથ, મદન, દર્પક, મકરધ્વજ, કંદર્પ, સંબરારિ, પંચશર, પુષ્પધન્વા, રતિપતિ, ક્લાકેલિ, મધુદીપ, રૂપાસ્ત્ર, શૃંગારયોનિ, પુષ્પકેતન, સંસારગુરુ.
રૂઢિપ્રયોગ
કામ જીતવો-મારવો = કામ ઉપર કાબૂ રાખવો.
|
| 14 |
[ ફા. ] |
पुं. |
તાળવું.
|
| 15 |
|
पुं. |
( પિંગળ ) તેર સૂચક સાંકેતિક શબ્દ.
|
| 16 |
|
पुं. |
તેરશ; પખવાડિયાની તેરમી તિથિ.
|
| 17 |
|
पुं. |
( પિંગળ ) દરેક ચરણમાં ચાર તગણવાળો બાર અક્ષરનો એક અક્ષરમેળ છંદ.
|
| 18 |
|
पुं. |
દૂષણનો એક પ્રકાર.
|
| 19 |
|
पुं. |
પરમેશ્વર.
|
| 20 |
|
पुं. |
પરાધીન સુખ.
|
| 21 |
|
पुं. |
પુરુષાર્થના ચાર માંહેનો એક પ્રકાર.
|
| 22 |
|
पुं. |
પ્રદ્યુમ્ન; કૃષ્ણના પુત્રનું નામ. તે કામદેવનો અવતાર મનાય છે.
|
| 23 |
[ સં. કમ્ ( ચાહવું ) ] |
पुं. |
પ્રેમ; સ્નેહ.
|
| 24 |
|
पुं. |
બનાવ; મામલો; બાબત.
|
| 25 |
|
पुं. |
બળદેવ.
|
| 26 |
|
पुं. |
( પિંગળ ) બે અક્ષરનો દરેક ચરણમાં બે ગુરુવાળો એક અક્ષરમેળ છંદ; કામા.
|
| 27 |
|
पुं. |
મસ્તી.
|
| 28 |
|
पुं. |
મહાદેવ.
|
| 29 |
|
पुं. |
મૈથુનની ઇચ્છા.
|
| 30 |
|
पुं. |
વિશ્વદેવનો એક વર્ગ.
|
| 31 |
|
पुं. |
વિષ્ણુના હજાર માંહેનું એક નામ ક એટલે બ્રહ્મા, અ એટલે વિષ્ણુ અને મ એટલે મહાદેવ એ વિગ્રહ અનુસાર ત્રિદેવરૂપ હોવાથી ભગવાન કામ કહેવાય છે.
|
| 32 |
|
पुं. |
વૈવસ્વત મન્વંતરમાંનો બૃહસ્પતિનો દોહિત્ર.
|
| 33 |
|
पुं. |
શિવનાં હજાર માંહેનું એક નામ.
|
| 34 |
|
पुं. |
( પુરાણ ) સંકલ્પનો એક પુત્ર.
|
| 35 |
|
पुं. |
હિત.
|
| 36 |
|
स्त्री. |
કામડી; છડી.
|
| 37 |
|
स्त्री. |
ટપાલ; ટપાલની થેલી.
|
| 38 |
|
स्त्री. |
પતંગની આડી વાળેલી કામડી.
રૂઢિપ્રયોગ
૧. કામ છટકવી = કનકવાની કામ છૂટી પડી જવી; કમાનનું છટકી જવું; કમાન ખસી જવી.
૨. કામ મરોડવી = કનકવો બરોબર કરવો; પતંગ બરોબર ચગે તેને માટે કમાનને વાંકી વાળી જાર રહેવા દઇ જોડી દેવી.
|
| 39 |
|
स्त्री. |
પત્ની; સ્ત્રી.
|
| 40 |
|
न. |
અર્થ; મતલબ; ઉદ્દેશ.
|
| 41 |
|
न. |
ઉપયોગ; જરૂર.
