ત્રિકોણિકા

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

માતૃકાપરિખા નામની ખાઈમાં રહેલી એ નામની શિરાસરિતા. જતૂકાસ્થિની દરેક બાજૂએ માતૃપરિખામાં થઈને એક એક ત્રિકોણિકા શિરાસરિતા વહે છે. શિરાસરિતાના જોડકાઓમાં આ સૌથી મોટું જોડકું છે. આ સરિતાને આડો કાપ કરતાં તેનો ઘેરાવો ત્રિકોણાકાર માલૂમ પડવાથી તેનું આ નામ પડેલ છે. દરેક ત્રિકોણિકા જતૂકાસ્થિના પક્ષાંતરાલ ભાગથી શરૂ થઈને શંખાસ્થિના અશ્મભાગના અગ્ર સુધી પહોંચે છે. આ શિરાસરિતાને ભેદીને અંતર્માતૃકા ધમની પસાર થાય છે. તેની નજીકમાં ત્રીજી, ચોથી, પાંચમી છઠ્ઠી કલા વડે ઢંકાયેલી મગજની નાડીઓ તથા થોડા કલાના તંતુઓ માલૂમ પડે છે. આંખની તથા મસ્તિષ્કીયા શિરાઓ આ સરિતામાં લોહી ઠાલવે છે. અશ્મતટિની શિરાકુલ્યાઓ વડે તેમનું લોહી અનુપાર્શ્વિકા નામની શિરાસરિતાઓમાં જાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects