| 1 |
|
पुं. |
( સંગીત ) એક ઓડવ વક્રજાતિ રાગ. તેમાં આરોહમાં સા, રિ, મ, પ, નિ એમ પાંચ સ્વરો અને અવરોહમાં સા, નિ, ધ, પ, મ, ગ, રિ એમ સાત સ્વરો આવે છે. તેમાં નિ કોમળ છે. મ થી રિ સુધીનો લાગ અને સારંગનું પ્રધાનપણું એ જ આનું મુખ્ય સ્વરૂપ છે. આરોહે નિ શુદ્ધ અને અવરોહે નિ કોમળ લાગે છે. તેનો ગ્રહ સ્વર સા, વાદિ સ્વર રિ, સંવાદિ સ્વર પ અને ન્યાસ સ્વર રિ છે. ગાવાનો વખત દિવસનો ત્રીજો પહોર છે. તે વીર, અદ્ભુત અને ભયાનક રસ ઉત્પન્ન કરે છે. આ રાગ ગંભીર પ્રકૃતિવાળો ગણાય છે. આ રાગ અને દેશને રાગને ઘણો મેળાપ છે અને ગાવાથી જીવનમાં વૃદ્ધિ થઈ આરોગ્યવાન બને છે એમ કહેવાય છે.
|
| 3 |
[ સં. સૌરાષ્ટ્ર ] |
पुं. |
સૌરાષ્ટ્ર; કાઠિયાવાડ; ભારતના પશ્ચિમ કિનારાનો એક ફળદ્રુપ દ્વીપકલ્પ. આ દેશનું વર્ણન કરતાં કવિ નાનાલાલ લખે છે કે; સોરઠ ભયાનકને ભવ્યવર્ણો છે. શહેરોમાં એ નહિ દેખાય. સીમમાં જઈને જુઓ. જૂનાગઢમાં નહિ ગીર ને ગીરનારમાં, ઓઘડનાથ ને દત્તાત્રેયના શિખરે, પોરબંદરમાં નહિ છાયામાં, બરડામાં, ઘૂમલીમાં, ભાવનગરમાં નહિ ખોડીયારની પાટે, સિહોરના ચોકી ડુંગરે, સિદ્ધાચળને શિખરે, વલ્લભીના વેરાન ખંડેરોમાં, જસદણમાં નહિ ભાડલાના વગડામાં, દિંગથળગઢને અણી અગ્રે, ઘેલા સોમનાથની કંટાળીઓમાં, ઝાંઝમેર કે પ્રભાસને સાગરકાંઠે, ચોરવાડની સિંધુતીરની જલદહેરીઓના બારણે કે દ્વારિકામાં જગતછેડે કૃષ્ણ મંદિરના ઉત્તુંગ શૃંગે. વળી આર્યાવર્તયાત્રામાં સરવા સોરઠ દેશનું વર્ણન કરતાં કવિ વિહારી કહે છે કેઃ ગજાવતો ઈ ગીર, ત્રાડે કૂદે કેસરી, એકલ હિંદ હીર, દુનિયા પર ના દેખશો. તેજણ તારોતાર, કાનસૂરિયું કમાન થઈ, સોરઠનો શણગાર કયાં નીરખશો નૂરજહાં. ભગરી સોરઠ ભેંશ, ગૌધન વાટે ઘાટીલાં, ઘી, દહીં, દૂધલ દેશ, મીઠો ક્યાંય મળે નહિ. કૂંળો કાઠિયાવાડ, ભાવભીનો ને ભોળિયો, જીભે હાલે હાડ, પરોણાગતનો પોરહી. ખડતલ ને ખમનાર, જમીન જાણે કેળવી, ખાતરનો ખાનાર, ખેડુ સોરઠ ખંડનો. શૂરતાભીનો સ્નેહ, સ્નેહળભીનાં સાજણાં, ચાહનાભીની ચેહ, પ્રેમશૌર્યનાં પારખાં. ઊઠે કમકમી કાળ, ખાંભી ખોડી ખળભળે, પાણા કરે પ્રીતાળ દુહો સોરઠ દેશનો.
|