1 |
|
पुं. |
નાગપિગળ માંહેનો એ નામનો એક માત્રામેળ છંદ.
|
2 |
|
पुं. |
મહાભારતમાં જણાવેલો તીર્થમાં આવેલો એક પ્રાચીન વડ. ત્યાં પાંડવો ગયા હતા.
|
3 |
[ સં. ] |
पुं. |
વિષ્ણુ. તે પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ આદિ સર્વ પ્રમાણોના પ્રમાણરૂપ સ્વાનુભવપ્રમાણ છે. પ્રમાણો તેમનો નિશ્ર્ચય કરાવનારાં સાધનો છે. વળી તે પ્રમાણમાં પણ ન આવે એવા અમાપ છે, તો પણ ભકતજનો તેમને નામ અને રૂપ આપીને શ્રધ્ધાભકિતથી તેનું માપ અથવા વ્યકિતપણું કરે છે. ભકતમાળામાં તેમણે જ આવીને ભકતજનોને અસંખ્ય પરચા આપ્યા છે. સર્વ વ્યકિતઓમાં પોતપોતાને જાણવારૂપ સ્વાનુભવ એવી ષડ્ પ્રમાણની મૂર્તિ તે જ છે. વળી પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ પ્રમાણો દ્વારા સિદ્ધ કરાયેલા પણ તે જ છે. પુન:અવ્યક્ત હોવા છતાં વ્યકિતભાવમાં શરીરરૂપી પ્રમાણ કે માપમાં આવનાર પણ તે છે અથવા નિશ્ર્ચયાત્મક પ્રમાણ પણ તે જ છે.
|
4 |
|
पुं. |
શિવના હજાર માંહેનુ એક નામ.
|
5 |
|
न. |
અનુભવવચન.
|
6 |
|
न. |
( જૈન ) અનેક ધર્મ દ્વારા વસ્તુનો અનેક રૂપથી કરવામાં આવતો નિશ્ર્ચય. નય અને પ્રમાણ બંને જ્ઞાન જ છે. પરંતુ એમાં તફાવત એ છે કે, નય વસ્તુના એક અશંનો અને પ્રમાણ અનેક અશંનો બોધ કરે છે. અર્થાત વસ્તુમાં અનેક ધર્મ હોય છે તેનો બોધ કરે છે. અનેક ધર્મ દ્વારા વસ્તુનો અનેક રૂપથી નિશ્ર્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય છે.
|
7 |
|
न. |
અંશ; સ્થિતિ; કોટિ.
|
8 |
|
न. |
આદર્શ.
|
9 |
|
न. |
આધાર.
ઉપયોગ
ન જારપુત્રે કદી હોય શૃંગો, કુલીનને હાથ ન પદ્મ ઊગે; જયારે છૂટે વાકયરૂપી જ બાણ, જણાય છે જાતિકુલ પ્રમાણ. – સુભાષિત
|
10 |
|
न. |
એ નામે એક અલંકાર. એમાં આઠ પ્રમાણમાંથી કોઈ એકનું કથન હોય છે. લગભગ બધા અલંકારવાળાઓએ માત્ર અનુમાન અલંકારને માનેલ છે, પ્રત્યક્ષ વગેરે બીજા પ્રમાણોને અલંકાર માનેલ નથી. માત્ર ભોજે આઠ પ્રમાણ અનુસાર પ્રમાણાલંકાર માનેલ છે.
|
11 |
|
न. |
કારણ; હેતુ.
|
12 |
|
न. |
ખાતરી; ભરોસો; વિશ્વાસ; નક્કી કે ખાતરીથી કહેવું કે જણાવવું તે.
રૂઢિપ્રયોગ
૧. જીવ્યા એ પ્રમાણ = જીવન સુખી હોવું.
૨. પ્રત્યક્ષ પ્રમાણ = નજરે જોયેલી વાત.
૩. પ્રમાણ કરવું = માન્ય રાખવું.
