| 6 |
|
न. |
બે પગ અને પાંખવાળું ઊડનારૂં પ્રાણી; પંખી; વિહંગમ; ખગ; વિહંગ; વિહગ. તેની ત્રણ જાત છે: (૧) ઉપકારી પક્ષી. (૨) ઉપદ્રવી પક્ષી અને (૩) નિરુપયોગી પક્ષી. જે પક્ષીઓ તૂલ ઉપર પડતાં ઉપદ્રવી કીટકોનું ભક્ષણ કરે, તે ઉપકારી કહેવાય છે, જેમકે, (૧) કાંકરિયા કુંભર અથવા કૃષ્ણ ચકલી, (૨) લક્કડકૂટ, (૩) ભારદ્વાજ, (૪) ધોળેણ પક્ષી. (૫) ચાસ, (૬) ચીબડી, (૭) ગામ બગલું, (૮) સુથાર, (૯) સાતભાઈ, (૧૦) કાબર, (૧૧) પીલક.જે પક્ષી તૂલનું ધાન્ય ખાઈને નુકસાન કરે, તે ઉપદ્રવી કહેવાય છે. જેમકે, (૧) કુતૂર, (૨) સૂડો અને પોપટ, (૩) મધમાખી ખાનારૂં પક્ષી. (૪) ભોરડી. જે પક્ષી નુકસાન કે ફાયદો કાંઈ ન કરે તે નિરુપયોગી કહેવાય છે. જેમકે, (૧) સૂઘરી, (૨) કાગડો. ઋતુ પ્રમાણે પક્ષીઓ સ્થળાંતર કરે છે. ઉત્તર ધ્રુવ પ્રદેશમાં બહુ જ ઠંડી હોય ત્યારે ત્યાંના પક્ષી દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં જઈ વસે છે. ઈંગ્લંડનાં પક્ષી ઑસ્ટ્રેલિઅમાં જઈ વસતાં જણાયાં છે. આ પ્રમાને પક્ષીઓ શુમારે ૨૨, ૦૦૦ માઈલનું સ્થળાંતર કરે છે. પક્ષીઓની આયુમર્યાસા નીચે પ્રમાણે મનાય છેઃ કૂકડો ૧૪, પોપટ ૬૦, કબૂતર ૨૦, કાગડો ૧૦૬, ચકલી ૪૦, હંસ ૧૦૦, મોર ૨૪, ગરુડ ૧૦૦ વર્ષ.
ઉપયોગ
દ્વિજ શકુંત પક્ષી શકુનિ અંડજ વિહગ વિહંગ,
વિહંગમ પતત્રિ પત્રરથ પત્રી પતગ પતંગ. – પિંગળલઘુકોષ.
|