રૂઢિપ્રયોગ
|
| 42 |
|
न. |
એક જાતનું ઝાડ.
|
| 43 |
|
न. |
એક જાતનું ત્રિશાળ ઘર. જે ત્રિશાળ ઘરના મુખ આગળ બે અલિંદ હોય અને તે શાળાનું મુખ દક્ષિણ તરફ હોય તે કામ નામનું ઘર કહેવાય છે.
|
| 44 |
|
न. |
કળા; કારીગરી.
|
| 45 |
|
न. |
કારભાર; દરજ્જો.
|
| 46 |
[ સં. કર્મન્ ] |
न. |
કાર્ય; કર્મ; કૃત્ય.
રૂઢિપ્રયોગ
૧. કામ આવવું-લાગવું = (૧) ઉપયોગી થવું. (૨) માર્યા જવું; ખપી જવું; મરાવું. (૩) સહાય દેવી.
૨. કામ આવી જવું = મરાવું.
૩. કામ ઊપજવો-પ્રગટવો = સંભોગની ઇચ્છા થવી.
૪. કામ કરવું = (૧) અર્થ સારવો. (૨) અસર કરવી. (૩) કંઇ કરવું. (૪) કામ બજાવવું. (૫) મારી નાખવું. (૬) મોટી સફળતા મેળવવી. (૭) વેપાર કરવો. (૮) વ્યવસાયી હોવું. (૯) સંભોગ કરવો.
૫. કામ કરી આપવું = ફાયદો કરી આપવો.
૬. કામ કરી લેવું = (૧) આડકતરી રીતે કામ કઢાવી લેવું. (૨) હેતુ પાર પાડવો.
૭. કામ કાઢી નાખવું = (૧) મારી નાખવું. (૨) લાભ મેળવી લેવો.
૮. કામ કાઢી લેવું = લુચ્ચાઇ કે અપ્રમાણિક્તાથી હેતુ પાર પાડી લેવો; સ્વાર્થ સાધી લેવો.
૯. કામ ખોલવું = (૧) નવું કામ ચાલુ કરવું. (૨) નવું કારખાનું કાઢવું.
૧૦. કામ ચલાવવું = (૧) અર્થ સિદ્ધ કરવો. (૨) મુકદ્દમો ચલાવવો.
૧૧. કામ ચાલવું = (૧) કામ જારી હોવું. (૨) ક્રિયા સંપાદન થવી; અર્થ સિદ્ધ થવો. (૩) મુકદ્દમો ચાલવો.
૧૨. કામ જોવું = (૧) કરેલું તપાસવું; નિરીક્ષણ કરવું (૨) ધંધા ઉપર આધાર રાખ્યા વગર કામથી અટકળ કે ન્યાય આપવો; કૃતિથી મનુષ્યપરીક્ષા કરવી.
૧૩. કામ થવું = પાર થવું; ઠેકાણે થવું; મરણ પામવું.
૧૪. કામ નિકાલવું = (૧) કામ કાઢી લેવું; અર્થ સિદ્ધ થવો. (૨) જરૂરિયાત પૂરી થવી.
૧૫. કામ નીકળવું = (૧) જરૂરિયાત પૂરી હોવી. (૨) પ્રયોજન સિદ્ધ થવું.
૧૬. કામ પડવું = (૧) જરૂરિયાત હોવી; જરૂર લાગવી. (૨) પરિચયમાં આવવું.
૧૭. કામ પર જવું = રોજગારની જગ્યાએ જવું.
૧૮. કામ પાડવું = (૧) સંબંધ કરવો; અનુભવ લેવો. (૨) સંસર્ગમાં આવવું; કામ નિમિત્તે મળવું.
૧૯. કામ બગડવું = મામલો ખરાબ થવો; વાત બગડવી; વ્યવસાય નષ્ટ થવો.
૨૦. કામ બનવું = (૧) મામલો બનવો. (૨) હેતુ સફળ થવો; ફાવવું.
૨૧. કામ બનાવવું = (૧) કોઇનું કામ કરવું. (૨) સંભોગ કરવો. (૩) હેતુ બર આવવો.
૨૨. કામ મળવું = રોજગારે લાગવું; ધંધો મળવો; નોકરી મળવી.
૨૩. કામ લાગવું = ઉપયોગી થઇ પડવું; અગત્યનું થવું.
૨૪. કામ શીખવવું = વેપારધંધો શીખવવો.
૨૫. કામ સમેટવું = કામ પૂરૂં કરવું.