૪. લેખિત પ્રમાણ = દસ્તાવેજી પુરાવો.
|
13 |
|
न. |
( ગણિત ) ગુણોત્તર; જયારે બે ગુણોત્તર બરાબર હોય ત્યારે તે બરાબરપણાને પ્રમાણ કહે છે. જેમકે, ૬:૮::૯:૧૨. આ ચાર પદો વચ્ચે પ્રમાણ છે અને તે બંને ગુણોત્તરનું પ્રમાણ બતાવવા માટે :: આવું ચાર ટપકાનું ચિન્હ મુકાય છે. પ્રમાણની આદિ અને અંતની સંખ્યાનો ગુણાકાર બે મધ્યની સંખ્યાના ગુણાકારની બરોબર થાય છે. જેમ કે, ૬×૧૨ = ૮×૯.
|
14 |
|
न. |
જથ્થો.
|
15 |
|
न. |
જામીનગીરી; હામી.
|
16 |
|
न. |
જૈન સાધુ એ સાચવવાની આહારની મર્યાદા.
|
17 |
|
न. |
દલીલ.
|
18 |
|
न. |
દાખલો; ઉદાહરણ; પડછો; દષ્ટાંત.
|
19 |
|
न. |
ન્યાયશાસ્ત્ર.
|
20 |
|
न. |
પરિમાણ; માપ.
|
21 |
|
न. |
પરીક્ષા; કસોટી.
|
22 |
|
न. |
પ્રતિમાન; ધોરણ.
|
23 |
|
न. |
પ્રમાણપત્ર; આદેશપત્ર; ખરાપણાનો દાખલો.
|
24 |
|
न. |
પ્રમિતિકરણ ચક્ષુ વગેરે.
|
25 |
|
न. |
પ્રામાણિક વાત કે વસ્તુ; માનવાની વાત.
|
26 |
|
न. |
માન; આદર.
|
27 |
|
न. |
માનવા લાયક ગ્રંથ.
|
28 |
|
न. |
માનવા લાયક ગ્રંથકર્તા.
|
29 |
|
न. |
મૂળ ધન.
|
30 |
|
न. |
( ન્યાય ) મોક્ષપ્રાપ્તિ માટે જાણવાજોગ સોળ માંહેનો એ નામનો એક પદાર્થ.
|
31 |
|
न. |
યથાર્થ જ્ઞાન; પ્રમાણરૂપ જ્ઞાન. પ્રમાણ એ ન્યાય નો મુખ્ય વિષય છે. ગૌતમે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રકારના પ્રમાણ માન્યાં છે: ઈંદ્રિયો વડે જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ. લિંગ એટલે લક્ષણ અને લિંગી એ બંનેના પ્રત્યક્ષ જ્ઞાનથી ઉત્પન્ન થતું જ્ઞાન તે અનુમાન.કોઈ જાણેલી વસ્તુના સમાનપણાથી બીજી વસ્તુનું થતું જ્ઞાન જે પ્રમાણથી થાય તે ઉપમાન કહેવાય છે. આપ્ત કે વિશ્વાસપાત્ર માણસની વાતને શબ્દપ્રમાણ કહે છે. વળી પ્રત્યક્ષ પ્રમાણ બાહ્ય અને આંતર એમ બે પ્રકારનુ છે. બાહ્ય પ્રત્યક્ષ ઘ્રાણ, રસના, ચક્ષુ, ત્વક અને શ્રોત્ર એવા ભેદથી પાંચ પ્રકારનું છે. મનને આંતર પ્રત્યક્ષ કહે છે. અનુમાન પ્રમાણ પૂર્વવત્, શેષવત્ અને સામાન્યતોદ્દષ્ટ એવા ભેદથી ત્રણ પ્રકારનું છે. એ ત્રણે પ્રકારના અનુમાન સ્વાર્થ અને પરાર્થ એવા ભેદ થી બે પ્રકારનાં છે. ઉપમાન પ્રમાણ પણ સાદશ્યવિશિષ્ટ પિંડજ્ઞાન, વૈઘર્મવિશિષ્ટ પિંડજ્ઞાન, અસાધારણ ધર્મવિશિષ્ટ પિંડજ્ઞાન એમ ત્રણ પ્રકારનું છે. શબ્દ પ્રમાણ દષ્ટાર્થક અને અદષ્ટાર્થક એમ બે પ્રકારનું છે. મીમાંસકો, વેદાંતીઓ અને પૌરાણિકો આ ચાર ઉપરાંત બીજાં ચાર પ્રમાણ વધુ માને છે: ઐતિહ્ય, અર્થાપત્તિ, સંભવ અને અભાવ. પરપંરાથી ચાલી આવતી વાત જે પ્રમાણથી મનાય છે તેને ઐતિહ્ય પ્રમાણ કહે છે. જે વાત વિના કોઇ દેખેલી કે સાંભળેલી વાતના