| 1 |
|
पुं. |
( પુરાણ ) અર્ધો પક્ષી અને અર્ધો માણસ એવો એક કાલ્પનિક દેવતા. તે જ્યારે જન્મ્યો ત્યારે એટલો બધો તેજસ્વી હતો કે દેવોએ તેને અગ્નિ માની પૂજવા માંડયું. તેનું માથું, પાંખ અને ચાંચ પક્ષી જેવા અને શરીરના બીજા ભાગ માણસ જેવા હોય છે. તેનું મુખ ધોળું, પાંખો રાતી અને શરીર સોનેરી હોય છે. તેના પુત્રનું નામ સંપાતિ અને સ્ત્રીનું નામ ઉન્નતિ અથવા વિનાયકા છે. પોતાની માતાનું દાસીત્વ દૂર કરવા તેણે અમૃતની ચોરી કરી, પરંતુ ઇંદ્ર તે જાણી ગયો. તેથી બંને વચ્ચે ધોર યુદ્ધ થયું. ઇંદ્રે અમૃત પાછું મેળવ્યું પણ લડાઈમાં તે બહુ ઘાયલ થયો. અને તેનું વજ્ર તોડી નખાયું. એ શાલ્મલિદ્વીપમાં રહેતો. વિષ્ણુની સાથે એણે બોલી કરી હતી કે હું તમારા ઉપર હોઉં, વિષ્ણુએ માગ્યું કે તારા ઉપર હોઉં. આથી એ વિષ્ણુનું વાહન થયો અને વિષ્ણુએ તેને પોતાની ધ્વજા ઉપર રાખ્યો. તેની માતાનું નામ વિનતા, પિતાનું નામ કશ્યપ અને તેના મોટા ભાઈનું નામ અરુણ હતું. તેની પાંખો લાલ છે. તે પક્ષીનો રાજા મનાય છ. તેની માની શોક કદ્રુ સર્પની માતા હતી. તેણીએ ગરુડની માતાને દુ:ખ દીધું હતું. તેનું વેર લેવા માટે ગરુડે સર્પનો નાશ કરવા વરદાન મેળવ્યું હતું. તેના કાશ્યપી, વૈનતેય, સુપર્ણ ગરુત્મા દક્ષાય, શાલ્મલી, તાર્ક્ષ્ય, વિનાય, સિતાનન, રક્તપક્ષ, શ્વેતરોહિત, સુવર્ણકાય, ગગનેશ્વર, ખગેશ્વર, નાગાંતક, પન્નાગનાશન, સર્પારાતિ, તરસ્વી, રાસાયન, કામચારી, કામાયુ, ચિરાદ. વિષ્ણુરથ, અમૃતહરણ, સુધાહર, સુરેંદ્રાજિત, વજ્રજિત વગેરે ઘણાં નામ છે.
|
| 4 |
|
पुं. |
એક પક્ષી તેની અનેક જાતો થાય છે. યરપમાં સોનેરી ગરુડ થાય છે તેને `ગોલ્ડન ઇગલ` કહે છે. તેનાથી ઊતરતું એક શાહી ગરુડ છે. ગુજરાતના વતની અને વ્યાપક ગરુડને ધોળવો કહે છે. શરીરે બરાબર ગજ લાંબો, પાંખો પહોળી કરે તો ૫થી ૬ ફૂટ થાય એવડો તે હોય છે. માદા તો એથી પણ મોટી હોય છે. બંનેના દેહનો રંગ ઘેરાશ પડતો બદામી કપિલા ગાય જેવો હોય છે. માથું અને ગળું કાળાશ પડતાં, છાતી ઉપર સહેજ આછાં છાંટણાં, પાંખોમાં બે આડા પટા, ચાંચ કઠોર અને છેડે અણીદાર આંકડા જેવી વળેલી, રંગે ભૂરી, અણી કાળાશ પડતી તથા પગનાં આંગળાં પીળાં અને છેડે કાળા નખ હોય છે. દેખાવે તે મોટી શામળી જેવો લાગે, પણ શમળીથી જુદો પડે. શમળીનું માથું ગોળાશ પડતું પણ ગરુડનું ચપટું અને બેઠા ઘાટનું હોય છે. શમળીના પગ ઢીંચણ સુધી પીંછાંવાળ અને નીચે ઉઘાડા હોય છે. ગરુડના આખા પગ સાથળથી ઠેઠ પગનાં આંગળાં સુધી પીંછાંથી ઢંકાયેલા હોય છે શમળીની પૂંછડી છેડે શંકુ આકારની અને વચ્ચેથી કપાયેલી હોય છે, ગરુડની ગોળાશ પડતી હોય છે. તે ક્વચિત ટોળામાં ફરતો દેખાય છે. ઘણી વખત ઝાડની ટોચે નિરાંતે બેસી આસપાસના પ્રદેશનું નિરીક્ષણ કરતો દેખાય છે. તેનો દેખાવ બીક લાગે એવો પણ સ્વભાવે બહુ ખુશમિજાજી હોય છે. બેસે ત્યારે ઢગલો થઈ પડે પણ ઊડે ત્યારે અત્યંત ગૌરવભર્યો ઊડે. નાનાં પંખી, દેડકાં, સાંપ, સસલાં, કાચંડા, તીડ એ તેનો ખોરાક છે. શિયાળો એની પ્રજોત્પત્તિનો સમય છે. એમના માળા કાંટાળાં ઝાડ અને ખાસ કરીને બાવળની ઊંચી ટોચે જ એ બાંધે છે. મોટી પાંખોને કાંટા ન નડે એ હેતુથી તે ટોચ પસંદ કરે છે. એનાં માળા ઝાડની વચ્ચે કદી જોવામાં આવતા નથી.
|