૨૬. કામ સરવું = અર્થ ફળવો; ધાર્યું થવું.
૨૭. કામ સરાડે ચડવું = કામ સરળતાથી ચાલતું થવું.
૨૮. કામ સંભાળવું = ફરજ બજાવવી.
૨૯. કામથી જતું રહેવું = (૧) બરતરફ થવું. (૨) બિનઉપયોગી થવું.
૩૦. કામે લાગવું = ઉદ્યોગ કરવા મંડી પડવું.
૩૧. કર્યું તે કામ અને વીંધ્યું તે મોતી = કામ મુલતવી ન રાખવું.
૩૨. કામ એટલો જ અર્થ = જોઇએ તે કરતાં વધારે ન રાખવું; જરૂર તેટલો જ સંબંધ કે વહીવટ.
૩૩. કામ કરે તો મામ મળે = મહેનત કરે તો ગુજરાન મળે.
૩૪. કામ કર્યું તેણે કામણ કર્યું = ધંધો એ જિંદગીમાં બહુ અગત્યની વસ્તુ છે.
૩૫. કામ કામની રીતે કરવું = ખૂબ વિચાર કરી કામ કરવું; કંઇ કરતાં પહેલાં તે બાબત વિચાર કરવો ને પછીથી તે કામ આરંભવુ.
૩૬. કામ કામને શીખવે = અનુભવ ઉત્તમ શિક્ષક છે; અનુભવથી સૌ થાય.
૩૭. કામ જરા મળે નહિ અને ઘડીની ફુરસદ નહિ = આળસુ હોવું; ઉદ્યોગીપણાનો ડોળ કરવો.
૩૮. કામ જીત્યો તેણે સર્વ જીત્યું = વાસનની જીત એ મહાન જીત છે.
૩૯. કામ ત્યાં કરમ અને સત્ય ત્યાં ધરમ = ઉદ્યમ નસીબને ખેંચી લાવે છે.
૪૦. કામ પડ્યે માણસ જણાય = પ્રસંગ પડ્યા વિના માણસની કીમત ન થાય.
૪૧. કામ વખત કાકી નહિતર મેલો હાંકી = તોફાન વખતે અપાયેલાં વચન શાંતિ વખતે ભૂલી જવાય છે.
૪૨. કામ સર્યું એટલે વૈદ્ય વેરી = જરૂર હોય ત્યાંસુધી જ કોઇનો સંબંધ રાખવો.
૪૩. કામનો વાદ હોય, કરમનો વાદ નહિ = કામ કરવામાં ચડસાચડસી થઇ શકે, શ્રીમંતાઇમાં નહિ.
૪૪. કામમાં કામ કરી લેવું = એક કામ કરતાં બીજું કામ કરી લેવું; બે કામ સાથે કરવાં.
૪૫. કામમાં કામ કાઢવું = એક પથ્થરથી બે પક્ષી મારવાં; એક પંથ દો કાજ; એક કામ કરતાં બીજું કામ કરી લેવું.
૪૬. કામમાં ને કામમાં હડીઓ કાઢે ગામમાં = કામને બહાને અહીંતહીં દોડધામ કરવી.
૪૭. ઝોર કામ = બળ માપવાની એક રીત.
૪૮. બેવડે દોરે કામ કરવું = (૧) એક સાથે બે કામ કરવાં. (૨) પાકું કામ કરવું.
૪૯. ભગાના જેવું કામ કરવું = ઊંધું વેતરવું.
|
| 47 |
|
न. |
ખાતું; વિભાગ.
|
| 48 |
|
न. |
ધંધો; વ્યવસાય.
|
| 49 |
|
न. |
નોકરી.
|
| 50 |
|
न. |
ફરજ; ધર્મ.
|
| 51 |
|
न. |
ફાયદો.
|
| 52 |
|
न. |
બનાવેલી ચીજ; કારીગરી; બનાવટ.
|
| 53 |
|
न. |
બુદ્ધિ; ચાતુર્ય.
|
| 54 |
|
न. |
વીર્ય; શુક્ર.
|
| 55 |
|
न. |
સુખ.
|
| 56 |
|
वि. |
ઇચ્છાવાળું.
|
| 57 |
|
अ. |
કાજે; માટે.
|