અર્થમાં આપત્તિ આવે તેને અર્થાપતિ પ્રમાણ કહે છે. વ્યાપકની અંદર વ્યાપ્ય અંગીની અંદર અંગ હોવાનું જે પ્રમાણ વડે સિદ્ધ થાય છે તેને સંભવ પ્રમાણ કહે છે. કોઈ વસ્તુનું નહિ હોવું જેથી સિદ્ધ થાય છે. તેને અભાવ પ્રમાણ કહે છે. નૈયાનિકો આ ચારને જુદાં પ્રમાણ નથી માનતા, પોતાનાં ચાર પ્રમાણોની અંદર તેને માને છે. એકંદર પ્રમાણ નવ છે: પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, સંભવ, ઐતિહ્ય અને ચેષ્ટા. ભિન્ન ભિન્ન દર્શનવાળાઓનાં પ્રમાણની સંખ્યા નીચે મુજબ છે: ચાવાર્ક અથવા નાસ્તિક એક પ્રત્યક્ષપ્રમાણને જ માને છે. બુદ્ધ અને કણાદને અનુસરનારા પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણને માને છે. સાંખ્ય અને યોગવાળા પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ અથવા આગમ આ ત્રણ પ્રમાણને માને છે. ન્યાયવાળા પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાન આ ચાર પ્રમાણને માને છે. પ્રભાકર અથવા પૂર્વમીમાંસાનો એકદેશી પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન અને અર્થાપત્તિ આ પાંચ પ્રમાણને માને છે. કુમારિલ ભટ્ટ અને વેદાંતીઓ પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપતિ અને અનુપલબ્ધિ આ છ પ્રમાણને માને છે. પૌરાણિક ઉપરનાં છ પ્રમાણો ઉપરાંત સંભવ અને ઐતિહ્ય એ બે પ્રમાણોને વધારી આઠ પ્રમાણોને માને છે. તાંત્રિકો ઉપર જણાવેલા આઠ પ્રમાણો ઉપરાંત ચેષ્ટા નામનું એક પ્રમાણ વધારી નવ પ્રમાણોને માને છે. રામાનુજ અને પૂર્ણપ્રજ્ઞો પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણને માને છે. ધર્મશાસ્ત્રમાં કેટલાક વહેવાર કે અભિયોગનો નિર્ણય કરવામાં ચાર પ્રમાણ માનેલા છે: (૧) લિખિત કે દસ્તાવેજી, (૨) ભુકિત એટલે માલિકી, (૩) સાક્ષ્ય અને (૪) દિવ્ય. પહેલા ત્રણ પ્રકારના પ્રમાણને માનુષ કહે છે. પ્રમાણ કોઈ આઠ, કોઈ છ, કોઈ ચાર, કોઈ ત્રણ, કોઈ બે અને કોઈ એક પ્રમાણ માને છે. તેઓમાં મહર્ષિ કપિલ ત્રણ પ્રમાણવાદી છે. તે કહે છે કે ત્રણ પ્રમાણો માનવીથી જ સર્વ પ્રમાણની સિદ્ધિ થઈ શકે છે, માટે વધારે પ્રમાણો માનવાની આવશ્યકતા નથી અને એ ત્રણ પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, અને શબ્દ છે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે: ઉપમાન, અર્થાપત્તિ, ઐતિહ્ય, સંભવ અને અનુપલબ્ધિ એ પાંચ પ્રમાણોનો ઉકત ત્રણ પ્રમાણોમાં જ સમાવેશ થાય છે.ઉપમાન, અર્થાપત્તિ અને સંભવ એ ત્રણ પ્રમાણોનો અનુમાનમાં, ઐતિહ્યનો શબ્દ પ્રમાણમાં અને અનુપલબ્ધિનો પ્રત્યક્ષમાં સમાવેશ થઈ જાય છે, માટે એ પાંચ પ્રમાણો પૃથક્ માનવાની કશી જરૂર નથી.
