સ્ત્રી○
ઘોડાની માદા. (૨) તિપાઈ કે ચાર પાયાની નાની માંડણી, ‘સ્ટૂલ.’ (૩) ત્રણ કે ચાર પાયાની માંડણી થાય તેવી એક બાજુ પગથિયાંઘાટની માંડણી, ‘સ્ટેન્ડ.’ (૪) કપડાં, પાઘડી, ટોપી વગેરે મૂકવાની લાકડાની ખીંટીઓવાળી બનાવટ. (૫) ટેકો લઈને ચાલવાની લંગડાઓની લાકડી. (૬) દેશી ચરખાના લાકડાના લાઠિયા નીચે કરેડામાં નાખવાનું એક સાધન. (૭) નીંભાડાના બારા ઉપરના કાંઠા ઉપરની ત્રણ નળિયાંની માંડણી. (૮) પીંજણમાં નેજ અને હથવાસાની વચ્ચે રખાતી લાકડાની પાતળી અને સંઘાડે ઉતારેલ નાની દાંડી. (૯) વહાણ ઉપરનું બહાર લટકતું પાયખાનું. (વહાણ) (૧૦) વેજાનું પાણ બંધાતી વખતે દોરા ઊંચા રાખવાનું સાધન. (૧૧) સેવ પાડવાનો ઊભો સંચો. (૧૨) હોકાની ચલમ રાખવાની નાની માંડણી. (૧૩) સુન્નત સાદીમાં વપરાતો લાકડાનો નાનો ચીપિયો
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.