ઉતરાયણના તહેવારની ઊજવણી
આપણો દેશ તહેવારોનો દેશ છે. જુદાંજુદાં રાજ્યોમાં અનેક પ્રકારના તહેવાર ઉજવાય છે. આ તહેવારમા મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે, જે નાનામોટા સૌ કોઈ મોજથી ઊજવે છે. મકરસંક્રાંતિનો તહેવાર કૃષક તહેવાર તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ખેડૂતો પાકની લણણી કરે છે.ઉતરાયણ એ મારો પ્રિય તહેવાર છે. તે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર 14 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારત દેશમાં ઊજવવામાં આવે છે. સૂર્ય આ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. ઉતરાય એ પતંગોનો તહેવાર છે. આ દિવસે અગાઉથી જ બાળકો તેમજ નાનામોટા તમામ આ તહેવારના ચાહકો પતંગ
અને દોરીની ખરીદી કરે છે. પતંગ કાગળ અને વાંસની લાકડીના યોગ્ય જોડાણ દ્રારા બનાવવામાં આવે છે. તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે. જેથી કે પતંગબાજોના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે. ઉતરાયણના દિવસે લોકો સવારે વહેલા ઊઠીને પતંગ ઉડાવવા માટે ઘરેની છત પર ચડી જાય છે
અને ઉતરાયણની મજા ઉઠાવે છે. બધી જ વયના લોકો આ તહેવારની મજા માણે છે. વિવિધ વિવિધ રંગોના પતંગ આકાશમાં ઊડે ત્યારે આખું આકાશ રંગબેરંગી થઈ જાય છે અને ખૂબ જ સુંદર લાગે છે.પતંગ ચગાવનાર એક પ્રકારના હરીફ હોય છે. જેમાં તેઓ એક બીજાના પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. ઉતરાયણના તહેવાર ઘણીબધી વસ્તુ ખાવાની અલગ જ મજા આવે છે. જેમ કે, ઊધિયું-જલેબી તેમજ તલની ચિક્કી, સીંગની ચિક્કી એ ઉત્તરાયણની ખસ પ્રકારની મીઠાઈ છે જે તલ અને મગફળીમાંથી બને છે. લોકો આ દિવસે એકબીજાને હેપ્પી સંક્રાંતિની શુભેચ્છા પાઠવે છે. આ દિવસે દાન આપવાનું પણ ખાસ મહત્વ મનાય છે.
More from



More Article



Interactive Games

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.