| 1 |
[ સં. સંસૃ ( સરકવું ) + અ ( નામ બનાવનાર પ્રત્યય ) ] |
पुं. |
આત્માની કર્મબદ્ધ અવસ્થા.
|
| 2 |
|
पुं. |
જન્મ મરણાદિક જે ઘટમાળ તે; જન્મ પુનર્જન્મની ઘટમાળ.
ઉપયોગ
વિચારવંત પુરુષો જન્મપુનર્જન્મની ઘટમાળ-જે સંસાર-તેમાંથી છૂટવા ઇચ્છે છે. – હિંદુ ધર્મની બાળપોથી
|
| 3 |
|
पुं. |
જન્મીને મરવા લગીનો ખટરાગ; જીવોનું ઉત્પન્ન થવું, સુખદુઃખ ભોગવતાં જીવવું અને આખરે મરવું વગેરે જીવન કલહરૂપ વ્યવહાર. સમયસારજી ઉપરનાં પ્રવચનોમાં કહેવાયેલ છે કે, જીવમાં બે પ્રકારની અવસ્થા થાય છેઃ (૧) અનાદિની અશુદ્ધ અવસ્થા. તે પર વલણ રૂપ છે. (૨) રાગ, દ્વેષ, અજ્ઞાન રહિત સ્વાભાવિક શુદ્ધ અવસ્થા. તે સ્વ સ્વભાવરૂપ છે. એવી બે હાલતો બતાવાય છે. કારણ કે, આત્મા ત્રિકાળી છે. તેની સંસાર અને મોક્ષ બે હાલતો છે. સંસારપણું એ આખો આત્મા નથી તથા મોક્ષ એ આખો આત્મા નથી, બંને અવસ્થા મળીને ત્રિકાળી આત્મા છે. આત્મા વર્તમાનમાં છે તે ત્રિકાળ છે. તેની બે પ્રકારની દશા-અવસ્થા, તેમાં અનાદિની, પોતાની કલ્પના રૂપ, રાગ દ્વેષરૂપ અશુદ્ધ દશા એટલે સંસાર દશા. સંસાર `વાચક` છે. તેનો વાચ્યભાવ એ છે કે, પર ચીજ મારી, પુણ્ય, પાપ, દેહાદિની ક્રિયા મારી છે. મારાપણાની માન્યાતા તે જ સંસાર છે.
ઉપયોગ
જિસ્યુ હાથીનો કાન, પિપલનું પાન, ગહિલાની સાન, નીચનું માન, ગુંગાનું ગાન, સંધ્યાનું રાગ, ભ્રમરીનું પાગ, માંકડનું વઈરાગ, જિસ્સા બહુબોલા માણસના બોલ, જિસ્સા સમુદ્રના કલોલ, વિજનો ઝબકુ, કમળપત્રિં જલનું બિંદુ, ધ્વજાનું અંચલ, તિસ્યુ સંસાર ચંચલ છઈ. – ગુ. સા. પરિષદ
|
| 4 |
|
पुं. |
જીવનચક્ર.
ઉપયોગ
દ્રવ્યબંધ અને ભાવબંધ એ જ સંસાર છે – તત્ત્વાર્થસૂત્ર
|
| 5 |
|
पुं. |
( વેદાંત ) જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, ભોક્તા, ભોગ્ય અને ભોજન, કર્તા, કર્મ અને કરણ, એ ત્રણની ત્રિપુટી. આથી નવ પ્રકારનો સંસાર થાય છે.
|
| 6 |
|
पुं. |
ત્રિભુવન.
|
| 7 |
|
पुं. |
દુનિયાદારી; લોકાચાર; જનરીતિ.
|
| 8 |
|
पुं. |
પંચમહાભૂતમાંનાં તત્વોનો મિશ્રિત પદાર્થ; માયાનો પ્રપંચ.
|
| 9 |
|
पुं. |
( વેદાંત ) પોતાના અદૃષ્ટથી પ્રાપ્ત થયેલા શરીરનો પરિગ્રહ; આ શરીર હું છું અથવા આ શરીર મારું છે એવો આગ્રહ.
|
| 10 |
|
पुं. |
( સાંખ્ય ) પ્રકૃતિનો વિલાસ.
|
| 11 |
|
पुं. |
પ્રપંચ.
|
| 12 |
|
पुं. |
પ્રવાહ.
|
| 13 |
|
पुं. |
ફર્યા કરવું તે.
|
| 14 |
|
पुं. |
( વેદાંત ) ભગવાનની માયાનો વિલાસ; બ્રહ્મવન; બ્રહ્મવૃક્ષ.
