| 8 |
|
पुं. |
ન્યાયમત પ્રમાણે ચોવીશ માંહેનો એક ગુણ. ચોવીશ ગુણ: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્વેસ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ.
|
| 11 |
|
पुं. |
( વ્યાકરણ ) ભાર; વર્ણશ્રુત્તિ; વર્ણોના ઉચ્ચારમાં થતી ક્રિયા; વર્ણના ઉચ્ચારણનો પ્રયાસ. શબ્દમાં આવેલા અક્ષરોમાંથી કોઈના ઉપર સ્વાભાવિક રીતે ભાર પડે છે ને બીજા ભાર વગરના હોય છે. આ ભારને પ્રયત્ન નામ આપેલું છે. ઉચ્ચારણનો પ્રયત્ન બે પ્રકારનો છે: આભ્યંતર અને બાહ્ય. ધ્વનિ ઉત્પન્ન થયા પહેલાં વાગિંદ્રિયની ક્રિયાને આભ્યંતર અને ધ્વનિના અંતની ક્રિયાને બાહ્ય પ્રયત્ન કહે છે. આભ્યંતર પ્રયત્ન પ્રમાણે વર્ણોના ચાર ભેદ છે: (૧) વિવૃત્ત, જેના ઉચ્ચારણમાં વાગિંદ્રિય ખુલ્લી રહે છે. જેમ કે, સ્વર. (૨) સ્પૃષ્ટ, જેના ઉચ્ચારણમાં વાગિંદ્રયનું દ્દાર બંધ રહે છે. જેમકે, ક થી મ સુધીના પચીશ વ્યંજન . (૩) ઈષત્ વિવૃત, જેના ઉચ્ચારણમાં વાગિંદ્રિય કંઈક ખુલ્લી રહે છે. જેમકે , ય, ર, લ, વ. (૪) ઈષત સ્પૃષ્ટ. જેમકે, શ, ષ, સ, હ. બાહ્ય પ્રયત્ન અનુસાર બે ભેદ છે: અઘોષ અને ઘોષ. અઘોષ વર્ણોના ઉચ્ચારણમાં કેવળ શ્વાસનો ઉપયોગ થાય છે, કોઈ નાદ નથી થતો. જેમકે, ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, ષ, અને સ. ઘોષ વર્ણોના ઉચ્ચારમાં કેવળ નાદનો ઉપયોગ થાય છે. જેમકે , ગ, ઘ, ઙ, જ, ઝ, ઞ, ડ, ઢ, ણ, દ, ધ, ન, બ, ભ, મ, ય, ર, લ, વ, હ, અને બધા સ્વર.
|