|
32 |
|
न. |
યથાર્થ જ્ઞાનનું સાધન; સત્ય જાણવાનું સાધન; જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ; સાચા અનુભવ કે જ્ઞાનનું કારણ.
|
33 |
|
न. |
યોગશાસ્ત્રમાં જણાવેલી ચિત્તની પાંચ માંહેની એક વૃત્તિ. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એમ ચિત્તની પાંચ વૃત્તિ છે.
|
34 |
|
न. |
લક્ષણ; નિશાન.
|
35 |
|
न. |
( સંગીત ) નૃત્યગીત અને વાઘની એકતાનતારૂપ સામ્ય.
ઉપયોગ
આ શ્લોકમાં પાઠય, ગેય, પ્રમાણ, જાતિ ( સપ્ત ), તંત્રી, લય એટલા પારિભાષિક શબ્દો છે. – પુરાતત્ત્વ
|
36 |
|
न. |
વરાડ; ફાળો.
|
37 |
|
न. |
વિસ્તાર; આયતન.
|
38 |
|
न. |
વૃત્તિ; બુદ્ધિવૃત્તિ.
|
39 |
|
न. |
શાસ્ત્ર.
|
40 |
|
न. |
શ્રધ્ધા; માન્યતા; નિશ્વય; પ્રતીતિ.
|
41 |
|
न. |
સત્તા; સત્તાયુકત સિદ્ધાંત.
|
42 |
|
न. |
સત્યતા; સાચાપણું.
|
43 |
|
न. |
સંસારભ્રમરૂપ વિક્ષેપના નવ માંહેનો એક પ્રકાર.
|
44 |
[ સં. પ્ર ( વિશેષ ) + માન ( માપ ) ] |
न. |
( જૈન ) સાચું જ્ઞાન; સમ્યક્જ્ઞાન. પ્રમાણ બે પ્રકારે છે: પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રમાણ જ્ઞાન પાંચ પ્રકારનું છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન:પર્યય જ્ઞાન અને કેવળ જ્ઞાન.
|
45 |
|
न. |
સાબિતી; પુરાવો.
રૂઢિપ્રયોગ
૧. પ્રમાણ આપવું = પુરાવો કે સાબિતી આપવી.
૨. પ્રમાણ કરી આપવું = સાબિત કરી આપવું.
૩. પ્રમાણ માગવું = પુરાવો કે સાબિતીની માંગણી કરવી.
૪. પ્રમાણ લેવું = (૧) પુરાવા તરીકે લેવું (૨) પુરાવો દાખલ કરવો.
|
46 |
|
न. |
સોગંદ ઉપરનો પુરાવો; મોઢાનો અથવા લેખિત પુરાવો.
|
47 |
|
न. |
સ્થાપન; નિર્ણય; સિદ્ધિ.
|
48 |
|
न. |
હદ; માન.
|
49 |
|
वि. |
માન્ય કરવા યોગ્ય; સ્વીકારવા જેવું; સત્ય; ખરૂં; પ્રમાણભૂત; સત્તાવાળું; ભરોસાપાત્ર.
|
50 |
|
वि. |
માપનાર; પ્રમાણ કરનાર.
|
51 |
|
वि. |
મોટાઈ વગેરેમાં બરાબર; પરિમાણમાં સરખું.
|
52 |
|
वि. |
સત્ય બોલનાર.
|
53 |
|
अ. |
નક્કી.
|
54 |
|
अ. |
સુધી; પર્યંત.
|