| 1 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩૪ ગુરૂ અને ૨૮ લઘુ મળી ૬૨ વર્ણની ૯૬ માત્રા હોય છે.
|
| 2 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ ષટ્પદી છપ્પયનો એક ભેદ છે. તેમાં ૬ પદ હોય છે. તેમાં ૨૦ લઘુ અને ૬૬ ગુરૂ મળી ૮૬ વર્ણની ૧૫૨ માત્રા હોય છે.
|
| 3 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક સમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૩૧ માત્રા હોય છે. તેમાં ૧૬ અને ૧૫ માત્રાએ યતિ તથા ૧, ૫, ૯, ૧૩, ૧૭, ૨૧, ૨૫ અને ૨૯ માત્રાએ તાલ આવે છે.
|
| 4 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પ્રતિષ્ઠા છંદનો એક ભેદ છે. તેને કારુ છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં સગણ અને લઘુ મળી ચાર વર્ણ હોય છે.
|
| 5 |
|
पुं. |
એક જાતનો હાથી.
|
| 6 |
|
पुं. |
એક ભૂત.
રૂઢિપ્રયોગ
૧. વીર મૂકવો = (૧) મંત્રથી વીર પોતાને કબજે કરાવવો. (૨) મેલીવિદ્યાનો પ્રયોગ કરવો.
૨. વીર સાધવા = મંત્રથી વીર પોતાને કબજે કરવો.
|
| 7 |
[ સં. ] |
पुं. |
( પુરાણ ) કશ્યપ વડે દનાયુને થયેલ એક પુત્ર.
|
| 8 |
|
पुं. |
( કાવ્ય ) કાવ્યશાસ્ત્રના નવ માંહેનો એક રસ; વીરરસ. નવ રસ આ પ્રમાણે છે: (૧) શૃંગાર, (૨) વીર, (૩) કરૂણ, (૪) રૌદ્ર, (૫) હાસ્ય, (૬) ભયાનક, (૭) બીભત્સ, (૮) અદ્દભૂત અને (૯) શાંત.
|
| 9 |
|
पुं. |
કાળો વાળો; સુંગંધી વાળો; ખસ.
|
| 10 |
|
पुं. |
( પુરાણ ) કૃષ્ણને કાલિંદીથી થયેલ એક પુત્ર.
|
| 11 |
|
पुं. |
કોઈ મહાન કાર્યમાં ઉત્સાહથી ઝંપલાવનાર મર્દ માણસ.
|
| 12 |
|
पुं. |
ક્ષત્રિય.
|
| 13 |
|
पुं. |
( પુરાણ ) તામસ મન્વંતરમાં એ નામના એક દેવ.
|
| 14 |
|
पुं. |
( પુરાણ ) ધૃતરાષ્ટ્રના સો માંહેનો એક પુત્ર.
|
| 15 |
|
पुं. |
નટ .
|
| 16 |
|
पुं. |
પતિ.
|
| 17 |
|
पुं. |
પુત્ર.
|
| 18 |
|
पुं. |
ભાઈ; વીરો. કેમકે, બેન ભાઈને વીર કહે છે.
|
| 19 |
|
पुं. |
( પુરાણ ) ભારદ્વાજ અગ્નિને વીરાની કૂખે થયેલો પુત્ર.
|
| 20 |
|
पुं. |
મહાપુરૂષ; મહાનુભાવ; પ્રવીર.
ઉપયોગ
શાસ્ત્રમાં ચાર પ્રકારના વીર ગણાવ્યા છે:- વિદ્યાવીર, યુદ્ધવીર, દાનવીર અને દયાવીર. –પારિભાષિક કોષ.
|
| 21 |
|
पुं. |
યજ્ઞનો અગ્નિ.
|
| 22 |
|
पुं. |
યોદ્ધો; સુભટ; લડવૈયો.
|
| 23 |
|
पुं. |
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ.
|
| 24 |
|
पुं. |
શિવનાં હજાર માંહેનું એક નામ.
|
| 25 |
|
पुं. |
શૂરવીર માણસ; પરાક્રમી માણસ; મરદ માણસ.
|
| 26 |
|
पुं. |
( પુરાણ ) સત્યાની કૂખે કૃષ્ણથી થયેલ એક પુત્ર.
|
| 27 |
|
पुं. |
હનુમાન; મહાવીર.
|
| 28 |
|
पुं. |
એ નામે એક જાતની વનસ્પતિ.
|
| 29 |
|
स्त्री. |
દરિયાનાં પાણીની વેળ; ભરતી.
રૂઢિપ્રયોગ
૧. ચાંદ માથે અને વીર સાથે = દરરોજ રાત્રે કે દિવસે ચંદ્ર બરાબર માથા ઉપર આવે ત્યારે વીર એટલે ભરતીની શરૂઆત થાય.
૨. વીર આવવી=ભરતી આવવી.
૩. વીર ઊતરવી = ભરતી ઊતરવી.
|
| 30 |
|
स्त्री. |
રાબ; ચોખાની કાંજી.
|
| 31 |
|
न. |
( સંગીત ) ઓડવનું એક તાન; મધ્યમ ગાનમાં રિષભ અને ધૈવત વર્જિત કરવાથી બનતું એક તાન.
|
| 32 |
|
न. |
કમળનું મૂળ .
|
| 33 |
|
न. |
તાંદળજો.
|
| 34 |
|
न. |
મરી; તીખાં.
|
| 35 |
|
न. |
મહાવીર સ્વામી; જૈનોના છેલ્લા તીર્થંકર.
|
| 36 |
|
वि. |
બહાદુર.
|
| 37 |
|
वि. |
બળવાન.
|
| 38 |
|
वि. |
બાવન સૂચક સાંકેતિક શબ્દ, કારણ કે, વીર બાવન છે.
|
| 39 |
|
वि. |
શૂર; પરાક્રમી.
|
| 40 |
|
वि. |
શ્રેષ્ઠ.
|
| 41 |
|
न. |
લતા કરંજ; કરેણ.
|