ઉપયોગ
સંસાર સત્ય નથી એટલી negative સમજણ બસ નથી, સંસારમાં પરમાત્માનો વાસ છે એ positive રૂપે જાણવું જોઈએ. વેદાંતની પરિભાષામાં ચોતરફ માયા વિસ્તરી રહી છે એટલુંજ નહિ પરંતુ એ માયામાં બ્રહ્મનો અનુપ્રવેશ છે. આ જ કારણથી માયા પણ અસ્તિત્વવાચક પદની અધિકારિણી બને છે. – આનંદશંકર ધ્રુવ
|
| 15 |
|
पुं. |
ભૂલોકવાસ; પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિ; ચોરાશી લાખ યોનિ.
|
| 16 |
|
पुं. |
મનુષ્યસૃષ્ટિ.
|
| 17 |
|
पुं. |
( વેદાંત ) મિથ્યા એવા અજ્ઞાનથી જન્ય સંસ્કારરૂપી વાસના.
|
| 18 |
|
पुं. |
લોકાકાર; ત્રણ લોકનો આકાર કે ચિતાર.
|
| 19 |
|
पुं. |
સંસરણ; સર્યા કરવું તે.
|
| 20 |
|
पुं. |
સૃષ્ટિ; જગત; વિશ્વ; દુનિયા; મૃત્યુલોક; જગ; આલમ; લોક; નજર આગળ દેખાતું સર્વ જગત અથવા દૃશ્યસૃષ્ટિ.
રૂઢિપ્રયોગ
૧. સંસાર કરવો = ઘર ચલાવવું
૨. સંસાર તરવો = જીવનકલહના ઝઘડામાંથી છૂટવું; મુક્તિ મેળવવી; દુનિયાદારીના વ્યવહારમાં પાર ઊતરવું; મોક્ષ મળવો.
૩. સંસાર પૂઠે લાગવો = સંસારની કપરી ફરજો માથે પડવી.
૪. સંસાર ફળવો = વંશવૃદ્ધિ થવી.
૫. સંસાર માંડવો = (૧) દુનિયાદારી શરૂ કરવી. (૨) પરણવું; પ્રજોત્પત્તિને માટે સ્ત્રીપુરુષે સંબંધ બાંધવો.
૬. સંસારનાં સીંદરાં = કામના ઢરડા.
૭. સંસારની જાળ = જીવનબંધન.
૮. સંસારનો લહાવો = સ્ત્રીનું સુખ.
૯. સંસારનો વા વાવો = (૧) સંસારના પ્રપંચની અસર થવી; પ્રપંચબાજી આવડવી. (૨) સુખદુઃખનો અનુભવ થવો; નિખાલસપણું જતું રહેવું; માયા મમતા વળગવી.
૧૦. સંસારમાં ડૂબવું = (૧) જિંદગીમાં અપકૃત્ય કરવાં. (૨) માયાનાં બંધનોમાં જકડાવું.
|
| 21 |
|
पुं. |
સ્ત્રી, છોકરાં અને પરિવારવાળી સ્ત્રીપુરુષની સંયુક્ત સ્થિતિ; ગૃહસંસાર.
|
| 22 |
|
पुं. |
સ્ત્રીપુરુષનું એક થઈ રહેવું, વ્યવહરવું અને પ્રજોત્પત્તિ કરવી વગેરે તે.
|
| 23 |
|
पुं. |
( જૈન ) સ્ત્રી, મકાન, લક્ષ્મી, કુટુંબ વગેરે પદાર્થોમાં આત્માનો સંસાર નથી, પણ શરીર, મારૂં, હું પરનું કાંઈ કરી શકું, પુણ્યથી મને લાભ થાય, પુણ્ય કરતાં કરતાં ધર્મ થાય એવા પ્રકારની ઊંધી માન્યતા.
|
| 24 |
|
पुं. |
સ્વરૂપ.
|
| 25 |
|
वि. |
સારવાળું; સારું.
ઉપયોગ
રચ્યો વ્યૂહ તેવે શ્રીકૃષ્ણ સંસાર. – વલ્લભ
|
| 26 |
|
वि. |
હંમેશ વહેતું.
|