4 |
|
पुं. |
( જ્યોતિષ ) એ નામનો એક ગ્રહ; મંગળ. તે સૂર્યથી ૧૪,૧૫,૦૦,૦૦૦ માઈલ દૂર છે. તે પૃથ્વીથી ઘણો જ નાનો અને ચંદ્રથી લગભગ બમણો છે. તેનું વર્ષ અથવા સૂર્યની એક વાર પ્રદક્ષિણા કરવાનો સમય ૬૮૭ દિવસનો છે અને તેનો દિવસ આપણા દિવસ કરતાં આશરે અર્ધો કલાક વધારે છે. તેની સાથએ બે ઉપગ્રહ કે ચંદ્રમા છે. તેમાંનો એક ૮ કલાકમાં અને બીજો ૩૦ કલાકમાં તેની પરિક્રમા કરે છે. તેનો રંગ ઘેરો લાલ છે. તેમાં સ્થળ અને નહેરો વગેરે પુષ્કળ હોવાનું અનુમાન કરી શકાય છે. ત્યાંનાં અને પૃથ્વીનાં હવાપાણી ઘણે ભાગે સરખાં છે. આપણે માનવીઓ મંગલના ગ્રહની મુલાકાત લઈ શકીએ એવી સફરની સગવડ આજના વૈજ્ઞાનિકોએ શોધી છે. બધા મળીને પચાસ જણ આ મુસાફરી કરી શકશે. ડૉ બ્રોન જેવા એક સદ્ધર વૈજ્ઞાનિકની આ વાણી છે, એટલે તેને આપણે તરંગ તરીકે ન ટેવીએ; પણ આપણને મંગલની મુસાફરી કરીને પૃથ્વી પર પાછા ફરતાં બે વર્ષ અને ૨૩૯ દિવસ લાગશે કારણ કે, મંગલનો ગ્રહ, પૃથ્વીથી ઘણો ઘણો દૂર છે. આ મુસાફરીના ત્રણ ટપ્પા નક્કી થાય છે. પૃથ્વીની ઉપર ૩૦૦ માઇલ દૂર એક ખાસ અંતરમુકામ યોજવામાં આવશે. ત્યાંથી રોકેટ દ્વારા મુસાફરી બીજા ટપ્પામાં દાખલ શશે. ત્રીજા ટપ્પામાં એવું રોકેટવિમાન કામે લગાડવામાં આવશે કે જે મંગળ ઉપર બરાબર ઊતરી શકે. રોકેટ જે ઝડપે દોટ મૂકશે એ દોટ માનવદેહ ઝીરવી શકે એ માટેની ખાસ તરકીબો તેમાં રાખવામાં આવશે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી જ્યારે રોકેટ ખસી જશે પછી તો, ઉપર અને નીચે જવું, પડવું અને ઊંચા જવું એવો કાંઈ અનુભવ નહિ થાય. અવકાશની અંદર આવી અવસ્થા જળવાશે. પુરાણ અનુસાર આ ગ્રહ પુરુષ, ક્ષત્રિય, સામવેદી, ભરુદ્વાજ મુનિનો પુત્ર, ચતુર્ભુજ, ચારે ભુજાઓમાં શક્તિવાળો, વર, અભય તથા ગદાને ધારણ કરનાર, પિત્ત પ્રકૃતિવાળો, યુવાન, ક્રૂર, વનચારી, ગેરુ વગેરે ધાતુઓ તથા લાલ રંગના બધા પદાર્થોનો સ્વામી અને થોડો અંગહીન મનાય છે. તેનો અધિષ્ઠાતા દેવતા કાર્તિકેય કહેવાય છે. ગ્રહ આ અંડાકાર રીતે સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યથી સૌથી વધારે દૂર તે હોય ત્યારે તે ૧૫,૫૦,૦૦,૦૦૦ માઈલનું છે. સૌથી ઓછું અંતર ૧૨,૮૦,૦૦,૦૦૦ માઈલનું છે. જ્યોતિષશાસ્ત્રીઓએ ઘણી વાર આ ગ્રહના ફોટા લીધા છે. કેટલાક જ્યોતિષશાસ્ત્રીઓએ તેની ઉપર ટપકાં, લીટીઓ અને ચાલતાં વાદળાં પણ જોયાં છે. એ નવાઈ ભરેલી વાત છે કે, આ ગ્રહ ઉપર બેવડી લીટીઓ ઘણા માઈલ સુધી માલૂમ પડે છે. આ બેવડી લીટીઓ જવાળામુખી પર્વતનાં મુખ નથી પરંતુ નિયમિત નહેરો છે. આ નહેરો સાગરમાંથી રાતા રણમાં પાણી લઈ જાય છે અથવા ધ્રુવ ઉપર પીગળેલા બરફનું પાણી આ નહેરો સૂકા ભાગમાં લઈ જાય છે એમ માનવામાં આવે છે. આ ગ્રહ પૃથ્વીને અનેક રીતે મળતો છે; પરંતુ એ બે ગ્રહ વચ્ચે ઘણો તફાવત છે. તેનું વાતાવરણ પૃથ્વીના વાતાવરણ કરતાં પાતળું છે અને તેથી જ આપણે તેની સપાટી સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તેનો દિવસ ૨૪ કલાક ૩૭ મિનિટ અને ૬૭ સેંકડનો છે. મંગલ પૃથ્વી કરતાં નાનો અને હલકો છે. મંગલ ઉપર કોઈ પણ વસ્તુનું વજન અહીં કરતાં ઓછું થાય છે. આ ગ્રહની સપાટી આખું રણ નથી પણ તેને યરપ જેવડાં ટપકાંઓ છે. તે ભેજવાળી જગ્યા હોય એમ મનાય છે. જો ત્યાં પાણી હોય તો વનસ્પતિ હોય જ. જે લીટીઓ દેખાય છે. તે વનસ્પતિ હોવી જોઈએ. જે સ્થિતિમાંથી મંગલ પસાર થઈ ગયો છે તે સ્થિતિમાંથી પૃથ્વી પસાર થઈ રહી છે. મંગલની પેઠે આપણી પૃથ્વીના પ્રાણવાયુનો જથ્થો પૃથ્વીથી ચુસાઈ જાય છે. મંગલનો પ્રાણવાયુ લોખંડ સાથે ભળી ગયો અને તેથી તે ગ્રહ લોઢાના કાટ જેવો રંગે રાતો દેખાય છે. મંગલ ગ્રહમાં માણસ વશી શકે નહિ, કેમકે ત્યાંનું પાતળું વાતાવરણ અહીંના લોકોને અનુકૂળ ન પડે. જો આપણે એવરેસ્ટ શિખર ઉપર રહેવા ટેવાઈ જઈએ તો જ મંગલનું વાતાવરણ આપણને અનૂકુળ પડે. સૂર્યમાળામાં પૃથ્વીની પેલી પાર મંગલ છે. આ ગ્રહના લાલ રંગ ઉપરથી તેને અંગારક, લોહિતાંગ, અગ્નિ વગેરે નામ મળેલાં છે. તેના રાતા તેજને લીધે જ્યોતિષશાસ્ત્રની શાખામાં મંગલને ક્રૂર ગ્રહ માનેલો છે. પ્રાચીન પાશ્ર્વાત્ય લોકોએ તેને યુદ્ધનો દેવતા એવા અર્થનું માર્સ એવું નામ આપ્યું છે. મહાભારતયુદ્ધની વખતે આ ક્રૂર ગ્રહ વક્રમાં હતો. આપણા ચંદ્ર ઉપર પ્રાણી છે કે નહિ તેની આપણને નિશ્ર્ચયપૂર્વક કંઈ માહિતી નથી; પરંતુ મંગલ ઉપર કોઈ લોકો હોય અને તેમની પાસે આપણા જેવાં દૂરબીન હોય તો તેમને તેમના ચંદ્ર ઉપર માણસ છે કે નહિ એ સહજ દેખાતું હશે. કલ્પના તરંગથી કોઈ માણસ મંગલ ઉપર જઈ આવી એવા વર્તમાન લઈ આવેલ છે કે, ત્યાંનાં હવાપાણી આપણાં હવાપાણી કરતાં સુખકર છે. ત્યાંની વનસ્પતિ તામ્રવર્ણી છે. ત્યાંના મનુષ્યનાં આયુષ્ય આપણા કરતાં વધારે છે, તે આપણા કરતાં બહુ જ જ્ઞાનવૃદ્ધ છે. તેઓએ બહુ મોટી મોટી નહેરો ખોદી કાઢેલ છે. મંગલ ઉપર મોટા મોટા ગણિત જાણનારા જ્યોતિષીઓ છે. તેમનાં યંત્રો આપણાં યંત્રો કરતાં વધારે સૂક્ષ્મ છે. પૃથ્વી ઉપર આપણા જેવાં બુદ્ધિમાન પ્રાણી છે એ તેમણે ઘણા વખતથી જાણ્યું છે; એટલું જ નહિ પણ મંગળ ઉપર કેટલીક ભૂમિતિમાંની આકૃતિ દેખાય છે, તે તેમણે આપણી સાથે બોલવાનું શરૂ કરવા સારુ યોજેલાં ચિહ્નો છે. આ સર્વ વર્તમાન ખોટાં જ હશે એમ કહી શકાતું નથી. સને ૧૯૨૪ના ઓગસ્ટની ૨૩મી તારીખે મંગલ આપણી ઘણી જ નજીક આવેલ હતો. તે વખતે તેની સપાટીનું નિરીક્ષણ કરવા અને તેના ફોટોગ્રાફ તે ફક્ત દોઢ માઈલ દૂર હોય તેવી રીતે પાડવા માટે અમેરિકની એક મોટી ખાણમાં રાક્ષસી દૂરબીન ગોઠવવાની તજવીજ કરી હતી. મંગલ સુધીના બધા નાના ગ્રહો ગણાય છે. તેની પછી સેંકડો અલ્પ ગ્રહસમૂહો આવે છે. તે કોઈ મોટો ગ્રહ તૂટવાથી કે બીજી રીતે હસ્તીમાં આવ્યો હશે તે કહી શકાતું નથી. ત્યાર પછી ચાર મોટા ગ્રહો આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખ્યું છે કે, એક વાર પૃથ્વી વિષ્ણુ ભગવાન ઉપર આસક્ત થઈને યુવતીનું રૂપ ધારણ કરી તેની પાસે ગઈ હતી. જ્યારે વિષ્ણુ તેનો શૃંગાર કરવા લાગ્યા, ત્યારે તે મૂર્છિત થઈ ગઈ. તેની આ દશામાં વિષ્ણુએ તેની સાથે સંભોગ કર્યો અને તેનાથી મંગલની ઉત્પત્તિ થઈ. પદ્ય પુરાણમાં લખ્યું છે કે, એક વાર વિષ્ણુનો પરસેવો પૃથ્વી ઉપર પડ્યો હતો અને તેમાંથી મંગલની ઉત્પત્તિ થઈ. મત્સ્ય પુરાણમાં લખ્યું છે કે, દક્ષ નાશ કરવા માટે મહાદેવે ઉત્પન્ન કરેલો વીરભદ્ર પાછળથી મંગલ થયો. આ પ્રમાણે ભિન્ન ભિન્ન પુરાણોમાં તેની ઉત્પત્તિ સંબંધમાં અનેક પ્રકારની કથાઓ આપવામાં આવેલી છે. મંગલનું જન્મસ્થાન ઉજ્જૈનમાં છે. કુંભમેળા વખતે ત્યાંથી સાધુસંતની સવારી ધર્મધ્વજ લઈને મહાકાળેશ્વરના મંદિર પાસેના ક્ષિપ્રા નદીના પુરાણ પ્રસિદ્ધ રામઘાટ ઉપર સૌ એકઠાં થાય છે.
ઉપયોગ
કુજ અંગારક ભૂમિસુત લોહિતાંગ મહીબાલ, મંગલમય જ્યાંત્યાં ઉદિત રાખ્યા દીવા લાલ. – પિંગળલઘુકોષ
|