| 4 |
|
पुं. |
( સંગીત ) એક જાતનું માપ. ગાવા બજાવવા અને નાચ કરવામાં જે જે ક્રિયાઓ કરવામાં આવે છે, તે દરેકમાં કેટલી વાર સુધી, કેવી રીતે, કયા સ્વરની તથા હાથ પગની ચાળવણી કરવી એટલે કયો સ્વર કેટલો લાંબો ટૂંકો લેવો અને કયે ઠેકાણે કેટલો વિરામ લેવો વગેરેનું પ્રમાણ જે બતાવે છે તેને કાળ કહે છે. એ કાળનો ઉપયોગ લય, તાલ, માર્ગ વગેરેમાં થાય છે. મુખ્ય ત્રણ અને બે પેટા ભાગ મળી કુલ પાંચ કાળભાગ છે: (૧) શુદ્ધ વિલંબકાળ, (૨) મધ્યમકાળ, (૩) દ્રુતકાળ; પેટા ભાગ; (૪) મધ્યવિલંબ અને (૫) મધ્યદ્રુત. કાળનાં મુખ્ય સોળ અંગ છે: (૧) વિરામ, (૨) ધૃતાંગ, (૩) દ્રુતવિરામ, (૪) લઘુઅંગ, (૫) લઘુવિરામ, (૬) લઘુદ્રુતઅંગ, (૭) લઘુદ્રુતવિરામઅંગ, (૮) ગુરુ, (૯) ગુરુવિરામ, (૧૦) ગુરુદ્રુત, (૧૧) ગુરુદ્રુતવિરામ, (૧૨) પ્લુત, (૧૩) પ્લુતવિરામ, (૧૪) પ્લુતદ્રુત, (૧૫) પ્લુતદ્રુતવિરામ અને (૧૬) કાકપદ. સ્વરોને લંબાવવા કે ઝડપથી બોલવા માટે વપરાતા મુખ્ય આઠ કાળ છે: (૧) મહાહંસપદ, (૨) હંસપદ, (૩) કાકપદ, (૪) ગુરુ, (૫) લઘુ, (૬) દ્રુત, (૭) અણુ અને (૮) ત્રુટિ.
|
| 30 |
|
पुं. |
સૂક્ષ્મ એવો પુદ્દગલ પરાવર્ત જેમાં રહેલ છે તે. સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ અને વિભાગ એ પાંચ ગુણો કાલ તથા દિશામાં છે. કાળનું કોષ્ટક: ૨ પરમાણું = અમુ, ૩ અણુ = ત્રસરેણુ, ૩ ત્રસરેણુ = ત્રુટિ, ૧૦૦ ત્રુટિ = વેધ, ૩ વેધ = લવ, ૩ લવ = નિમેષ, ૩ નિમેષ = ક્ષણ. ૫ ક્ષણ = કાષ્ટા, ૧૫ કાષ્ટા = લઘુ, ૧૫ લઘુ = નાડિકા, ૨ નાડિકા = મુહર્ત, ૬ મુહર્ત = =યામ, ૮ =યામ = અહોરાત્ર, ૧૫ અહોરાત્ર = પક્ષ, ૨ પક્ષ = માસ, ૨ માસ = ઋતુ, ૩ ઋતુ = અયન, ૨ અયન = વર્ષ, ૧ મનુષ્ય વર્ષ = દેવ અહોરાત્ર, ૩૬૦ દેવ અહોરાત્ર = દેવનું વર્ષ, ૧૨,૦૦૦ દેવ વર્ષ = દેવયુગ, ૧૦૦૦ દેવયુગ = બ્રહ્માનો દિવસ, ૧, ૦૦૦ દેવયુગ = બ્રહ્માની રાત્રી, ૩૬૦ બ્રહ્માનો અહોરાત્ર = બ્રહ્માનું વર્ષ. ૧૭,૨૮,૦૦૦ મનુષ્ય વર્ષ = કૃતયુગ, ૧૨,૯૬,૦૦૦ મનુષ્ય વર્ષ = ત્રેતાયુગ, ૮,૬૪,૦૦૦ મનુષ્ય વર્ષ = દ્વાપરયુગ, ૪,૩૨,૦૦૦ મનુષ્ય વર્ષ = કલિયુગ, ૪૩,૨૦,૦૦૦ વર્ષ = ચતુર્યુગ, મહાયુગ, દેવયુગ અથવા ચોકડી, ૭૧ ચોકડી = મનુ, ૧૪ મનુ = બ્રહ્માનો દહાડો.
|